Junagadh Gujarat Chunav Result 2022: હાઇ-પ્રોફાઇલ જંગ, જુનાગઢમાં ભાજપે ફરી મેળવી સત્તા, કોંગ્રેસ ઉંઘા મોઢે પછડાયું

Junagadh Gujarat Chutani Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

Junagadh Gujarat Chunav Result 2022: હાઇ-પ્રોફાઇલ જંગ, જુનાગઢમાં ભાજપે ફરી મેળવી સત્તા, કોંગ્રેસ ઉંઘા મોઢે પછડાયું

JunagadhGujarat Chunav Result 2022: જૂનાગઢના રાજકીય સમીકરણો દરેક રાજકીય પક્ષ માટે ખૂબ મહત્વના બની રહે છે. પરંપરાગત રીતે ભાજપની માનવામાં આવતી જૂનાગઢ બેઠક કોંગ્રેસે વર્ષ 1985 બાદ જીતવામાં સફળતા મેળવી હતી. આ વખતે આપની એન્ટ્રીથી જૂનાગઢ બેઠક પર કેટલી અસર થશે તેના પર સૌકોઇની નજર છે.

  • સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતી 54 બેઠકો પર નજર કરીએ તો 61.55 ટકા જેટલું મતદાન થયું હતું.
  • જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર સંજય કોરડિયાનો વિજય થયો છે.
  • સંજય કોરડિયા 40,256 મતે જીત્યા છે.
  • જ્યારે કોંગ્રેસના ઉમેદવારની કારમી હાર થઈ છે.

જુનાગઢ વિધાનસભા બેઠક
જૂનાગઢ ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ જિલ્લા અને જુનાગઢ તાલુકાનું મુખ્ય મથક તેમજ ગુજરાતનું સાતમું મોટું શહેર છે. વર્ષ 2017 પહેલાની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ બેઠક છેલ્લા 3 દાયકાથી ભાજપનો ગઢ રહ્યો હતો. પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે બેઠક પર પ્રચંડ વિજય મેળવી ભાજપના સૂપડા સાફ કરી નાંખ્યા હતા. જૂનાગઢમાં આહિર, ક્ષત્રિય, કોળી અને પાટીદાર એમ ચારેય જ્ઞાતિનું એકસમાન પ્રભુત્વ છે. 

જુનાગઢ બેઠક પર દલિત, બ્રાહ્મણ અને મુસ્લિમ મતદારોનુ પ્રભુત્વ છે. આ સિવાય પાટીદાર, લોહાણા, આહીર, વાલ્મીકિ સહિત અન્ય જ્ઞાતિઓના મળીને કુલ અંદાજીત 2,86,293 જેટલા મતદારો છે. જે પૈકી 65.96 ટકા પુરુષ અને 66.28 ટકા મહિલા મતદારો છે. 

2022ની ચૂંટણી
2022ના ચૂંટણી જંગમાં ભાજપમાથી સંજય કોરાડીયા, કોંગ્રેસમાથી ભીખાભાઇ જોશી અને આપ તરફથી ચેતન ગજેરા ઉમેદવાર છે. 

2017ની ચૂંટણી
 2017ની વિધાનસભા ચૂંટણીમાં જૂનાગઢમાં કોંગ્રેસનું રીતસરનું વાવાઝોડું ફૂંકાયું. કોંગ્રેસના ભીખાભાઇ જોષીએ ભાજપના મહેન્દ્ર મશરૂ સામે 6084 મતની સરસાઇથી જીત મેળવી હતી. 
.
2012ની ચૂંટણી
વર્ષ 2012માં ભાજપના મહેન્દ્ર મશરૂએ કોંગ્રેસના ભીખાભાઇ જોશી સામે 13796 મતના માર્જીનથી જીત મેળવી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news