બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં 4 દિવસમાં 3 કેનાલમાં ગાબડાં! ઉભા પાક પર પાણી ફરી વળતા ખેડૂતો ચિંતાતૂર

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલ નર્મદાની કેનાલોમાં રવિ સિઝનની શરૂઆતમાં જ ગાબડાં પડવાનો દોર શરૂ થઈ ગયો છે આજે થરાદ તાલુકાની ભોરલ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 15 ફૂટનું મોટું ગાબડું પડતાં આજુબાજુના ખેડૂતોના 15 એકર ખેતરમાં ઉભેલા પાકમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને લાખો રૂપિયાના નુકશાન  વેઠવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં 4 દિવસમાં 3 કેનાલમાં ગાબડાં! ઉભા પાક પર પાણી ફરી વળતા ખેડૂતો ચિંતાતૂર

અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલ નર્મદાની કેનાલોમાં રવિ સિઝનની શરૂઆતમાં જ ગાબડાં પડવાનો દોર શરૂ થઈ ગયો છે આજે થરાદ તાલુકાની ભોરલ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 15 ફૂટનું મોટું ગાબડું પડતાં આજુબાજુના ખેડૂતોના 15 એકર ખેતરમાં ઉભેલા પાકમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને લાખો રૂપિયાના નુકશાન  વેઠવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એક બાજુ ખેડૂતો સિંચાઈના પાણી માટે તકલીફ ભોગવી રહ્યા છે તો બીજી બાજુ કેનાલમાં ગાબડાં પડતાં લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે કેનાલના કામમાં હલકી ગુણવત્તાનું કામ કરીને ભ્રષ્ટાચાર કરાયો છે જેથી વારંવાર ગાબડાં પડી રહ્યા છે અને ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે.

બે દિવસ પહેલા ભાભરના કરેલા ગામની સીમ માંથી પસાર થતી ભાભર ડિસ્ટ્રીક કેનાલમાં પણ 25 ફૂટ જેટલું મોટું ગાબડું પડ્યું હતું જેને લઈને આજુબાજુના ખેતરોમા ઉભેલા કપાસ અને એરંડાના પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોનો પાક ધોવાતા તેમને મોટું નુકસાન પહોચ્યું હતું.. તો ત્રણ દિવસ પહેલા ભાભરના કરેલા ગામની નર્મદાની માઇનોર કેનાલમાં 5 ફૂટનું ગાબડું પડતાં હજારો લીટર પાણીનો થયો હતો વેડફાટ જ્યાં ખેડૂતોએ કેનાલની સાફ સફાઈ ન થતી હોવાથી ગાબડાં પડવાનો આક્ષેપ લગાવ્યો હતો..

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં મોટાભાગના ખેડૂતોને નર્મદા કેનાલ દ્વારા સિંચાઈનું પાણી મળતું હોય છે જોકે આ વર્ષે ઓછો વરસાદ અને કેનાલો માંથી નિયમિત પાણી ન મળતું હોવાથી ખેડૂતોની ઉનાળુ અને ચોમાસુ સિઝન નુકશાનીમાં ગઈ હતી જોકે હવે ખેડૂતોએ મોંઘભાવના બિયારણ અને ખાતર લાવીને રવિ સીઝનના પાકનું વાવેતર કર્યું છે પણ શિયાળાની શરૂઆતમાં જ જિલ્લામાં અનેક જગ્યાએ નર્મદા કેનાલોમાં ગાબડાં પડી રહ્યા હોવાથી ખેડૂતોને નુકશાન ભોગવવુ પડી રહ્યું છે જોકે નર્મદા નિગમની બેદરકારીને કારણે ગાબડાં પડતા હોવાથી તેમજ ખેડૂતોને નુક્શાનનું વળતર ન મળતું હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news