GUJARAT CORONA UPDATE: રાજ્યમાં આજે 8 લાખી વધુનું રસીકરણ, નવા 12 કેસ અને 12 સાજા થયા
રાજ્યમાં કોરોનાના (Coronavirus) નવા માત્ર 12 કેસ જ નોંધાયા છે. તો બીજી તરફ 12 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,15,191 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી (Covid-19) સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે
Trending Photos
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના (Coronavirus) નવા માત્ર 12 કેસ જ નોંધાયા છે. તો બીજી તરફ 12 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,15,191 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી (Covid-19) સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. ત્યારે રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 8 લાખથી વધુનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ઓગષ્ટ મહિનામાં 1.34 કરોડ કોવિડ-19 રસીના ડોઝ (Corona Vaccine Dose) અપાયા છે. રાજ્યમાં 70.20 ટકા લાયક વ્યક્તિઓ કોવિડ-19 ની રસીના પ્રથમ ડોઝથી આરક્ષિત કરાયા છે. રાજ્યમાં કુલ 4.62 કરોડથી વધુ રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું છે. ત્યારે જો એક્ટિવ કેસ (Active Case) ની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 150 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે. 147 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,191 નાગરિકો સાજા થઇ ચુક્યા છે.
આ પણ વાંચો:- VALSAD ના ઉમરગામમાં આભ ફાટ્યું, 12 કલાકમાં 12 ઇંચ વરસાદ, કલેક્ટર સહિતનો સ્ટાફ દોડતો થયો
કોરોના (Covid) ને કારણે 10,081 નાગરિકોના અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી. ત્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 2 એમ કુલ 12 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 1, જામનગરમાં 2 અને મહેસાણામાં 1 એમ કુલ 12 દર્દી સાજા થયા છે.
આ પણ વાંચો:- બે કિડનીનું શું કરશો એક કિડની પર પણ જીવી શકાય, એક કિડની વેચો અને કરોડપતિ બનો! જુઓ કૌભાંડ
જો રસીકરણ (Vaccination) ની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 40 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 6,268 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 1,14,679 નાગરિકોને રસીનો પ્રથમ અને 1,13,447 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 3,83,354 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 1,83,387 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 8,01,175 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 4,62,70,665 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે