Gujarat Election 2022: ફિલ્મ અભિનેતા પરેશ રાવલનું વિવાદીત નિવેદન, "સાબરમતી કે સંત તુને અકેલે હી નહીં કર દિયા કમાલ"
Gujarat Election 2022: પરેશ રાવલે મહુધા વિધાનસભાના ચુણેલ ગામે યોજાયેલી સભામાં વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, ગાંધીજી સાથે ઘણા લોકોએ આઝાદી અપાવી. તેમણે કહ્યું કે એવું નથી કે 'સાબરમતી કે સંત તુને અકેલે હી નહીં કર દિયા કમાલ'. આ આઝાદીનુ આપણે કરત શું... શું તેનું ચુરમુ કરત...??
Trending Photos
Mahudha Vidhan Sabha Chutani 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. બીજી બાજુ ભાજપના સ્ટાર પ્રચારકો બીજા તબક્કાના મતદાન માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ઉત્સાહના અવેગમાં ઘણીવખત નેતાઓના બોલ બગડતા હોય છે. આવી જ એક ભૂલ ફિલ્મ અભિનેતા પરેશ રાવલે કરી છે. પરેશ રાવલે મહુધા વિધાનસભાના ચુણેલ ગામે યોજાયેલી સભામાં વિવાદિત નિવેદન આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
પરેશ રાવલે મહુધા વિધાનસભાના ચુણેલ ગામે યોજાયેલી સભામાં વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, ગાંધીજી સાથે ઘણા લોકોએ આઝાદી અપાવી. તેમણે કહ્યું કે એવું નથી કે 'સાબરમતી કે સંત તુને અકેલે હી નહીં કર દિયા કમાલ'. આ આઝાદીનુ આપણે કરત શું... શું તેનું ચુરમુ કરત...?? જો ભારતને એક કરનાર સરદાર પટેલ ન હોત તો આઝાદી કોઈ કામની ન હતી. મારી નજરે સરદાર પટેલ દેશના બીજા રાષ્ટ્રપિતા.
વધુ એકવાર ફિલ્મ અભિનેતા પરેશ રાવલે મહુધા વિધાનસભાના ચુણેલ ગામે વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર ટિપ્પણી કરતા જણાવ્યું છે કે, ગાંધીજી સાથે ઘણા લોકોએ આઝાદી અપાવી. એવું નથી કે "સાબરમતી કે સંત તુને અકેલે હી નહીં કર દિયા કમાલ". આ આઝાદીનું આપણે કરત શું... શું તેનું ચુરમુ કરત...?? જો ભારતને એક કરનાર સરદાર પટેલ ન હોત તો આઝાદી કોઈ જ કામની ન હતી.
પરેશ રાવલે જણાવ્યું હતું કે, મારી નજરે સરદાર પટેલ દેશના બીજા રાષ્ટ્રપિતા છે. મહુધા વિધાનસભાના ચુણેલ ગામે ભાજપની સભા યોજાઇ હતી. મહુધા મતવિસ્તાર વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. મહુધાના ચુણેલ ગામે પરેશ રાવલને સાંભળવા મોટી સંખ્યામાં લોકોની જનમેદની ભેગી થઈ હતી. મહુધાના ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહિડાના પ્રચાર માટે પરેશ રાવલ આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે