ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ખેડૂતોને આપી મોટી ભેટ : ખાતર પર મળશે 50 ટકા સબસીડી

Big Annoucement : સહકારિતા દિવસ પર ગુજરાતના ખેડૂતો માટે ખાસ જાહેરાત.. નેનો યુરિયા અને નેનો DAP પર 50 ટકા સબસિડીની જાહેરાત.. નેનો યુરિયા અને નેનો DAPને પ્રોત્સાહન આપવા જાહેરાત...
 

ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ખેડૂતોને આપી મોટી ભેટ : ખાતર પર મળશે 50 ટકા સબસીડી

Gujarat Farmers : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ દેશમાં બે લાખ પંચાયત ઘરોને અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી હતી. સાથે જ આજના દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી છે. તેમણ ખેડૂતો માટે નેનો યુરીયામાં 50% ગુજરાત સરકારની સબસીડી આપવાની યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. 

અમિત શાહે નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારની AGR-2 યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો-યુરિયાની ખરીદી પર 50 ટકા સહાયતા યોજનાનો શુભારંભ કર્યો. કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ત્રણ ખેડૂતોને નેનો યુરિયાની પ્રતિકાત્મક કીટ આપવામાં આવી. તો સાથે સાથે ગૃહમંત્રી દ્વારા ઓર્ગેનિક લોટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. તેમજ, દિલ્હી ખાતે અમૂલ ઓર્ગેનિક દુકાનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. સમગ્ર દેશમાં આ અમૂલની સૌપ્રથમ ઓર્ગેનિક લોટની શોપ હશે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી કરાઈ હતી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું કાર્યક્રમમાં સંબોધન કરતા અમિત શાહે કહ્યું કે, 102 વર્ષથી સહકારીતા દિવસથી ઉજવણી કરવામાં આવે છે. આજે શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મ દિવસ છે. આજે બંગાળ અને કાશ્મીર ભારતનો હિસ્સો છે તે શ્યામ પ્રસાદ મુખર્જીને આભારી છે. આજના દિવસે જ સ્વતંત્ર સહકારીતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી. ઘણા લાંબા સમયની માગ હતી કે સહકાર વિભાગની સ્થાપના કરવામાં આવે. ગુજરાતમાં નેનો યુરિયા અને નેનો ડીએપી પર 50 ટકા નું ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. ગુજરાત સરકારે વિશેષ ડિસ્કાઉન્ટ યોજના જાહેર કરી છે. નેનો યુરિયા અને નેનો ડીએપી પર 50 ટકાની સબસિડી ગુજરાત સરકાર આપશે. નેનો યુરિયા અને નેનો ડીએપીને પ્રોત્સાહન આપવા માટે વિશેષ યોજના જાહેર કરાઈ છે. 

તેમણે વધુમાં કહ્યું કે, ખેડૂતો બન્ને તરલ અને ઘન યુરિયાનો ઉપયોગ કરશે તો જમીન પણ બગડશે અને સ્વાસ્થ્ય પણ બગડશે. આપણી પાસે બે બ્રાન્ડ છે ભારત ઓર્ગેનિક અને અમુલ બન્ને બ્રાન્ડ ખરીદીએ ૧૦૦ ટકા ઓર્ગેનિક છે. વૈંશ્વિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ઓર્ગેનિક હોવાનો સિક્કો મરાય છે. ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સહકારનું મહત્વનું યોગદાન છે. અમે વ્યવસ્થા કરી છે કે મકાઈની ખરીદી ઓનલાઈન અને એમએસપી પર થશે. જેનાથી ખેડૂતોને લાભ થશે, ઈથેનોલ બનશે સાથે ઓછું પેટ્રોલ ખરીદી કરી દેશના નાણાં બચાવીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news