માર્ચમાં એવો પવન ફૂંકાશે કે ગુજરાતમાં અંધારપટ છવાશે : અંબાલાલે કહ્યું, આગામી 24 કલાક સાચવજો

Ambalal Patel Prediction : આગામી 48 કલાકમાં 15થી 20 કોલોમીટર પર અવર્સની ઝડપી ફૂંકાશે પવન,,, ખેડૂતોનાં ઉભા પાકને નુકસાન થવાની શક્યતા,,, કચ્છમાં વધુ અસર વર્તાશે,,, આગાહીકાર અંબાલાલ પટેલે કરી આગાહી

માર્ચમાં એવો પવન ફૂંકાશે કે ગુજરાતમાં અંધારપટ છવાશે : અંબાલાલે કહ્યું, આગામી 24 કલાક સાચવજો

Gujarat Weather Forecast : ગરમીના દિવસોમાં હવે વરસાદની આગાહી આવી ગઈ છે. ગુજરાતીઓ માટે માર્ચ મહિનો આકરો બની રહેવાનો છે. માર્ચ મહિનામાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. આવામાં આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. હવામાન નિષ્ણાતે આગામી 48 કલાક ખેડૂતો માટે ચિંતાજનક હોવાનું જણાવ્યું છે. 

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે પવનની શક્યતા છે. ભારે પવનને કારણે ખેતરમાં ઉભો પાક વળી જવાની શક્યતા છે. આ કારણે આંબા ઉપર પણ અસર થવાની શક્યતા છે. આજે ગુજરાતમાં 15-20 km /h ની ઝડપે પવન ફૂંકાશે. તો આવતીકાલે આંચકાનો પવન 45 km/h ની ઝડપે પવન ફૂંકાશે. જેની સૌથી વધુ અસર કચ્છમાં વર્તાશે. ખાસ પવનથી જનધને સાવચેત થવાની જરૂર છે. 

તેમણે વધુમાં કહ્યું કે, આવતીકાલે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ, જૂનાગઢ સુરેન્દ્રનગર, આહવા ડાંગ, વલસાડમાં કમોસમી વરસાદની શક્યતા છે. આ દિવસોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. 3 થી 6 માર્ચે રાત્રી દરમિયાન વધુ ઠંડીની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં રાત દરમિયાન તાપમાન 7 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. જ્યારે સવારે પણ 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. 

આગાહીકારે કહ્યું કે, ગુજરાતમાં શિવરાત્રિ નજીક પણ ઠંડા પવન ફૂંકાશે. 7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે. આ સમયે ઠંડા પવનો ફંકાવાની સાથે વધારા સાથે અંધારિયું વાતાવરણ ઉભું થવાની શક્યતા છે. એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14 થી 20 માર્ચે પણ વાદળવાયુ અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે. 21 માર્ચ બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે. વરુણ મંડળના નક્ષત્રમાં આ યોગ બનવાથી અસર ઘણા દિવસો સુધી રહેશે.

વલસાડમાં કેરીના પાક પર મોટો ખતરો
વલસાડ જિલ્લામાં વહેલી સવાર થી વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં કમોસમી વરસાદ જોવા મળ્યો કમોસમી વરસાદના કારણે 45 હજાર હેક્ટરથી વધુમાં લેવાતા કેરીના પાકમાં મોટા નુકસાનની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે.  હવામાન વિભાગ દ્વારા રાજ્ય ભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતળિયાય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે વલસાડ જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણકે વલસાડ જિલ્લામાં 45 હજાર હેક્ટરથી વધુમાં કેરીનો પાક લેવાય છે. ત્યારે વલસાડ જિલ્લામાં ઠંડી ઓછી પડવાના કારણે આંબાવાડીઓમાં ફ્લાવરીંગ ઓછું થયું હતું. વલસાડ જિલ્લામાં વરસાદ જો વધુ વર્ષે તો આંબા ઉપર લાગેલા ફ્લાવરિંગ ખરી પડવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. સાથે જ આંબાઓ ઉપર ફ્લાવરિંગની જગ્યાએ નવી પીલોવણી આવના કારણે કેરીનો પાક વધુ નહિ થાય. સાથે જ ખેડૂતોને બજારમાં યોગ્ય પ્રમાણમાં કેરીનો ભાવ મળશે નહીં.

હિમાલય પીઘળવાનો ખતરો
બદલાતા વાતાવરણની વિપરીત અસરથી પિગળી શકે છે હિમાલય. આ ચોંકાવનારો રિપોર્ટ બ્રિટનની ઈસ્ટ આંગલિયા યુનિવર્સિટીના સંશોધકોએ તૈયાર કરેલો અહેવાલ ક્લાઈમેટ ચેન્જ જનરલમાં પ્રસિદ્ધ થયો છે. જેમાં ભારતને ચેતવણી આપવામાં આવી છે કે હવે દેશનું સરેરાશ તાપમાન દોઢથી ત્રણ ડિગ્રી સુધી વધશે તો ભયાનક સ્થિતિ સર્જાશે. પાણીની ગંભીર અછત સર્જાશે અને ભૂખમરાની સ્થિતિ સર્જાશે. ખેતરો સૂકાભઠ્ઠ થઈ જશે. ભારતમાં ઝડપભેર તાપમાન વધી રહ્યું છે. જો હવે સરેરાશ તાપમાન દોઢ ડિગ્રી જેટલું વધશે તો દેશનો અડધો અડધ પાણીનો જથ્થો સૂકાઈ જશે. 21 ટકા ખેતીની જમીન બિનઉપજાઉ બની જશે. એમાંય જો ભારતના સરેરાશ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થશે તો વિનાશ વેરાશે. સૌથી વધુ અસર હિમાલયન રેન્જને થશે. 90 ટકા હિમાલય સૂકાઈ જશે. નદીઓ સૂકાઈ જશે. ખેતરો વેરાન બની જશે. જંગલો બળીને ખાક થઈ જશે. કમૌસમી વરસાદનું પ્રમાણ વધશે. ભારે પૂરની સ્થિતિ વારંવાર સર્જાશે. તો વળી અત્યારે સરેરાશ 30 વર્ષે જે દૂકાળ આવે છે એ વર્ષો વર્ષ આવવા માંડશે. એટલે કે, હવે જો પર્યાવરણની જાળવણી ન કરવામાં આવી તો તેના માઠા પરિણામો ભોગવવા પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news