કરો મોજ...હવે ગુજરાતની આ પાંચ હોટલોને સરકારે વિદેશી દારૂ વેચવા આપી મંજૂરી

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા વધુ 5 હોટેલોને લિકર પરમિટ આપવામાં આવી છે. આ હોટેલો હવે પ્રવાસીઓને અને પરમિટ ધરાવતા લોકોને દારૂનું વિતરણ કરી શકશે. આ હોટેલો વિદેશથી અને અન્ય રાજ્યોમાંથી તેમની હોટેલમાં આવતા લોકોને પરમિટ પણ આપી શકશે.

કરો મોજ...હવે ગુજરાતની આ પાંચ હોટલોને સરકારે વિદેશી દારૂ વેચવા આપી મંજૂરી

ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં ભલે દારૂબંધી હોય અને લોકો આસાનીથી કાયદેસરનો શરાબ પી શકતા નથી, પરંતુ હવે ગુજરાતની વધુ 5 હોટલોને દારૂ  વેચવાની પરમિશન આપવામાં આવી છે, જ્યાં હવે દારૂબંધી નથી. પ્રવાસન સ્થળ તરીકે આ ચાર ગામમાં દારૂબંધી લાગુ નહીં પડે, એટલે કે આ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ પી શકાશે.

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા વધુ 5 હોટેલોને લિકર પરમિટ આપવામાં આવી છે. આ હોટેલો હવે પ્રવાસીઓને અને પરમિટ ધરાવતા લોકોને દારૂનું વિતરણ કરી શકશે. આ હોટેલો વિદેશથી અને અન્ય રાજ્યોમાંથી તેમની હોટેલમાં આવતા લોકોને પરમિટ પણ આપી શકશે. રાજ્યમાં હાલ 58 હોટેલોને લિકર શોપની પરવાની આપવામાં આવી છે. ત્યારે વધુ 5 હોટેલોને મંજૂરી મળતા હવે રાજ્યમાં કુલ 64 હોટેલ પ્રવાસીઓ, વિદેશી નાગરિકોને વિદેશી દારૂ પીરસવાની પરમિટ ધરાવતી થઇ છે.

અમદાવાદ ઉપરાંત સુરત, ભાવનગર, ગોંડલ અને રાજુલા ખાતેની હોટેલોને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં પ્રવાસનનો વ્યાપ વધારવાના ભાગરૂપે તેમજ વાઈબ્રન્ટ સહિતની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશ-વિદેશથી આવતા મહેમાનો તથા પ્રવાસીઓની સુવિધાના ભાગરૂપે સરકાર ફાઈવસ્ટાર અને ઉચ્ચ રેન્ક ઘરાવતી હોટલોને લિકર પરમિટ આપી રહી છે. 

ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં હાલ 19 હોટેલો દારૂની પરમિટ ધરાવે છે જેમાં એક હોટેલનો વધારો થતાં હવે કુલ 20 હોટેલમાં પરમિટધારકો અને પ્રવાસીઓ દારૂ મેળવી શકશે.

રાજ્યમાં હાલની સ્થિતિએ 39334 લોકો પાસે હેલ્થ પરમિટ છે. હેલ્થ પરમિટ હેઠળ રાજ્યમાં લોકોને પોતાના આરોગ્યની જાળવણી માટે ભારતીય બનાવટની વિદેશી દારૂ પોતાની પાસે રાખવાની અને ઉપયોગ કરવાની પરવાનગી મળે છે. સૌથી વધારે 13034 હેલ્થ પરમિટ અમદાવાદ જિલ્લામાં છે. સુરત જિલ્લામાં 8044 હેલ્થ પરમિટ છે. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર જિલ્લામાં 1989 લોકો હેલ્થ પરમિટ ધરાવે છે. 

કયા જિલ્લામાં કેટલી પરમિટ?
No description available.

કઈ કઈ હોટલને દારૂ વેચવાની મંજૂરી
1. હોટેલ તાજ સ્કાયલાઇન (યુનિટ ઓફ સંકલ્પ ઇન), શીલજ- અમદાવાદ
2. હોટેલ કોર્ટયાર્ડ બાય મેરિયોટ (યુનિટ ઓફ ગુજરાત જેએચએમ હોટેલ્સ લિ.) ભાટપોર- સુરત
3. હોટેલ લીલા ટ્રેડ લિંક પ્રા.લિ., ભાવનગર
4. ઓર્કાર્ડ પેલેસ એચજીએચ હોટેલ્સ એલએલપી, હજુર પેલેસ કેમ્પસ, ગોંડલ- રાજકોટ
5. હોટેલ લાયન પેલેસ, હિન્ડોરણા રોડ, રાજુલા- અમરેલી

કોને-કોને દારૂની પરમિટ અપાય છે?
સ્વાસ્થ્ય પરમિટ નિયમ 64 હેઠળ ગુજરાત રાજ્યમાં વસતી વ્યક્તિઓને પોતાનું આરોગ્ય જાળવવા ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખવા અને વાપરવા પરમિટ મળે છે. રાજ્યના વતનીઓ માટે હેલ્થ પરમિટ (નિયમ 64), રાજ્યમાં વસવાટ માટે આવતી રાજ્ય બહારની વ્યક્તિઓ માટે હેલ્થ પરમિટ (નિયમ 64-બી), રાજ્યમાં વસતા સંરક્ષણ દળના નિવૃત્ત સભ્યો માટે હેલ્થ પરમિટ (નિયમ 64-સી), કામચલાઉ રીતે રાજ્યમાં વસવાટ કરતી વિદેશી વ્યક્તિઓ, રાજ્યમાં એક માસ માટે આવતા વિદેશી નાગરિકો, વધુમાં વધુ સાત દિવસ માટે રાજ્યની મુલાકાત માટે આવતી રાજ્ય બહારની વ્યક્તિઓ, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક/શૈક્ષણિક સંમેલનમાં ભાગ લેવા આવતી રાજ્ય બહારની વ્યક્તિઓને પરમિટ ઇશ્યુ કરાય છે.

(ડિસ્ક્લેમર: ઝી 24 કલાક દારૂના ખરીદ-વેચાણ અને તેના સેવન માટે પ્રેરિત કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news