કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવૃત્ત સૈનિકોની માંગણીઓ સામે પટારો ખોલ્યો, જાણો શું આપ્યું નિવેદન?
આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને રાજ્યમાં ચાલી રહેલા સાંપ્રત મુદ્દાઓ પર નિવેદનબાજી કરી હતી. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રધાનમંત્રીના જન્મ દિવસની સુભકામનાઓ સાથે આકરા પ્રહારો કર્યા હતા.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં ત્રિપાંખિયો જંગ જામે તેવી પુરેપુરી શક્યતાઓ દેખાઈ રહી છે. હવે ત્રણેય પક્ષો એક બીજા પર આક્ષેપો કરીને નિવેદનબાજી કરી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને રાજ્યમાં ચાલી રહેલા સાંપ્રત મુદ્દાઓ પર નિવેદનબાજી કરી હતી. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રધાનમંત્રીના જન્મ દિવસની સુભકામનાઓ સાથે આકરા પ્રહારો કર્યા હતા.
જગદીશ ઠાકોરે PM મોદીને પાઠવી શુભકામના
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પીએમ નરેન્દ્ર મોદીને શુભકામના આપતા આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ગાય દીઠ રૂ. 30 આપવાની યોજના આજે લાગુ થાય તો સારું છે. આંગણવાડી બહેનોને તેમના હક્ક મળે તેવી ઉજવણી કરો. જ્યારે ડ્રગ્સના દૂષણને ઝેર કરી ઉજવણી કરીએ.
નિવૃત્ત સૈનિકોના આંદોલનને કોંગ્રેસનું સમર્થન
નિવૃત્ત સૈનિકોના આંદોલન અંગે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી સેનામાંથી નિવૃત્ત થયેલા જવાનો આંદોલન કરી રહ્યા છે. ચિલોડાથી મંત્રીઓની કમિટી મળવા ગઈ ત્યારે પોલીસ દ્વારા તેમના પર લાઠીચાર્જ થયો. આ લાઠીચાર્જમાં એક નિવૃત્ત સૈનિકનું મૃત્યુ થયું હતું. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારના દ્રશ્યો માનવતાને શરમાવે તેવા હતા. વહેલું પીએમ થાય તેવું ષડયંત્ર અધિકારીઓ કરી રહ્યા હતા. શાહિદનો દરજ્જો અને એક કરોડ રૂપિયાનું વળતર આપવાની વાત કરી હતી. મૃત્યુ પામનારાના પુત્ર જે પોલીસમાં છે તેમના પર દબાણ કરવામાં આવ્યું. નિવૃત્ત જવાનોની માંગણીઓથી ભાજપ સરકાર મોં ફેરવી રહી છે. સરકાર છેલ્લા 5 દિવસથી વાટાઘાટો પણ કરતી નથી.
જગદીશ ઠાકોરે ઉમેર્યું હતું કે, પૂર્વ સૈનિકોના હક્ક – અધિકારની વ્યાજબી માંગને અમાકું સંપૂર્ણ સમર્થન છે. જો અમારી સરકાર બનશે તો સર્વિસ દરમિયાન મુત્યુ પામેલાના પરિવારમાંથી કોઇ એકને નોકરી. પૂર્વ સૈનિકને મળતુ 10% અનામતનો ચુસ્તપણે પાલન. સૈનિકોને ન્યાય અને સન્માન મળે તે માટે પ્રતિબધ્ધ રહીશું. જે પૂર્વ સૈનિકને નોકરી ન મળે તેને ખેતીની જમીન અથવા શહેરમાં પૂર્વ સૈનિકને રહેઠાણ માટે પ્લોટની વ્યવસ્થા, પૂર્વ સૈનિકના સંતાનને ધો.12 પછીના ઉચ્ચ અભ્યાસમાં રિઝર્વ સીટ, માજી સૈનિકોને કોન્ટ્રાક્ટ પધ્ધતિથી બાદ રાખીને સીધી ભરતીમાં રાખવા આવશે, દરેક જિલ્લામાં સૈનિકના પરિવાર માટે સમસ્યાના સમાધાન માટે અલગથી વ્યવસ્થા, પૂર્વ સૈનિકના રાજ્યમાં મળતી નોકરીમાં સૈનામાં કરેલી નોકરી સળંગ ગણવામાં આવશે, પૂર્વ સૈનિકો માટે 5 વર્ષનો ફીક્સ પગાર વાળી નીતિ નિયમો નાબૂદ કરવામાં આવશે. પૂર્વ સૈનિકને નોકરી તેના માદરે વતનમાં અથવા નજીકમાં પોસ્ટીંગ મળે તે માટે પ્રાથમિકતા, પૂર્વ સૈનિકનો વ્યવસાય વેરો માફ કરવામાં આવશે.
જગદીશ ઠાકોરે ઉમેર્યું હતું કે, નિવૃત્ત સૈનિકો છેલ્લા કેટલાંક સમયથી ગાંધીનગરમાં ધામા નાંખ્યા છે. પડતર માંગણીઓ સરકારે ન સ્વિકારતાં આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પરંતુ સરકારે નિવૃત કર્મચારીઓ પર લાઠી ચાર્જ કર્યો. જેમાં આંદોલન દરમિયાન એક નિવૃત જવાને જીવ ખોવાનો વારો આવ્યો છે. દેશની રક્ષા કરનારા જવાનો પોતના હક માંગવા મેદાને ચઢ્યા છે. ત્યારે નિવૃત જવાનોની માંગ આંદોલન દરમિયાન જીવ ગુમાવનારને શહિદનો દરજ્જો આપવા માંગ અને મૃતક જવાનનો પુત્ર પોલીસમાં નોકરી કરતો હતો તેના પર દબાણ કરી મૃતદેહ લેવા મજબુર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે