ગુજરાત સરકારનો મોટો નિર્ણય : નર્મદાના પૂરગ્રસ્ત દુકાનદારોને સરકાર કરશે સહાય

big announcement : નર્મદા પૂરગ્રસ્ત વિસ્તારોના નાની દુકાનો અને કેબીનો ધરાવતા દુકાનદારો માટે સરકારનો મહત્વનો નિર્ણય,,, ટૂંક સમયમાં સરકાર કરશે જાહેરાત... 

ગુજરાત સરકારનો મોટો નિર્ણય : નર્મદાના પૂરગ્રસ્ત દુકાનદારોને સરકાર કરશે સહાય

Gujarat Government Cabinet Meeting : નર્મદા નદીમાં આવેલા પૂરને કારણે ભરૂચ, અંકલેશ્વર સહિતના અનેક વિસ્તારોમાં મોટી અસર થઈ હતી. ત્યારે તાજેતરમાં જ સરકારે પૂરથી અસર પામેલા ખેતરો અને નુકસાની માટે ખેડૂતોને સહાય પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે હવે પૂરગ્રસ્ત વિસ્તારોના નાના વેપારીઓને સરકાર મદદ કરશે. નાના વેપારીઓ માટે રાજ્ય સરકાર સહાય જાહેર કરશે. આ અંગેનો જીઆર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. મોટા દુકાનદારો માટે લોન સબસિડીની પણ જોગવાઈ કરાઈ છે. હાલમાં પાક નુકસાનીનો સર્વે ચાલી રહ્યો છે. નર્મદા, ભરૂચ અને વડોદરાના ખેડૂતોને સરકાર સહાય ચૂકવશે. 

આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેના બાદ રાજ્ય સરકારના પ્ર વક્તા મંત્રી ઋષિકેશ પટેલ કેબિનેટ બેઠકનું બ્રિફિંગ રજૂ કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું કે, નર્મદા પૂરના કારણે સરકાર રાહત પેકેજ જાહેર કર્યું છે. સરકારે પરિપત્ર પણ આ અંગે જાહેર કરી દીધો છે. સરકારે 5 દિવસ માટે ના કેશડોલ્સ ની પણ ચુકવણી કરવામાં આવી છે.

સાથે જ તેમણે મહત્વની જાહેરા કરી કે, નર્મદા પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાની દુકાનો કેબીનો ના દુકાનદારો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ પ્રકારના નાના વેપારીઓ ને રાજ્ય સરકાર સહાય જાહેર કરાશે. આ અંગેની જીઆર ટુક સમયમાં કરવામાં આવશે. મોટા દુકાનદારોને ફરીથી પોતાનો ધંધો ઉભો કરવા માટે લોન સબસીડી માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. 

સાથે જ તેમણે પીએમ મોદીની ગુજરાત મુલાકાત વિશે કહ્યું કે, ઐતિહાસિક મહિલા અનામત બિલ બાદ પીએમ મોદી પહેલી વખત આજે ગુજરાત આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે હજારોની સંખ્યમાં બહેનો પીએમ મોદીને આવકારશે. 27 મી એ પીએમ મોદી વાઇબ્રન્ટ ના 20 વર્ષ ના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારવાદ બોડેલી ખાતે વિકાસ કામોના કાર્યક્રમોમાં હાજરી આપશે. વડોદરા ખાતે આવતી કાલે બહેનો તેમનો આભાર માનશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news