Gujarat Election 2022: ગુજરાતમાં મતદાનના દિવસે લેવાયો મોટો નિર્ણય, આ જિલ્લામાં કર્મચારીઓને મળશે 2 કલાકની રજા

Gujarat Election 2022: ભાવનગરમાં મતદાન માટે કર્મચારીઓને 2 કલાકની રજા મળશે. અનેક ઔદ્યોગિક યુનિટોએ મતદાન માટે મોટો નિર્ણય કર્યો છે. 1 ડિસેમ્બરે મતદાન કરવા 50થી વધુ મોટા યુનિટ રજા આપશે. જેમાં વરતેજ અને ચિત્રા GIDCના કારખાનેદારો રજા આપશે.

Gujarat Election 2022: ગુજરાતમાં મતદાનના દિવસે લેવાયો મોટો નિર્ણય, આ જિલ્લામાં કર્મચારીઓને મળશે 2 કલાકની રજા

Gujarat Election 2022, નવનીત દલવાડી, ભાવનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે ત્યારે ભાવનગરમાં કર્મચારીઓને મતદાન માટે 2 કલાકની રજા આપવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગરમાં મતદાન કરવા માટે અનેક ઔધોગિક યુનિટોએ કર્મચારીઓ માટે રજા જાહેર કરી છે. જેમાં 1 લી ડિસેમ્બરે મતદાન કરવા 50 થી વધુ મોટા યુનિટ રજા આપશે. જ્યારે પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આવેલા વરતેજ અને ચિત્રા gidc ના કારખાનેદારો રજા આપશે. કર્મચારીઓ રજા દરમ્યાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ભાવનગરમાં મતદાન માટે કર્મચારીઓને 2 કલાકની રજા મળશે. અનેક ઔદ્યોગિક યુનિટોએ મતદાન માટે મોટો નિર્ણય કર્યો છે. 1 ડિસેમ્બરે મતદાન કરવા 50થી વધુ મોટા યુનિટ રજા આપશે. જેમાં વરતેજ અને ચિત્રા GIDCના કારખાનેદારો રજા આપશે. કર્મચારીઓ રજા દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

અમદાવાદના 2 લાખ કર્મચારીઓને મતદાન માટે રજા
અમદાવાદના 2 લાખ કર્મચારીઓને મતદાન માટે રજા આપવામાં આવશે. 15 હજાર નાની-મોટી ઈન્ડસ્ટ્રીઝ પોતાના કર્મચારીઓને આ દિવસે મતદાન માટે રજા આપશે. જ્યારે કેટલીક ઈન્ડસ્ટ્રીઝમાં 2 કલાક માટે પણ મતદાન માટે કર્મચારીઓને રજા અપાશે. શહેરની નરોડા, વટવા, નારોલ અને કઠવાડા GIDC વિસ્તારમાં કર્મચારીઓને મતદાન દિવસે મતદાન માટે  રજા અપાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન યોજાશે. જેનું 8 ડિસેમ્બરે પરિણામ આવશે. ત્યારે તમને જણાવી દઇએ કે, 5 ડિસેમ્બરના રોજ અમદાવાદ જિલ્લાનું મતદાન યોજાશે. આથી, અમદાવાદમાં મતદાન માટે કર્મચારીઓને રજા અપાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news