Gujarat Election 2022: જગદીશ ઠાકોરે ખોળો પાથરીને મતની ભીખ માંગી, કહ્યું; 'આ સાફો બંધાવ્યો છે, એની લાજ રાખજો'
Gujarat Election 2022: કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપને આડેહાથ લેતા જણાવ્યું કે, હક લેવા માટે આપણે ક્યાંક નબળા પડતા જઈએ છીએ એટલે ભાજપ બેફામ બન્યું છે. કોંગ્રેસના ગરીબ માણસને દબાવી દેવાનો, લુખ્ખા ગુડ્ડા ઉભા કરી કોંગ્રેસને હેરાન પરેશાન કરવામાં એમને કોઈ કસર છોડી નથી.
Trending Photos
Gujarat Election 2022, સમીર બલોચ/અરવલ્લી: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓની નિવેદન બાજી જોરશોરથી જોવા મળી રહી છે. પહેલા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે બીજા તબક્કાના મતદાન માટે પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ લુખ્ખા, ગુંડા ઉભા કરી કોંગ્રેસને પરેશાન કરે છે. જો આવું ચાલતું રહ્યું તો ગુલામ બનીને રહેવુ પડશે.
કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપને આડેહાથ લેતા જણાવ્યું કે, હક લેવા માટે આપણે ક્યાંક નબળા પડતા જઈએ છીએ એટલે ભાજપ બેફામ બન્યું છે. કોંગ્રેસના ગરીબ માણસને દબાવી દેવાનો, લુખ્ખા ગુડ્ડા ઉભા કરી કોંગ્રેસને હેરાન પરેશાન કરવામાં એમને કોઈ કસર છોડી નથી. જો આનું આ ચાલ્યું તો ગુલામ સિવાય બીજું કઈ નથી આપડા માટે.
બીજી બાજુ અરવલ્લીના માલપુરમાં કોંગ્રેસની પ્રચાર સભા યોજાઈ. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રચાર કર્યો. જેમાં જગદીશ ઠાકોરે માલપુરના કાર્યકરો પાસે મતની ભીખ માગીને કહ્યું તમારી પાસે ખોળો પાથર્યો છે તેની લાજ રાખજો. સમાજની સેવી કરી બધાનું ઋણ ચૂકવીશ. એટલું જ નહીં, કોંગ્રેસે ભાજપ પર શાબ્દિક પ્રહાર કરીને નિશાન સાધ્યું હતું. તો બીજી બાજુ પોતાના કાર્યકર્તાએ સામે ખોળો પાથરીને પાઘડીની લાજ સાચવી રાખવા ભીખ માગુ છુ એવું નિવેદન પણ જગદીશ ઠાકોરે આપ્યું હતું.
આ પણ જુઓ વીડિયો:-
મહત્વનું છે કે જગદીશ ઠાકોરે ખોળો પાથરીને કાર્યકર્તાઓ સામે ભીખ માગી હતી. તેમણે ભાવુક થઈને કહ્યું હતું કે ખોળો પાથરીને માલપુરના મારા કાર્યકર્તાઓ પાસે ભીખ માંગુ છું. આ સાફો બંધાવ્યો છે એની લાજ રાખજો. તમારી પાસે આ ખોળો પાથર્યો એની લાજ રાખજો. સરકાર સામે લડવાની લડાયકતા આપણે ખોઈ બેઠા છીએ. ભાજપનું રાજ બેફામ બની ગયું છે. ગરીબ કોંગ્રેસના માણસને દબાવી દેવાનો તથા લુખ્ખાઓ ગુંડાઓ ઉભા કરી કોંગ્રેસને પરેશાન કરવાનું કામ કરે છે. આવું જ ચાલ્યું તો આપણે ગુલામ જ રહેવું જોઈએ. ભાજપ ક્યારેય ખેડૂતોના પ્રશ્નોને લઈને મત નહીં લે. ભાગલા પાડીને રાજ જેમ અંગ્રેજો કરતા એવું રાજ ભાજપ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં કરે છે.
ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ગુજરાતમાં હતા તેમણે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજનાથસિંહે કહ્યું કે, ભાજપ આ વખતે તમામ રેકોર્ડ તોડી નાંખશે, તો વિપક્ષ પર વાર કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ચૂંટણી લડી રહી છે. તો આમ આદમી પાર્ટી માત્ર પોતાની ઉપસ્થિતિ દર્શાવવા માટે ચૂંટણી લડી રહી છે. રાજનાસિંહના નિવેદનનો જવાબ આપતા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે, કોણ સત્તામાં રહેશે તે જનતા નક્કી કરે છે. ભાજપે ખોટા ઘમંડમાં ન રહેવું જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે