ગરીબ ખેડૂત પરિવારની આ દીકરીએ ગુજરાતનું નામ રોશન કર્યું; એથલેન્ટિક્સની રમતમાં 40થી વધુ મેડલો મેળવ્યા

પાટણ જિલ્લાના હાજીપુર ગામમાં ગરીબ ખેડૂત પરિવારની દીકરીએ એથલેન્ટિક્સની રમતમાં અથાગ મહેનત થકી ગોલ્ડ, સિલ્વર, બ્રોન્જ મેડલો મળી કુલ 40થી વધુ મેડલો મેળવ્યા છૅ તો અનેક ટ્રોફીઓ પણ મેળવી છૅ.

ગરીબ ખેડૂત પરિવારની આ દીકરીએ ગુજરાતનું નામ રોશન કર્યું; એથલેન્ટિક્સની રમતમાં 40થી વધુ મેડલો મેળવ્યા

પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણ જિલ્લાના હાજીપુર ગામમાં ગરીબ ખેડૂત પરિવારની દીકરીએ આખા ગામનું નામ ગુજરાત તેમજ ભારત ભરમાં રોશન કર્યું છૅ. ખેડૂત પરિવારની દીકરીએ એથલેન્ટિક્સની રમતમાં અથાગ મહેનત થકી ગોલ્ડ, સિલ્વર, બ્રોન્જ મેડલો મળી કુલ 40થી વધુ મેડલો મેળવ્યા છૅ તો અનેક ટ્રોફીઓ પણ મેળવી છૅ. તાજેતરમાં વર્લ્ડ યુનિવર્સીટી સ્પર્ધા ચાઈના ખાતે આ દીકરી બે વાર કવોલિફાઈડ થનાર પ્રથમ ગુજરાતી ખેલાડી રહેવા પામી છૅ. આ સિવાય આ દીકરીએ ગુજરાત તેમજ આંતર રાષ્ટ્રીય લેવલે યોજાતી અથલેન્ટિક્સમાં પણ ભાગ લઇ ઉત્કર્સ દેખાવો કર્યો છૅ.

પરિશ્રમ કરનાર માનવીને પહાડ પણ સર કરવો મુશ્કેલ નથી જે કહેવત સાર્થક કરનાર એક નાનકડા ગામની દીકરીએ કરી બતાવ્યું છૅ. આપડે વાત કરવા જઈ રહ્યા છીએ, પાટણ તાલુકાના હાજીપુર ગામની અને આ ગામની ઓળખ આજે નીમા ઠાકોરથી થવા પામી છૅ. હાજીપુર ગામે ખેડૂત પરિવારની દીકરી નીમા ઠાકોર વર્ષ 2010માં અથલેન્ટિકસ રમતમાં રસ દાખવી તેને રમત ગમત ક્ષેત્રમાં શરૂઆત કરી અને કોચ રમેશ ભાઈના હાથ નીચે ગામમાં આવેલ રૂક્ષમણી વિદ્યાલય ખાતે ટ્રેનિંગ મેળવવાંની શરૂઆત કરી અને રીમા ઠાકોરે અથાગ મહેનત સાથે ક્રોસ કન્ટ્રી, હાફ મેરેથોન, ફૂલ મેરેથોન સ્પર્ધામાં જિલ્લા, રાજ્ય અને આંતર રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઇ ગામ અને દેશનું ગૌરવ વધાર્યું છૅ.

No description available.

રીમા ઠાકોરે તાજેતરમાં વર્લ્ડ યુનિવર્સીટી સ્પર્ધામાં ચાઈના ખાતે નીમાએ બે વાર કવોલિફાઈડ થનાર પ્રથમ ગુજરાતી ખેલાડી રહેવા પામી છૅ અને વિજેતા પણ બની છૅ, જે ખુબ જ ગૌરવ લેવા જેવી બાબત છૅ. તો નીમાના પરિવારે પણ નીમાને રમત ગમત ક્ષેત્ર માં ખુબજ પ્રોત્સાહન પૂરું પાડ્યું છૅ. માધ્યમ વર્ગનું પરિવાર હોવા છતા પરિશ્રમ કરીને પણ પરિવારે આર્થિક મોટા ખર્ચાઓ કરી નીમાને મદદ રૂપ બન્યા છૅ. જેને લઇ નીમા ઠાકોર આજે આ સિદ્ધિ હાંસલ કરી છૅ. જેને લઇ પરિવારમાં પણ ખુશી જોવા મળી હતી.

નીમા ઠાકોરે વર્ષ 2010થી રમત ગમત ક્ષેત્રમાં ઝંપલાવી અથાગ મહેનત કરી તાલુકા, જિલ્લા, રાજ્યની એથલેન્ટિકસ રમત માં ભાગ લઇ સિલ્વર, ગોલ્ડ અને બ્રોન્જ મેડલો પણ મેળવ્યા તો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પણ ભાગ લઇ અનેક મેડલો મેળવી દેશનું નામ રોશન કર્યું છૅ. તાજેતરમાં વર્લ્ડ યુનિવર્સીટી સ્પર્ધામાં નીમા ઠાકોરે ચાઇના ખાતે મેરેથોન દોડમાં ભાગ લઇ 21 કિલોમીટરની દોડ 1 કલાક 22 મિનિટમાં પૂર્ણ કરી કવોલીફાઈડ થનાર પ્રથમ ગુજરાતી ખેલાડી બની છૅ, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છૅ. આ સિવાય અન્ય દોડ પણ ઐતિહાસિક સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી છૅ. 

No description available.

નીમા ઠાકોરે હાજીપુર ગામનું નામ રોશન કર્યું છૅ. જેને લઇ ગામની અન્ય દીકરીઓ પણ રમત ગમત ક્ષેત્રમાં પ્રેરાઈ છૅ અને હાજીપુર રૂક્ષમણી વિદ્યાલય ખાતે કોચ રમેશ ભાઈના હાથ નીચે ટ્રેનિંગ મેળવી રહ્યા છૅ. સામાન્ય રીતે ઠાકોર સમાજમાં શિક્ષણનું સ્તર ખુબ જ નીચું જોવા મળી રહ્યું છૅ પણ નીમા ઠાકોર શિક્ષણની સાથે રમત ગમત ક્ષેત્રમાં પણ આગવું સ્થાન પ્રપ્ત કર્યું છૅ. તે પ્રકારે ગામની દીકરીઓ પણ શિક્ષણ સાથે રમત ગમતમાં અથાગ મહેનત કરી નીમા ઠાકોરની જેમ આગવી ઓળખ ઉભી કરવાની પહેલ કરી છૅ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news