Gujarat Election 2022: ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કેમ શરૂ કરી 55 કિ.મી લાંબી પગપાળા યાત્રા?

થોડા સમય પહેલા ગાયોમાં લમ્પી વાઇરસ નામનો રોગ આવતા અનેક ગાયો મોતને ભેટી હતી તો અનેક ગાયો લમ્પી વાઇરસના ભરડામાં આવતા તેમની હાલત કફોડી બની હતી.

Gujarat Election 2022: ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કેમ શરૂ કરી 55 કિ.મી લાંબી પગપાળા યાત્રા?

અલકેશ રાવ/બનાસકાંઠા: વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે થોડા સમય પહેલા લમ્પી વાઇરસ નાબૂદ થાય તે માટે ભાભરથી ઢીમાં ધરણીધર ભગવાનના મંદિરે પગપાળા ચાલતા જવાની માનતા માની હતી. જોકે હવે લમ્પી વાઇરસ સંપૂર્ણપણે નાબૂદ થતા ગેનીબેન ઠાકોર પોતાની માનતા પુરી કરવા 55 કિલોમીટરના લાંબી પગપાળા યાત્રા શરૂ કરી છે. જેમાં ગેનીબેન સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ લોકો સહિત અનેક ગૌભક્તો જોડાયા છે.

થોડા સમય પહેલા ગાયોમાં લમ્પી વાઇરસ નામનો રોગ આવતા અનેક ગાયો મોતને ભેટી હતી તો અનેક ગાયો લમ્પી વાઇરસના ભરડામાં આવતા તેમની હાલત કફોડી બની હતી. જોકે લંપીગ્રસ્ત ગાયોની હાલત ખુબ જ દયનિય થતાં લોકોએ અનેક રીતે તેમની સારવાર કરીને તેમને બચાવવા માટેના પ્રયાસો કર્યા હતા. 

No description available.

જોકે તે સમયે વાવન ધારસભ્ય ગેનીબેન ઠાકોર એક ગૌશાળાની મુલાકાતે જતા લંપીગ્રસ્ત ગાયોને જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠતાં તેમને જો લમ્પી વાઇરસ નાબૂદ થાય તો તેમના વતન ભાભરથી વાવના ઢીમામાં આવેલા ધરણીધર ભગવાનના મંદિર સુધી 55 કિલોમીટર ચાલતા જઈને ધરણીધર ભગવાનના મંદિરે ધજા ચડાવીને તેમના દર્શન કરવાની માનતા માની હતી. 

જોકે હવે લમ્પી વાઇરસ સંપૂર્ણપણે નાબૂદ થતા ગેનીબેન ઠાકોર આજે ભાભરથી રથ લઈને પોતાની માનતા પુરી કરવા ઢીમાં જવા માટે પગપાળા નીકળ્યા છે. જેમાં ગેનીબેન ઠાકોર સાથે કોંગ્રેસના અનેક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો અને ગૌભક્તો જોડાયા છે. આ પગપાળા યાત્રામાં આવતા અનેક ગામોના લોકો દ્વારા ગેનીબેન ઠાકોરનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. 

મહત્વનું છે કે, આવતીકાલે 55 કિલોમીટર પગપાળા યાત્રા કરીને ગેનીબેન ઢીમાં પહોંચશે અને ભગવાન ધરણીધર ભગવાનના મંદિરે ધજા ચડાવીને ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news