Gujarat Assembly Elections 2022: પત્નીને વિધાનસભા ટિકિટ મળ્યા બાદ રવિન્દ્ર જાડેજાએ પીએમ મોદી માટે લખી ખાસ પોસ્ટ....
Gujarat Elections News : સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીને જામનગર નોર્થથી વિધાનસભા ટિકિટ આપવામાં આવી છે. તેના પર રવિન્દ્ર જાડેજાએ પીએમ મોદી અને અમિત શાહનો આભાર માન્યો છે.
Trending Photos
જામનગરઃ Gujarat Assembly Elections 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે આજે 182 સીટોમાંથી 160 સીટો માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે પહેલા 1 ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણી માટે 84 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ભાજપે જામનગર નોર્થથી સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ટિકિટ આપી છે.
રવિન્દ્ર જાડેજાએ શું કહ્યું
પત્નીને વિધાનસભામાં ટિકિટ મળવા પર પ્રથમ પ્રતિક્રિયા આપતા રવિન્દ્ર જાડેજાએ પોતાના પત્નીને શુભેચ્છા આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ભાજપે જામનગર નોર્થ વિધાનસભા સીટથી ટિકિટ મળવા પર તમને ખુબ શુભેચ્છા. આ બધુ તમારી મહેનતનું પરિણામ છે. મારા તરફથી તમને ખુબ ખુબ શુભકામનાઓ. તમે તમારા કાર્યોથી સમાજનું ભલું કર્યું છે. રવિન્દ્ર જાડેજાએ પીએમ મોદી અને અમિત શાહનો પણ આભાર માન્યો છે.
Jai hind 🇮🇳 pic.twitter.com/JWdbV0brab
— Ravindrasinh jadeja (@imjadeja) November 10, 2022
2019માં ભાજપમાં જોડાયા હતા રિવાબા
રિવાબા જાડેજા વર્ષ 2019માં ભાજપ જોડાયા હતા. આ પહેલા તેઓ કરણી સેનામાં મહિલા મોર્ચાના અધ્યક્ષ હતા. વર્ષ 2016માં રવિબા અને રવિન્દ્ર જાડેજાના લગ્ન થયા હતા. રવિન્દ્ર જાડેજા સાથે તેની પ્રથમ મુકાલાત તેમના મોટા બહેન નયનાબાએ કરાવી હતી. રિવાબા રાજકોટ અને જામનગરમાં પોતાનો સમય પસાર કરે છે.
આ રેસ્ટોરન્ટના માલિક છે રિવાબા
રિવાબાએ રાજકોટની આત્મિય કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. તેઓ પહેલાથી ભણવામાં આગળ હતા. અત્યારે તે જડ્ડૂ ફૂડ રેસ્ટોરન્ટના માલિક છે. તેમના પિતા શહેરના જાણીતા બિઝનેસમેન છે.
બહેન અને પિતા પણ રાજનીતિમાં
રવિન્દ્ર જાડેજાના બહેન અને પિતા બંને રાજનીતિમાં સક્રિય છે. તેમના બહેન નયનાબા જામનગર કોંગ્રેસના મહિલા મોર્ચાના અધ્યક્ષ છે. નોંધનીય છે કે ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે