આંકડાની માયાજાળ : ગાંધીનગરમા મંત્રીઓ માટે બનાવેલા 42 બંગલાઓનું સિક્રેટ, 26 નંબર કેવી રીતે બન્યો લકી
Gujarat CM Bunglow : ગાંધીનગરમાં મંત્રીઓ માટે કુલ 42 બંગલા બનાવાયા છે. જેમા અલગ અલગ નંબરના બંગલાઓને લઈને અલગ અલગ માન્યતાઓ છે
Trending Photos
ચિંતન ભોગાયતા/અમદાવાદ :ગુજરાતના મુખ્યમંત્રી બને એમને કેમ નિવાસ માટે 26 નંબરનો જ બંગલો ફાળવવામાં આવે છે. આ 26 નંબરના બંગલાને મુખ્યમંત્રી પદ સાથે શું છે સંબંધ. એવું તો શું રહસ્ય છે 26 નંબરના બંગલામાં આવો જોઈએ એ પાછળ એક રહસ્ય છે.
આ એ સમયની વાત છે જ્યારે નરેન્દ્ર મોદીએ 26 નંબરના બંગલાને મુખ્યમંત્રીનું નિવાસસ્થાન બનાવી દીધું. ગુજરાતના હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ જ બંગલામાં રહે છે. પણ નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી એ પાછળ પણ એક રહસ્ય હતું. અને એ રહસ્ય એ હતું 26 નંબરના બંગલા માટે પ્રવર્તતિ એક માન્યતા. માન્યતા હતી કે આ શુકનિયાળ બંગલામાં જે રહે એ મોટાભાગે સમય જતાં મુખ્યમંત્રી બને છે. એક નંબરનો બંગલો જ્યાં મુખ્યમંત્રીઓ રહેતા તે બંગલો સરકારી ઓફિસમાં ફેરવાઈ ગયો છે. ચાલો હવે સમયમાં થોડા પાછળ જઈએ અને 26 નંબરના બંગલાને રાજકારણમાં ભાગ્યશાળી કેમ માનવામાં આવે છે એના કેટલાંક ઉદાહરણો જોઈએ.
એ સમયની વાત છે જ્યારે કોંગ્રેસનો સૂરજ તપતો હતો. સમગ્ર ભારતમાં તેમની સત્તા હતી. ગુજરાતમાં પણ કોંગ્રેસનું શાસન હતું અને મુખ્યમંત્રી હતા માધવસિંહ સોલંકી. માધવસિંહ 1 નંબરના બંગલામાં રહેતા હતા. એ જ સમયે અમરસિંહ ચૌધરી ગાંધીનગરના 26 નંબરના બંગલામાં રહેતા હતા અને સમય જતાં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
આવી જ રીતે ચીમનભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા પછી રહેવા માટે 1 નંબરના બંગલામાં ગયા. ત્યારે 26 નંબરના બંગલામાં રહેતા હતા છબીલદાસ મહેતા. ચીમનભાઈ પટેલનું અવસાન થયું અને છબીલદાસ મહેતાને મુખ્યમંત્રી બનાવાયા.
ત્રીજો દાખલો...ગુજરાતમાં ભાજપની કેશુભાઈની સરકાર હતી. કેશુભાઈ 1 નંબરના બંગલામાં રહેતા હતા અને ત્યારે સુરેશ મહેતા રહેતા હતા 26 નંબરના બંગલામાં. ગુજરાતમાં કેશુભાઈ સરકાર વિરુદ્ધ બળવો થયો અને રાજકારણમાં ખૂબ ઉથલપાથલ થઈ. પછી મુખ્યમંત્રી બન્યા 26 નંબરના બંગલામાં રહેતા સુરેશ મહેતા.
આ પણ વાંચો : સાચે જ અભ્યાસ કરવાની કોઈ ઉંમર હોતી નથી, અમદાવાદી બિઝનેસમેને 52 વર્ષની ઉંમરે NEET પાસ કરી
સમય જતાં ગુજરાતમાં સરકાર આવી શંકરસિંહ વાઘેલાની... ફરી ઈતિહાસનું પુનરાવર્તન થયું અને 26 નંબરના બંગલામાં રહેતા દિલીપ પરીખ બન્યા ગુજરાતના મુખ્યમંત્રી. એક પછી એક આ બંગલા પરથી મુખ્યમંત્રીનું પદ મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી જdયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાર આ નિવાસસ્થાનને CM નું સત્તાવાર નિવાસ્થાન બનાવી દીધું હતું. એના પછી જે પણ મુખ્યમંત્રી બન્યા તે આ જ બંગલામાં રહ્યા. જેમાં આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે.
જાણવા જેવું
વરિષ્ઠ પત્રકાર દિનેશ અનાજવાળા કહે છે કે, ગાંધીનગરમાં મંત્રીઓ માટે કુલ 42 બંગલા બનાવાયા છે. એવી માન્યતા છે કે, જે 1 નંબરના બંગલામાં રહે તે મુખ્યમંત્રી તરીકેનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરી શકતા નથી. મંત્રીઓના નિવાસસ્થાનમાં 13 નંબરને અપશુકનિયાળ માનીને 13 નંબરનો બંગલો જ નથી બનાવાયો. 12 નંબરના બંગલા પછી સીધો જ 12-A નંબર આપવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે