જિંદગી સાથે આવી રમત હોય! હિંમતનગરની હોસ્પિટલે મૃત બાળકીને 24 કલાક સારવાર કરી, સરકારે કરી બ્લેકલિસ્ટ

હિંમતનગરમાં ‘ગબ્બર ઇઝ બેક’ ફિલ્મ જેવો કિસ્સો બન્યો... મૃત બાળકીની મેડીસ્ટાર હૉસ્પિટલે 24 કલાક સુધી કરી સારવાર... પરિવારને મળવા પણ ના દીધા... સરકારે 14 લાખનો દંડ ફટકાર્યો 

 

જિંદગી સાથે આવી રમત હોય! હિંમતનગરની હોસ્પિટલે મૃત બાળકીને 24 કલાક સારવાર કરી, સરકારે કરી બ્લેકલિસ્ટ

Himmatnagar News : હિંમતનગર આજે એક ચોંકાવનારો બનાવ બન્યો છે. અક્ષય કુમારની ફેમસ ફિલ્મ  ‘ગબ્બર ઇઝ બેક’ જેવો કિસ્સો આજે હિંમતનગરમાં બન્યો. મૃત બાળકીની મેડીસ્ટાર હૉસ્પિટલે 24 કલાક સુધી સારવાર કરી હતી. આ વચ્ચે હોસ્પિટલના સંચાલકોએ પરિવારને મળવા પણ ના દીધા હતા. આખરે હોસ્પિટલનો ભાંડો ફૂટતા હિંમતનગરની મેડીસ્ટાર હોસ્પિટલ સામે સરકારની મોટી કાર્યવાહી કરીને તેને બ્લેક લિસ્ટ કરી છે. 

બન્યુ એમ હતું કે, હિંમતનગરની મેડીસ્ટાર હોસ્પિટલે મૃત બાળકીને 12 કલાક સારવાર આપી હોવાનુ તપાસ દરમિયાન ખુલ્યુ છે. ગાંધીનગર સ્ટેટની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. સરકાર દ્વારા PMJAY યોજનામાં સરકાર દ્વારા ચુકવાતા બીલમાં ગેરરીતિ ચાલતી હોવાનુ ખૂલ્યુ છે. વિઝીટ દરમિયાન હોસ્પિટલમાં બાળકોના ડોક્ટરની ગેરહાજરી જોવા મળી હતી. તેમજ બાળકીની સારવાર ચાલુ હોવાનું કહી મૃત બાળકીથી પરિવારને દૂર રાખવામા આવ્યું હતું. 

ગાંધીનગર સ્ટેટની ટીમની સરપ્રાઇઝ ચેકિંગમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ તપાસ દરમ્યાન IAS રમ્યા મોહને મેડીસ્ટાર હોસ્પિટલને  PMJAY યોજનામાંથી પણ બ્લેકલિસ્ટ કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે સરકાર દ્વારા PMJAY યોજનામાં સરકાર બીલ ચૂકવતી હોવાથી હોસ્પિટલ તંત્ર ગોલમાલ કરતું હોવાનું પણ સામે આવ્યું હતું. દોઢ માસથી વધુ સમય પહેલાની ઘટના છે, જેમાં હાલ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગને આ અંગે પત્ર દ્વારા જાણ કરાઈ હતી. જેથી આરોગ્ય વિભાગે હોસ્પિટલને 14,47,600 રુપિયાનો દંડ ફટકાર્યો છે. 

સરકારે હોસ્પિટલને બ્લેક લિસ્ટ કરી 
હિંમતનગર મેડીસ્ટાર હોસ્પિટલમાં મૃત બાળકીને સારવાર આપવાના મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આવી ઘટના સામે આવતા જ રાજ્ય સરકારે આ હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. આવી ઘટનાઓ પર સરકાર કડક હાથે કામ લઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news