નિવૃત્ત કર્મચારીઓ માટે ખુશખબર : ગુજરાત સરકારે લાભ પાંચમે 2 મોટી જાહેરાત કરી
Big Decision : ગુજરાત સરકારે લીધા મહત્વના નિર્ણય... બોર્ડ નિગમના કર્મચારીઓના પેન્શનમાં થશે વધારો, 30 જૂને નિવૃત્ત થતા કર્મચારીઓને અપાશે ઈજાફો
Trending Photos
Gujarat Government : ગુજરાત સરકારે સરકારી વિભાગના વિવિધ પેન્શન ધારકો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્યના નાણાં વિભાગે આજે લાભ પાંચમના દિવસે પેન્શન ધારકોને મોટો લાભ કરાવ્યો છે. નાણાં વિભાગે મોટી જાહેરાત કરતા કહ્યું કે, બોર્ડ નિગમના કર્મચારીઓનું પેન્શન નવેસરથી નક્કી કરીને તેમાં વધારો કરાશે. આ ઉપરાંત 30 જુનના રોજ વય મર્યાદા નિવૃત થતા કિસ્સામાં ઇજાફો આપવાનો મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો.
નિવૃત્ત કર્મચારીઓને ઈજાફો મળશે
રાજ્યના નાણાં વિભાગે આજે મહત્વની જાહેરાત કરી કે, સુપ્રીમ કોર્ટના આદેશના પગલે રાજ્ય સરકારે નિર્ણય લીધો કે, 1 જાન્યુઆરી 2006 થી 31 ડિસેમ્બર 2022 સુધી વય મર્યાદામાં નિવૃત થયેલા કેસમાં 30 જૂનનો ઇજાફો આકારી પેંશન સુધારા કરવાનો રહેશે. 1 જાન્યુવારી 2023 બાદ નિવૃત્ત થયેલ કર્મચારીઓના કિસ્સામાં 30 જૂનનો ઇજાફો પેન્શનમાં મળવા પાત્ર રહેશે. આ ઠરાવનો અમલ પચાયત સેવાના કર્મચારીઓ સહિત અનુદાનિત સસ્થાઓના છઠ્ઠા પગાર પચનો લાભ હાંસલ કરનારા સન્માન પ્રકારને લાભ મળશે. 2006 થી 2022 સુધીના અને હાલ 2023 ના નિવૃત્ત થનારા સરકારી કર્મચારીઓને આ વધારાનો લાભ મળશે. પરિપત્રમાં ચોખવટ કરી છે કે, હવે પેન્શનમાં ઈજાફો એડ થશે.
બોર્ડ નિગમના કાયમી કર્મચારીઓ માટે મોટા સમાચાર
રાજ્યના જાહેર બોર્ડ નિગમના કાયમી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નવી જાહેરાત મુજબ, રાજ્ય સરકાર દ્વારા નવેસરથી પેન્શન નક્કી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે 21-03-2020નો પેન્શન નક્કી કરતો ઠરાવ રદ્દ કરાયો છે. આ તરફ હવે કાયમી કર્મચારીઓનું પેન્શન 100 ટકાના ધોરણે ફરી નક્કી કરાશે. જેથી હવે કર્મચારીઓના પેન્શનમાં વધારો થશે. જોકે, કર્મચારીઓએ પેંશનનો વધારો લેતા પહેલા કોર્ટ માં કરેલી અરજી પરત ખેંચવી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે