GUJARAT ના આ જિલ્લા જેવી તૈયારી હોય તો કોરોના તો શું કોઇને ટાઢીયો તાવ પણ ન આવે
Trending Photos
આણંદ : દેશમાં કોરોનાનાં ઓમિક્રોન વેરીયન્ટએ એન્ટ્રી લીધી છે,ત્યારે આણંદ જિલ્લામાં કોરોનાં નિયંત્રણ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તમામ વેપારીઓ અને ઓફીસોમાં કામ કરતા કર્મચારીઓ માટે કોવીડ વેકસીનેશનો પ્રથમ ડોઝ ફરજીયાત કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જયારે બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ કોવીડ વેકસીનેશન માટે આશા વર્કરોની મદદથી ધરે ધરે ફરીને વેકસીનનાં ડોઝ લેવામાં બાકી રહેલા લોકોનું વેકસીન કરવામાં આવી રહ્યું છે.
આણંદ જિલ્લામાં કોરોનાં નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા વેકસીનેશન અભિયાન અંતર્ગત ગામે ગામ ફરીને લોકોને વેકસીન મુકવામાં આવી રહી છે. જિલ્લામાં ચુંટણી કાર્ડ અનુસાર 17 લાખ જેટલા લોકો કોવીડ વેકસીનેશન માટે પાત્રતા ધરાવતા હોઈ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ગામે ગામ ધરે ધરે ફરીને સર્વે કરતા કેટલાક લોકો સ્થળાંતર કરી ગયા છે. કેટલાક લોકો વિદેશ ગયા છે અને કેટલાક લોકો મૃત્યુ પામ્યા હોઈ જે બાદ કરતા હવે માત્ર 30 હજાર લોકોનું વેકસીનેશન બાકી રહ્યું છે. તે માટે આરોગ્ય વિભાગની ટીમો સર્વે કરી લોકોનું વેકસીનેશન કરી રહી છે.
શહેરી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા બજારોમાં ફરીને મોબાઈલ વાન દ્વારા લોકોનું વેકસીનેશન કરવામાં આવી રહ્યું છે. તેમજ બીજા ડોઝમાં 98.8 ટકા લોકોને બીજો ડોઝ મુકી દેવામાં આવ્યો છે,અને હવે માત્ર 1.2 ટકા લોકો જ બીજા ડોઝમાં બાકી છે. તેઓને પણ ફોન દ્વારા સંપર્ક કરી બીજો ડોઝ મુકવા જણાવવામાં આવી રહ્યું છે. જયારે જિલ્લાનાં અધિક મેજીસ્ટ્રેટ કે.વી વ્યાસે જાહેરનામું પ્રસિદ્ધ કરીને તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓ માટે વેકિસનનો પ્રથમ ડોઝ ફરજિયાત કરવામાં આવ્યો છે. તેમજ તમામ નાગરીકોને વેકીસનનાં બન્ને ડોઝ લેવા અપીલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે