અમદાવાદીઓના માથે મોટો ખતરો, લંડનથી આવેલી મહિલા ઓમિક્રોન પોઝિટિવ નીકળી, કુલ 10 કેસ

ગુજરાતમાં કોરોનાના કેસ અને ઓમિક્રોન કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 15 ડિસેમ્બરે અમદાવાદ સિવિલ કેમ્પસની 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયેલા 48 વર્ષીય આણંદના રહેવાસીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દી લંડનથી દુબઇ અને દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર આવતા કોરોના સંક્રમિત માલૂમ પડ્યો હતો. તો બીજી તરફ, રાજ્યમાં ઓમિક્રોનના વધુ 2 કેસ નોંધાયા છે. ગાંધીનગર અને આણંદમાં 1-1 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ઓમિક્રોનના કુલ 10 કેસ થયા છે. UK થી પરત ફરેલા મુસાફરો ઓમિક્રોન સંક્રમિત નીકળ્યા છે. હાલ બંનેની સારવાર ચાલુ છે. 
અમદાવાદીઓના માથે મોટો ખતરો, લંડનથી આવેલી મહિલા ઓમિક્રોન પોઝિટિવ નીકળી, કુલ 10 કેસ

બ્રિજેશ દોશી/અમદાવાદ :ગુજરાતમાં કોરોનાના કેસ અને ઓમિક્રોન કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 15 ડિસેમ્બરે અમદાવાદ સિવિલ કેમ્પસની 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયેલા 48 વર્ષીય આણંદના રહેવાસીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દી લંડનથી દુબઇ અને દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર આવતા કોરોના સંક્રમિત માલૂમ પડ્યો હતો. તો બીજી તરફ, રાજ્યમાં ઓમિક્રોનના વધુ 2 કેસ નોંધાયા છે. ગાંધીનગર અને આણંદમાં 1-1 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ઓમિક્રોનના કુલ 10 કેસ થયા છે. UK થી પરત ફરેલા મુસાફરો ઓમિક્રોન સંક્રમિત નીકળ્યા છે. હાલ બંનેની સારવાર ચાલુ છે. 

અમદાવાદ સિવિલ મેડીસીટીની 1200 બેડ હોસ્પિટલમાં ઓમીક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ હતો. 48 વર્ષના મૂળ આણંદના રહેવાસી દર્દીનું સેમ્પલ જીનોમ સિકવન્સીગ માટે મોકલવામાં આવ્યું હતું. દર્દીને 1200 બેડ હોસ્પિટલમાં ઉભા કરાયેલા ઓમિક્રોનના અલાયદા વોર્ડમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. શંકાસ્પદ દર્દી લંડનથી દુબઈ અને દુબઈથી અમદાવાદ આવ્યા હતા. સવારે અમદાવાદ એરપોર્ટ પર આવેલી ફ્લાઈટમાં તમામ મુસાફરોના કોરોના ટેસ્ટ કરાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

ઓમિક્રોને ગુજરાતમાં ચિંતા વધારી
ગુજરાતમા ઓમિક્રોન ચિંતાજનક રીતે વધી રહ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, વડોદરા, મહેસાણા અને હવે ગાંધીનગર અને આણંદ સુધી કોરોના પહોંચી ગયો છે. હવે રાજ્યમાં ઓમિક્રોનના કુલ 10 કેસ થયા છે. રાજ્યમાં ઓમિક્રોનના જામનગરમાં 3, વડોદરામાં 2, સુરતમાં 2, આણંદમાં 1, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 1 દર્દીમાં કોવિડના નવા વેરિયન્ટ એટલે કે ઓમિક્રોન પોઝિટિવ નોંધાયા છે.

એક તરફ ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટના આયોજનની તૈયારીઓ ચાલી રહી છે, ત્યા બીજી બાજુ ઓમિક્રોનના વધી રહેલા કેસોએ રાજ્ય સરકારની ચિંતા વધારી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news