Gujarat Election 2022: ગોધરામાં યોગી આદિત્યનાથનો ભવ્ય રોડ શૉ, કહ્યું; 'ગોધરા એ પરિવર્તનની ધરતી છે...'
Gujarat Election 2022: ગોધરાના લાલબાગ ખાતે સભામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતાં મુખ્યમંત્રી યોગી આદિત્યજીએ જણાવ્યું હતું કે ગોધરાએ પરિવર્તનની ધરતી છે. ગોધરાએ એકવાર સંકલ્પ લીધોને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ ગયું.
Trending Photos
Gujarat Election 2022: ગોધરા ખાતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યજીનો ભાજપ પ્રચાર માટે રોડ શો અને જાહેર સભા યોજાઈ હતી. ગોધરાના સરદાર નગર ખંડથી સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા બાદ રોડ શોની શરૂઆત કરી હતી. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને યોગી ચાહકો જોડાયા હતાં. રોડ શો બાદ યોગીએ ભવ્ય જાહેર સભા સંબોધી હતી.
ગોધરાના લાલબાગ ખાતે સભામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતાં મુખ્યમંત્રી યોગી આદિત્યજીએ જણાવ્યું હતું કે, ગોધરાએ પરિવર્તનની ધરતી છે. ગોધરાએ એકવાર સંકલ્પ લીધોને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ ગયું. કોંગ્રેસ અને આપ દેશના વિકાસમાં બેરીયર છે. હું એ કહેવા આવ્યો છું કે ગોધરા પરિવર્તન કારી ધરતી છે. ગોધરા એ એક વાર સંકલ્પ લઈ લીધો તો અયોધ્યામાં પણ રામ મંદિરનું નિર્માણ થઈ ગયું. વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા વધારી રાજનીતિને વિશ્વાસનું પ્રતીક મોદીજી એ બનાવી છે.
તેઓએ પોતાના સંબોધન દરમિયાન ગુજરાતી ભાષાનો પણ પ્રયોગ કર્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યજીએ રોડ શો પૂર્વે ગોધરાના સરદાર નગરખન્ડ પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ ચાચર ચોક થઈ લાલબાગ ટેકરી મેદાન સભા સ્થળે પહોંચ્યા હતા. યોગી આદિત્યજીના આગમનને લઈ ગોધરા વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટીસંખ્યામાં જનમેદની રોડ શો અને સભામાં સ્વંયભુ ઉમટી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી ગોધરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારના પ્રચાર માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યજીનો રોડ શો અને જાહેર સભા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યોગીજીના આગમનને લઈ ગોધરા વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. યોગીજીના રોડ શો રૂટ ઉપર મોટી સંખ્યામાં જનમેદની ખડકાઈ ગઈ હતી. જોકે અંતિમ તબકકામાં રોડ શો નો રૂટ ટૂંકાવવામાં આવ્યો હતો.
ગોધરા લાલબાગ ટેકરી મેદાન ખાતે યોજાયેલી જાહેરસભામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં મુખ્યમંત્રી યોગી આદિત્યજીએ કોંગ્રેસ સામે શાબ્દિક પ્રહાર કર્યા હતા. યોગીજીએ પોતાના ઉદ્દબોધન દરમિયાન જણાવ્યું હતું કે, રામભક્તોની બલિદાનની ધરતી ગોધરાની જનતાને મારા જય શ્રી રામ, રામ ભક્તોની બલિદાનની આ ધરતીને હું કોટી કોટી નમન કરું છું. શક્તિપીઠ પાવાગઢ પર 500 વર્ષ ધ્વજા લગાવવી એ ભારતની આસ્થા અને સન્માનનું પ્રતીક છે. વિષમ પરિસ્થિતિઓમાં દેશને નેતૃત્વ આપવાનું કામ ગોધરા અને ગુજરાતે કર્યું છે. ગાંધી અને સરદાર ગુજરાતની જ આ પાવન ધરાની દેન છે. સરદાર સાહેબની દ્રઢ ઇચ્છાશક્તિ સામે જૂનાગઢના નવાબને નાક રગડવુ પડ્યું હતું. હૈદરાબાદના નિજામને પણ સરદારે ભારત ગણ રાજ્યમાં ભેળવી દીધી હતી. જ્યારે કોંગ્રેસની સરકારે દેશને વિષમ સ્થિતિઓમાં મુક્યો ત્યારે ગુજરાતે જ દેશને નરેન્દ્ર મોદીના રૂપમાં સબળ નેતૃત્વ પૂરું પાડ્યું.
કોંગ્રેસના સમયે દેશમાં દરરોજ એક આતંકી ઘટના બનતી હતી. 20 વર્ષ પહેલાં જે બલિદાન ગોધરામાં થયું. રામભક્તોના એ બલિદાને ગુજરાતને એક મોડેલના રૂપમાં આગળ વધાર્યું અને તે સમયે ગુજરાતે કરફ્યુ પર કાયમ કરફ્યુ લગાવી દીધો. તેના બાદ ગુજરાતમાં કયારેય કોમી હુલ્લડોને લઇ કરફ્યુ લાગ્યો નથી. ગુજરાતમાં દરેક વ્યક્તિ સુરક્ષિત છે. વ્યાપાર વધી રહ્યો છે. ગુજરાતે વિકાસ અને સુરક્ષાનું જે મોડેલ આપ્યું છે આજે તેનું જ પરિણામ છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં દેશ આતંકવાદ અલગાવવાદથી મુક્ત થયો છે. કાશ્મીરમાં કલમ 370 હટાવી એમ જણાવતાં કહ્યું હતું કે નવા ભારતના નિર્માણમાં મોદી જીએ જે નેતૃત્વ આપ્યું છે તેને લીધે દેશ હાલ સારી સ્થિતિમાં છે.
ગોધરામાં રામભક્તોના બલિદાન અને મોદીજીના સક્ષમ નેતૃત્વને લઈ ભવ્ય રામ મંદિરનું નિર્માણ શરૂ થયું છે. અયોધ્યામાં રામ મંદિર દેશની આસ્થાનું સન્માન છે અને ગોધરાના રામભક્તોનું બલિદાન પ્રત્યે સન્માનનો ભાવ પણ છે. કોરોના કાળમાં દેશના લોકો સાથે ઉભા રહ્યા છીએ. આવા વિકટ સમયે પણ લોકોને ફ્રીમાં વેકશીન અને અનાજ આપ્યું છે. તમામ સરવે કહી રહ્યા છે ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. પરંતુ જીત સામાન્ય નહિ અસામાન્ય થવી જોઈએ. જે લોકો આપની સુરક્ષા સન્માન અને સમૃદ્ધિ વચ્ચે બેરીયર બનીને ઉભા છે એમને હટાવો અને માત્રને માત્ર કમળ જ કમળ ખીલાવો.
કોંગ્રેસ અને આપ દેશના વિકાસમાં બેરીયર છે. હું એ કહેવા આવ્યો છું કે ગોધરા પરિવર્તન કારી ધરતી છે. ગોધરા એ એક વાર સંકલ્પ લઈ લીધો તો અયોધ્યામાં પણ રામ મંદિરનું નિર્માણ થઈ ગયું. વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા વધારી રાજનીતિને વિશ્વાસનું પ્રતીક મોદીજી એ બનાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે