Gujarat Election 2022: કોંગ્રેસનો દાવો! આ ઘડિયાળ બંધ થશે તે દિવસે ગુજરાતમાં નહીં રહે ભાજપની સરકાર, વાગી રહ્યા છે છેલ્લા ટકોરા
Gujarat Election 2022: કોંગ્રેસ દાવો કર્યો છે કે જ્યારે ઘડિયાળ બંધ થશે તે દિવસ ભાજપની સરકાર નહીં રહે. જેથી હવે કોંગ્રેસની પરિવર્તનની ઘડિયાળની છેલ્લી ઘડિયો ગણાઈ રહી છે. જો કે એક્ઝિટ પોલના આંકડા કોંગ્રેસના પરિવર્તનના સપના પર પાણી ફેરવી દીધું છે.
Trending Photos
Gujarat Election 2022: અમદાવાદ કાર્યાલયમાં લગાવેલી કોંગ્રેસની ઘડિયાળના હવે છેલ્લા ટકોરા વાગી રહ્યા છે..ગુજરાત વિધાનસભાની પરિણામ સુધીનો સમય બતાવતી કાઉન્ટડાઉન ઘડિયાળ કોંગ્રેસે કાર્યાલયમાં લગાવી છે. જે આવતી કાલ બપોરે 12 વાગ્યા સુધીનો સમય બતાવે છે. કોંગ્રેસ દાવો કર્યો છે કે જ્યારે ઘડિયાળ બંધ થશે તે દિવસ ભાજપની સરકાર નહીં રહે. જેથી હવે કોંગ્રેસની પરિવર્તનની ઘડિયાળની છેલ્લી ઘડિયો ગણાઈ રહી છે.
જો કે એક્ઝિટ પોલના આંકડા કોંગ્રેસના પરિવર્તનના સપના પર પાણી ફેરવી દીધું છે. ત્યારે કોંગ્રેસના દાવામાં કેટલો દમ છે તે આવતી કાલે જ ખબર પડશે. ચૂંટણી માટે દરેક પાર્ટી કંઈક અવનવુ લઈને આવે છે. ભાજપે ‘મેં ગુજરાત બનાવ્યું’ અભિયાન લોન્ચ કર્યું હતું, તેની સામે આમ આદમી પાર્ટી વચનોની લ્હાણી લઈને આવી છે. આવામાં ગુજરાત કોંગ્રેસ પણ આ વખતે આક્રમકતાથી મેદાનમાં આવી ગઈ છે.
અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના મુખ્ય કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે કાઉન્ટડાઉન ઘડિયાળ લગાવાઈ છે. બહારથી આવતી-જતી વ્યક્તિ જોઈ શકે તે એન્ગલથી આ ઘડિયાળ ઓફિસની બહાર ટિંગાડવામાં આવી છે. જેનો હેતુ ગુજરાતમાં પરિવર્તન દર્શાવવાનો અને ભાજપની છેલ્લી ઘડી આવી ગઈ હોવાનું છે. ઘડિયાળ બંધ થતાં જ ભાજપની સરકાર નહીં રહે તેવો દાવો પણ કોંગ્રેસ દ્વારા કરાયો છે.
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે સત્તાની કાઉન્ટડાઉન ઘડિયાળ લગાવાઈ હતી. પુર્વ કેન્દ્રીય મંત્રી પી ચીદમ્બરમે જગદીશ ઠાકોર રધુ શર્મા અને સુખરામ રાઠવાની હાજરીમાં આ ઘડિયાળનું અનાવરણ કરાયું હતું. આ ઘડિયાળ દ્વારા ગુજરાતમાં પરિવર્તનનો સમય આવી ગયો છે અને ભાજપની છેલ્લી ઘડી ગણાઈ રહી છે તેવું દર્શાવાઈ રહ્યું છે. 8 ડિસેમ્બર સુધી બાકી રહેલા દિવસ અને સમય દર્શાવતી આ ઘડિયાળ છે. જે દિવસે ઘડિયાળ બંધ થઈ તે દિવસે ભાજપની સરકાર નહિ રહે તેવો કોંગ્રેસ દ્વારા દાવો કરાયો છે.
આ કાઉન્ટડાઉન ઘડિયાળ વિશે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે, વર્ષ 2018 માં રાજસ્થાનમાં કોંગ્રેસ વિપક્ષમાં હતી. તે સયમે પણ લોકોની ભાવનાને પ્રદર્શિત કરવા અમે કાઉન્ટડાઉન ઘડીયાળ લગાવી હતી. ઘડિયાળના તમામ આંકડા શૂન્ય થતાં રાજસ્થાનમાં ભાજપની સરકાર ન હતી. ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે લગાવેલી ઘડિયાળ ગુજરાતની જનતાની ભાવનાને રિફ્લેક્ટ કરે છે. કોંગ્રેસે પ્રચાર દરમ્યાન અનુભવ્યુ કે ગુજરાતની જનતા પરિવર્તન ઇચ્છી રહી છે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ દિલ્હીના બદલે અહી દિવસો પસાર કરવા પડે છે. ગુજરાતની જનતા પરિવર્તન કરશે. જે દિવસે આ ઘડિયાળના તમામ આંકડા શુન્ય હશે એ દિવસે ગુજરામાં બીજેપીની સરકાર નહી હોય.
આમ, કોંગ્રેસ પરિવર્તનની ઘડિયાળ લઈને અનોખા પ્રચાર સાથે મેદાનમાં આવી છે. ત્યારે ઘડિયાળ લોન્ચ કરીને પી.ચિદમ્બરમે ગુજરાતના લોકોને અપીલ કરી કે, આ વખતે તમારા મતથી સરકાર બદલી નાંખો. આ વખતે ગુજરાતના લોકો કોંગ્રેસને તક આપે. ચૂંટણીમાં લોકો કોંગ્રેસ તરફી મતદાન કરે. તમે કોંગ્રેસનો ઈતિહાસ સારી રીતે જાણો છો. તમે કોંગ્રેસ પાર્ટીની સિદ્ધિઓથી વાકેફ છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે