Gujarat Election 2022: ગુજરાતના આગામી 25 વર્ષ કેવા હશે, આ તેની ચૂંટણી છેઃ ભાવનગરમાં બોલ્યા PM મોદી

PM Modi Election Rally, Bhavnagar: ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થવાનું છે. આ પહેલા દરેક રાજકીય પાર્ટીઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. 

Gujarat Election 2022: ગુજરાતના આગામી 25 વર્ષ કેવા હશે, આ તેની ચૂંટણી છેઃ ભાવનગરમાં બોલ્યા PM મોદી

ભાવનગરઃ ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) માં પ્રથમ તબક્કાના મતદાનમાં હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. પીએમ મોદી વડોદરામાં ચૂંટણી સભા સંબોધ્યા બાદ હવે ભાવનગર પહોંચ્યા છે. ભાવનગરના ચિત્રા વિસ્તારના ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા પહેલા અહીં લોકોનું મનોરંજન પણ કરાવવામાં આવ્યું હતું. અહીં સાંઈરામ દવે, કીર્તિદાન ગઢવી, કિંજલ દવે હાજર રહ્યાં હતા. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
ભાવનગરમાં ચૂંટણી સભાને સંબોધિત કરવા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે આ ભૂમિ કૃષ્ણકુમાર સિંહજીની તપોભૂમિ છે. તેમણે કહ્યું કે, ભાજપની જનતાને ચારેય તરફથી જનસમર્થન મળી રહ્યું છે. તેમણે કહ્યું કે હું છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતની જનતાના દર્શન કરી રહ્યો છું. 

પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી માત્ર ગાંધીનગરમાં પાંચ વર્ષ માટે ધારાસભ્યો મોકલવા માટેની નથી. તેમણે કહ્યું કે આ ચૂંટણી 25 વર્ષ પછી ગુજરાત કેવું હશે તે માટેની છે. આવનારા દિવસોમાં ગુજરાત મજબૂત બને તે માટેની આ ચૂંટણી છે. તેમણે કહ્યું કે હવે સમય બદલાયો છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિકસિત ગુજરાત માટે માત્ર કમળના નિશાન પર મત આપવાનો છે. તમે ભાજપને મત આપો, વિકસિત ગુજરાતની ગેરંટી હું આપુ છું. તેમણે કહ્યું કે, વિકસિત ગુજરાતના પાયા મજબૂત કરવા માટેની આ ચૂંટણી છે. દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડવાનો છે. તેમણે કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવમાં નવી આકાંક્ષા છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભાજપ સમસ્યાનું સમાધાન કરવા દિવસ-રાત જહેમત કરનારી પાર્ટી છે. તમે વર્ષો પહેલા કોંગ્રેસનું શાસન જોયું છે. તમારો એક મત ગુજરાતને મજબૂત કરે છે. કોંગ્રેસના શાસનમાં કેવી દુર્દશા હશે તે તમે જોઈ છે. સૌરાષ્ટ્રમાં પહેલા પાણીની વિકરાળ સમસ્યા હતી. ખરાબ પાણીને કારણે ચામડીના રોગો અને અન્ય બીમારીઓ પણ થતી હતી. કોંગ્રેસ પાસે તે માટે કોઈ સમાધાન નહોતું. પરંતુ ભાજપની સરકારે સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા દૂર કરી છે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભાજપની સરકાર એટલે સમસ્યાનું સ્થાયી સમાધાન. સૌની યોજના શરૂ કરી ત્યારે વિરોધીઓ મજાક ઉડાવતા હતા. પરંતુ અમે પાણીની સમસ્યા માટે ખુબ કામ કર્યું છે. આવનારી પેઢીએ પાણીની સમસ્યા ન જોવી પડે તે માટે ખુબ કામ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભાજપની સરકાર એટલે સમસ્યાનું સ્થાયી સમાધાન. સૌની યોજના શરૂ કરી ત્યારે વિરોધીઓ મજાક ઉડાવતા હતા. પરંતુ અમે પાણીની સમસ્યા માટે ખુબ કામ કર્યું છે. આવનારી પેઢીએ પાણીની સમસ્યા ન જોવી પડે તે માટે ખુબ કામ કરવામાં આવ્યું છે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, પાણીની પાઇપલાઇન એટલી મોટી નાખવામાં આવી છે કે તેમાંથી મારૂતિ પસાર થઈ જાય છે. આપણે રો-રો ફેરીથી કાઠિયાવાડ અને સુરતને જોડી દીધુ છે. તેનાથી વેપાર-કારોબાર સારો થઈ ગયો છે. 24 કલાક વિજળી મળવાને કારણે અનેક ઉદ્યોગ ધંધાને ફાયદો થયો છે. આજે હીરાના પડીકા લઈને રો-રો ફેરીમાં લઈને જાય છે. તેમાં સુરક્ષા પણ રહે છે. 

તેમણે કહ્યું કે, ગુજરાતમાં અનેક વિકાસના કામો થઈ રહ્યાં છે. આ ડબલ એન્જિનની સરકાર ગુજરાતને આગળ વધારવા માટે કામ કરી રહી છે. આપણી પાસે સૌથી મોટો દરિયા કિનારો છે. તેમણે કહ્યું કે, ભાવનગરમાં અનેક ઉદ્યોગોની શરૂઆત થઈ છે. દેશનું પ્રથમ કેમિકલ ટર્મિનલ પણ ભાવનગરને મળ્યું છે. સીએનજી ટર્મિનલની સ્થાપના પણ ભાવનગરમાં થઈ છે. પીએમ મોદીએ કહ્યું કે, સમુદ્ર શક્તિ કેવી રીતે કામ આવે તેના પર કામ થઈ રહ્યું છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે વિશ્વમાં ધોલેરાની ચર્ચા છે. આજે દુનિયા સેમીકંડક્ટર ચિપ વગર ચાલતી નથી. આ સેમી કંડક્ટર બનાવવાનું કામ હવે ગુજરાતમાં થવાનું છે. આ કામ તમારા ધોલેરામાં થવાનું છે. તે માટે આખી ઈકો સિસ્ટમ તૈયાર થશે. તે માટે ભૂપેન્દ્ર પટેલની સરકારે કરારો કર્યાં છે. તેનો ફાયદો સમગ્ર દેશને થવાનો છે. ભાવનગરની નજીક દોઢ લાખ કરોડનું રોકાણ થઈ રહ્યું છે.  

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે માતા-બહેનોએ મને આશીર્વાદ આપ્યા છે. માતા-બહેનોના આશીર્વાદ મારા માટે પ્રેરણા છે. પરંતુ દિલ્હીમાં બેઠેલો દિકરો માતાની પીડા સહન કરી ન શકે. એટલે અમે પાંચ લાખ રૂપિયા સુધીની આયુષ્માન ભારત યોજના લોન્ચ કરી છે. કોઈ માતા કે તેના પરિવારજનો બીમાર ન રહે તે માટે આ યોજના બનાવી છે. પીએમ મોદીએ કહ્યું કે, આવા પરિવારોને મદદ કરવા માટે આ પુણ્યનું કામ આપણે ઉપાડ્યું છે. માતા-બહેનોને સ્વતંત્ર કરવા માટે કામ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે સેનામાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. આજે મહિલા પાયલટ વિમાન ઉડાવી રહ્યાં છે. દેશ વધારે મજબૂત બને તે માટે કામ કરવામાં આવી રહ્યું છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે, મારી તમારી પાસે અપેક્ષા છે. શું તમે પૂરી કરશો. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે આપણે મતદાનના તમામ રેકોર્ડ તોડવા છે. દરેક રેકોર્ડ તોડીને વધુમાં વધુ મતદાન કરાવવાનું છે. આપણી પાસે પાંચ-છ દિવસો છે, તેમાં બધુ કામ કરવાનું છે. મેં તમને જે વાત કરી છે તે વાત તમે ઘરે-ઘરે જઈને સંભળાવજો. પીએમ મોદીએ કહ્યું કે, મને રાજનીતિનો કક્કો આ ભાવનગરની ધરતીએ શીખવાળ્યો છે. આપણે લોકતંત્રને મજબૂત કરવાનું છે. લોકતંત્ર મજબૂત થાય તે માટે મતદાન વધુ થાય તે જરૂરી છે. ભાજપના કાર્યકર્તા તરીકે વધુમાં વધુ મદતાન થાય તે આપણી જવાબદારી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news