સ્વતંત્રતા પર્વની ઉજવણીના પ્રસંગે કોંગ્રેસ પ્રમુખે આડકતરી રીતે ભાજપ-RSS પર કર્યા પ્રહારો
આજે દેશમાં એક ચોક્કસ વિચારધારા દેશી તમામ વ્યવસ્થાઓ પર કબજો મેળવવાનો પ્રયાસ કરી રહી છે જયાં વ્યક્તિની સ્વતંત્રતાને દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
Trending Photos
અમદાવાદ: અમદાવાદના કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય રાજીવગાંધી ભવન ખાતે દેશના 72મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી આ પ્રસંગે શહિદોને યાદ કરતાં અમિત ચાવડાએ કહ્યું કે અંગ્રેજોએ આ દેશને ગુલામ બનાવ્યો ત્યારે ગુજરાતના સપુત મહત્મા ગાંધીની આગેવાની હેઠળ સરદાર પટેલ અને નહેરૂ જેવા અનેક આગવાનો એ આઝાદીની લડાઇમાં પોતાની યુવાની અને સર્વસ્વ લૂંટાવ્યું હતું.
અનેક નવ લોહીયા યુવાનોએ પોતના જીવ દેશ માટે બલિદાન કર્યા હતા ત્યારે આઝાદી પ્રાપ્ત થઇ હતી આજની દેશની સાંપ્રત પરિસ્થિતિની વાત કરીએ તો ભુતકાળામાં જેમ અંગ્રેજોએ પોતની નિતીઓ અને વિચારધારા પ્રમાણે દેશની તમામ વ્યવસ્થા પર કબજો મેળવ્યો હતો. એમ આજે દેશમાં એક ચોક્કસ વિચારધારા દેશી તમામ વ્યવસ્થાઓ પર કબજો મેળવવાનો પ્રયાસ કરી રહી છે જયાં વ્યક્તિની સ્વતંત્રતાને દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આવા સમયમાં દેશના કોઇ પણ નાગરીકને અન્યાય થતો હોય તેની આઝાદી હણાવાનો પ્રયાસ થતો હોય તેને અધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ થતો હોય ત્યારે કોંગ્રેસ હંમેશ માટે આવી વિચારધારા સાથે લડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે