GUJARAT CORONA UPDATE: ચેતી જજો! બે દિવસમાં કોરોના કેસ ઘટ્યા પરંતુ એક્ટિવ કેસમાં વધારો

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 4776 એક્ટિવ કેસ છે. જેમાંથી 07 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 4769 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,27,001 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે

GUJARAT CORONA UPDATE: ચેતી જજો! બે દિવસમાં કોરોના કેસ ઘટ્યા પરંતુ એક્ટિવ કેસમાં વધારો

ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. તેને અર્થ એમ નથી કે કોરોનાનો ખતરો ઘટી ગયો છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 600 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 644 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 500 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રહાતની વાત એ છે કે રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.73 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 4776 એક્ટિવ કેસ છે. જેમાંથી 07 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 4769 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,27,001 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,954 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 268 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 70, વડોદરા કોર્પોરેશનમાં 32, ભાવનગર કોર્પોરેશનમાં 23, ગાંધીનગર કોર્પોરેશનમાં 15, રાજકોટ કોર્પોરેશનમાં 5, જામનગર કોર્પોરેશનમાં 2 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણામાં 36, સુરત 20, પાટણ 19, કચ્છ 17, ગાંધીનગર 16, રાજકોટ 16, વડોદરા 14, ભાવનગર 09, દેવભૂમી દ્વારકા 09, વલસાડ 09, અમરેલી 08, અરવલ્લી 08, ભરૂચ 08, સુરેન્દ્રનગર 08, આણંદ 07, અમદાવાદ 04, ખેડા 04, નવસારી 04, પોરબંદરમાં 03, સાબરકાંઠા 03, મોરબી 02, બનાસકાંઠા 01, દાહોદ 01, જૂનાગઢ 01 અને તાપીમાં 01 કેસ નોંધાયા છે.

જો હવે ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 254 દર્દીઓ સાજા થયા છે. સુરત કોર્પોરેશનમાં 76, ગાંધીનગર કોર્પોરેશનમાં 17, રાજકોટ કોર્પોરેશનમાં 04 અને જામનગર કોર્પોરેશનમાં 04 દર્દીઓ સાજા થયા છે. જ્યારે મહેસાણામાં 31, સુરત 28, પાટણ 03, કચ્છ 09, ગાંધીનગર 04, રાજકોટ 04, વડોદરા 12, વલસાડ 13, અમરેલી 09, ભરૂચ 04, સુરેન્દ્રનગર 02, અમદાવાદ 05, ખેડા 06, નવસારી 08, પોરબંદરમાં 04, મોરબી 02, તાપીમાં 01 અને ડાંગમાં 01 દર્દીઓ સાજા થયા છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 45,912 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 326 ને રસીનો પ્રથમ અને 846 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 38 ને રસીનો પ્રથમ અને 153 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 6,110 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 904 ને રસીનો પ્રથમ અને 516 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 37,019 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,24,97,292 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news