Visnagar Gujarat Chunati Result 2022: વીસનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 34405 મતથી જીત

VISNAGAR Gujarat Chutani Result 2022:  વીસનગર વિધાનસભા બેઠક પર 1,18,980 પુરૂષ મતદારો છે. જ્યારે 1,10,687  મહિલા મતદારો છે. વીસનગર વિધાનસભા બેઠક પર 2,29,669 મતદારો છે.

Visnagar Gujarat Chunati Result 2022: વીસનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 34405 મતથી જીત

VISNAGAR Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર સમગ્ર દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાવર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

મહેસાણા જિલ્લા 7 વિધાનસભા બેઠક અપડેટ

20 ખેરાલુ બેઠક
ભાજપ ઉમેદવાર સરદારભાઈ ચૌધરી મેળવેલ મત 55460
કોંગ્રેસ ઉમેદવાર મુકેશ દેસાઈ મેળવેલ મત 51496
વિજેતા સરદારભાઈ ચૌધરી ભાજપ લીડ 3964

ઊંઝા 21
ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે મેળવેલ મત 88561
કોંગ્રેસ ઉમેદવાર અરવિંદભાઈ પટેલ 37093
વિજેતા ભાજપ કિરીટ પટેલ લીડ 51468

વિસનગર 22
ભાજપ ઉમેદવાર ઋષિકેશભાઈ પટેલ મેળવેલ મત 88356
કોંગ્રેસ કિરીટ પટેલ મેળવેલ મત 53951
વિજેતા ઋષિકેશભાઈ પટેલ લીડ 34405

બેચરાજી 23
ભાજપ ઉમેદવાર સુખાજી ઠાકોર મેળવેલ મત 69872
કોંગ્રેસ ઉમેદવાર અમૃતજી ઠાકોર મેળવેલ મત 58586
વિજેતા બીજેપી સુખાજી ઠાકોર લીડ 11286

કડી 24
ભાજપ ઉમેદવાર કરશનભાઇ સોલંકીએ મેળવેલ મત 107052
કોંગ્રેસ ઉમેદવાર પ્રવીણભાઈ પરમારે મેળવેલ મત 78858
વિજેતા ભાજપ કરશનભાઈ સોલંકી લીડ 28194

મહેસાણા 25
ભાજપ ઉમેદવાર મુકેશભાઈ પટેલે મેળવેલ મત 98816
કોંગ્રેસ ઉમેદવાર પી કે પટેલે મેળવેલ મત 53022
વિજેતા ઉમેદવાર ભાજપ મુકેશ પટેલ લીડ 45761

વિજાપુર 26
ભાજપ ઉમેદવાર રમણભાઈ પટેલે મેળવેલ મત 71696
કોંગ્રેસ સી જે ચાવડા એ મેળવેલ મત 78749
વિજેતા કોંગ્રેસ સી જે ચાવડા લીડ 7053 મત

મહેસાણા
 બેઠક : વિસનગર
રાઉન્ડ : 8
પક્ષ : ભાજપ આગળ
ઉમેદવાર :ઋષિકેશ પટેલ
મત :11330 મતે આગળ

ચૂંટણીમાં સવારે 8 વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ કરાઈ છે. જેમાં વીસનગર બેઠકથી ભાજપના ઉમેદવાર અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ શરૂઆતથી પાછળ ચાલી રહ્યાં છે.

વીસનગર Gujarat Chunav Result 2022: વીસનગર વિધાનસભા બેઠક (મહેસાણા)
વીસનગર બેઠક મહેસાણાની મહત્વની બેઠક છે. વીસનગર બેઠકમાં વીસનગર તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. તાલુકામાં બાકરપુર, બસાણા, બેચરપુરા, ભાલક, ભાંડુ, બોકરવાડા, છોગાળા, ચિત્રોડા મોટા, ચિત્રોડીપુરા, દહીયાલ, દેણપ, ધામણકુવા, ધરુસણા, ગણપતપુરા, ઘાંઘરેટ, ગોઠવા, ગુંજા, ગુંજાળા, હસનપુર, ઈયાસરા, જેતલવાસણા, કડા, સહિતના 58 જેટલા ગામ આવેલા છે. આ બેઠકમાં પટેલોની વસ્તી વધુ છે. 33 ટકા પાટીદાર, 23 ટકા ઠાકોર, 6 ટકા મુસ્લિમ, 14 ટકા ઓબીસી, 10 ટકા એસ.સી, 14 ટકા અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે ઋષિકેશ પટેલને રિપીટ કર્યાં છે. જ્યારે કૉંગ્રેસે કિરીટ પટેલને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ જયંતી પટેલને ટિકિટ આપી છે. 

2017ની ચૂંટણી
વીસનગરના ઈતિહાસની વાત કરીએ તો 2017માં ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલની 77,496 મતોથી જીત થઈ હતી. જ્યારે કૉંગ્રેસના મહેન્દ્ર પટેલની  74,627 મતોથી હાર થઈ હતી. કૉંગ્રેસના ઉમેદવાર મહેન્દ્ર પટેલની 2,869 મતોથી હાર થઈ હતી. 

2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલને 76,185 મતો મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ પટેલને 46,786 મત મળ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ પટેલની 29,399 મતોથી હાર થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news