Gujarat Cyclone Effect: શક્તિશાળી બિપરજોયે ગુજરાતમાં કેટલો વિનાશ વેર્યો? સરકારે કહ્યું- કોઈનું મોત નથી થયું, તમામ માહિતી જાણો

હવામાન ખાતાએ આપેલી લેટેસ્ટ જાણકારી મુજબ બિપરજોય વાવાઝોડું હાલ જખૌ બંદરથી 70 કિમી દૂર છે અને નલિયાથી 50 કિમી દૂર છે. વાવાઝોડું હવે ગુજરાતથી દૂર થઈ રહ્યું હોય તેવું લાગે છે. આ અગાઉ વાવાઝોડું નલિયાથી 30 કિમી દૂર હતું. આ વાવાઝોડાની દિશાની વાત કરીએ તો તે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. તેના પ્રભાવથી ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં આજે ભારે વરસાદની આગાહી  કરાઈ છે.

Gujarat Cyclone Effect: શક્તિશાળી બિપરજોયે ગુજરાતમાં કેટલો વિનાશ વેર્યો? સરકારે કહ્યું- કોઈનું મોત નથી થયું, તમામ માહિતી જાણો

હવામાન ખાતાએ આપેલી લેટેસ્ટ જાણકારી મુજબ બિપરજોય વાવાઝોડું હાલ જખૌ બંદરથી 70 કિમી દૂર છે અને નલિયાથી 50 કિમી દૂર છે. વાવાઝોડું હવે ગુજરાતથી દૂર થઈ રહ્યું હોય તેવું લાગે છે. આ અગાઉ વાવાઝોડું નલિયાથી 30 કિમી દૂર હતું. આ વાવાઝોડાની દિશાની વાત કરીએ તો તે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. તેના પ્રભાવથી ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં આજે ભારે વરસાદની આગાહી  કરાઈ છે. આ વાવાઝોડાની ગઈકાલે સાંજે ગુજરાતના કાંઠે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ હતી જે મોડી રાત સુધી ચાલી. બિપરજોયના કારણે ગુજરાતના કાંઠા વિસ્તારોમાં 125થી 140 કિમી પ્રતિ કલાકનો પવન ફૂંકાયો ત્યારબાદ તેમાં ઘટાડો થઈને 187 કિમી પ્રતિ કલાક સુધી પહોંચ્યો હતો. ભારે પવનના કારણે વીજ થાંભલા પડ્યા, ઝાડ ઉખડી ગયા, અનેક ગામોમાં વીજ પૂરવઠો ખોવાયો. 

— India Meteorological Department (@Indiametdept) June 16, 2023

વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિ
હવામાન વિભાગના ડાઈરેક્ટર ડો. મનોરમા મોહંતીએ વાવાઝોડા વિશે માહિતી આપતા કહ્યું કે વેરી સિવિયર સાયકલોનીક સ્ટોર્મ ઉત્તર પૂર્વ થી સૌરાષ્ટ્ર કચ્છ કોસ્ટ ક્રોસ કર્યું છે. જખૌ પોર્ટ પાસે રાતે 10.30થી 11.30 દરમિયાન ક્રોસ કર્યું. રાત્રે 11 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી લેન્ડફોલ પ્રોસેસ રહી હતી. લેન્ડફોલ સમય 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાક થી લઈને 140 કિલોમીટર સુધી પવન રહ્યો. જખૌ પોર્ટ થી 10 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં થી વાવાઝોડું પસાર થયું હતું. વાવાઝોડાના આંખનું સંપૂર્ણ લેન્ડ ફોલ 10:30 થી 11:30 સુધી થયું. હાલ વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છ ઉપર યથાવત છે. વાવાઝોડાને નબળું પડતા થોડો સમય લાગશે. વાવાઝોડું વીક પડીને સાયકલોનિક સ્ટોર્મ થશે અને બાદમાં ડિપ્રેશન બની વાવાઝોડું પૂર્ણ થશે. આજે સાંજે અથવા તો આવતીકાલે સવાર સુધીમાં વાવાઝોડું સીવીયર સાયકલોન માંથી સાયકલોનિક સ્ટોર્મ અને બાદમાં ડિપ્રેશનમાં પરિણમશે. વાવાઝોડાને કારણે હજુ 60 થી 70 km ની ઝડપે પવન ફૂંકાશે તેમજ ભારે વરસાદ પણ રહેશે. જો કે કાલ કરતાં પવનની ગતિ ઓછી રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં ભારથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છ દ્વારકા જામનગર માં ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ રહી શકે છે. હજુ પણ ફિશરમેન વોર્નિંગ યથાવત છે. તેમજ દરિયામાં Lcs 3 સિગ્નલ લગાવાશે. આ પહેલા ગ્રેડ લાઈન 9 અને ગ્રેડ લાઈન 10 સિગ્નલ આપવામાં આવ્યું હતું જે હટાવાશે. Lcs 3 સિગ્નલ નો મતલબ હજુ પણ પૂર આવવાની શક્યતા રહેલી છે. હાલ વાવાઝોડાની આઈ દેખાઈ નથી રહી. જ્યારે આઈ દેખાતી હતી ત્યારે તે 50 કિલોમીટર માં ફેલાયેલી હતી. આજે પૂરું વાવાઝોડું પૂર્ણ નહીં થાય પરંતુ સાંજે અથવા તો આવતીકાલ સવાર સુધીમાં ડિપ્રેશન બનીને પૂર્ણ થશે તેવી શકયતા સૌથી વધુ ગાંધીધામમાં 67 cm વરસાદ નોંધાયો. 

વાવાઝોડાએ  કેટલો વિનાશ વેર્યો
રાહત કમિશનર આલોક શર્માએ એમ પણ કહ્યું કે તોફાનના કારણે લગભગ 22 લોકો ઘાયલ થયા છે. હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી. 23 પશુઓ માર્યા ગયા છે જ્યારે 524 ઝાડ ઉખડી ગયા છે અને કેટલીક જગ્યાએ વીજળીના થાંભલા પડી ગયા છે. જેના કારણે 940 ગામોમાં વીજળી નથી. બિપરજોય વાવાઝોડાની ભારે અસર નલિયા અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી. છેલ્લા બે કલાકથી પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદની ગતિમાં સમયાંતરે વધઘટ થતી જોવા મળી રહી છે. વાવાઝોડાને કારણે નલિયા અને આસપાસના વિસ્તારોમાં થયું નુકસાન. વૃક્ષો ધરાશાયી થવા, પતરા ઉડી જવા, કાચા મકાનોની દીવાલ પડી જવી, તેમજ ભુજથી નલિયા સુધીની રોડ કનેક્ટિવિટીને નુકસાન પહોંચ્યું. ભુજથી નલિયા તરફ આવતા માર્ગોમાં અનેક વૃક્ષ ધરાશાયી થયા. 

— ANI_HindiNews (@AHindinews) June 15, 2023

કચ્છમાં અસર
મોડી રાતથી અત્યાર સુધી કચ્છ જિલ્લામાં અતિભારે પવન ફૂંકાયો. સમયાંતરે ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસ્યો. હજીપણ અતિ ભારે પવન ફૂંકાવાનું યથાવત છે. સાયક્લોન ધીમે ધીમે કચ્છ જિલ્લાથી આગળ વધી રહ્યું છે. હાલ જખૌથી 40km અને નલિયાથી 30 km દૂર થયું ચક્રવાત. હાલ ચક્રવાત સિવિયર સાયક્લોનિક સ્ટોર્મની કેટેગરીમાં છે. તબક્કાવાર તેમાં ઘટાડો થઈ રહ્યો છે. 

— ANI (@ANI) June 16, 2023

માંડવીમાં પણ રાત્રે અસર જોવા મળી. માંડવીમાં અનેક વૃક્ષો ધરાશયી થઈ ગયા છે. ભારે પવનના કારણે માંડવીમાં ગૌરવ પથ તળાવ નજીક વૃક્ષો ધરાશયી થયા. વહીવટી તંત્રએ આગોતરું આયોજન કરતા JCB થી વૃક્ષ હટાવી રસ્તા ક્લિયર કરાવ્યા.

— ANI (@ANI) June 16, 2023

મોરબીમાં 300 વીજ થાંભલા પડ્યા
બિપરજોયના કારણે મોરબીમાં ભારે પવન ફૂંકાયો અને 300 જેટલા વીજળીના થાંભલા પડી ગયા. આ કારણે અનેક ઠેકાણે અંધારપટ પણ છવાઈ ગયો. 

— ANI Digital (@ani_digital) June 16, 2023

વાવાઝોડાના કારણે કોઈ મોત નથી થયું
ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે અત્યાર સુધી કોઈ મૃત્યુના સમાચાર નથી. એટલે કે આ વાવાઝોડાના કારણે કોઈનું મોત થયું હોય  તેવા કોઈ અહેવાલ હજુ સુધી આવ્યા નથી. 

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news