બજેટની લાલચટાક બેગ ફરી ચર્ચામાં આવી, ખાસ બેગ સાથે ફરી જોવા મળ્યા નાણામંત્રી
Gujarat Budget 2023 : નાણામંત્રી તરીકે કનુ દેસાઈ બીજી વખત બજેટ રજૂ કરશે, એવામાં આ વર્ષે ગુજરાત બજેટની બજેટપોથી ખાટલી ભારતકામથી ગૂંથવામાં આવી છે
Trending Photos
Gujarat Budget 2023 : આજે ગુજરાત સરકારનું 2023-24નું બજેટ રજૂ થશે. ત્યારે નાણામંત્રી કનુ દેસાઈ બેગ લઈને ગુજરાત વિધાનસભા પહોંચી ગયા છે. તેઓ બજેટ બ્રીફકેસ સાથે વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. ત્યારે નાણાં વિભાગના અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નાણામંત્રી કનુ દેસાઈ બેગ લઈને વિધાનસભા પહોંચતા જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે, રાજ્યની પ્રજાની અપેક્ષા પૂર્ણ કરતું બજેટ હશે. તો સાથે જ યુવાઓની આકાંક્ષાઓ પૂર્ણ કરતું બજેટ હશે. પરંતુ બજેટ કરતા તેમની લાલ રંગની બેગ સૌથી વધુ ચર્ચાતી હોય છે. ત્યારે આ વર્ષની લાલ બેગને લઈને નવી માહિતી સામે આવી છે.
2022 થી નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર બજેટને લાલ પોથીમાં લાવવાની પરંપરા શરૂ કરાઈ હતી, જે આ વર્ષે પણ જાળવી રાખી. ગત વર્ષે દેશમાં સૌપ્રથમવાર બજેટની પોથીમાં હસ્તકલાને સ્થાન આપવાની ગુજરાતની પરંપરા મુજબ આ વર્ષે પણ ગુજરાત બજેટ ૨૦૨૩-૨૪ની પોથીમાં હસ્તકલા તરીકે ખાટલી ભરતકામ કરી, સંસ્કૃતિ, કલા અને વિકાસને જોડતો ઉત્તમ અભિગમ રજુ કરાયો. બજેટ બેગ પર ગુજરાત અંદાજપત્ર સહિતના લખાણ, મોઢેરા મંદિર તેમજ ગુજરાતના નકશામાં બજેટમાં સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક ખાટલી ભરત થકી ગૂંથવામાં આવ્યા છે.
ગયા વર્ષની બજેટ પોથીની થીમને ફરી સ્થાન #Gujarat #GujaratBudget2023 #Budget2023 pic.twitter.com/WVfI742BmH
— Zee 24 Kalak (@Zee24Kalak) February 24, 2023
ગયા વર્ષની બજેટ પોથીની થીમને ફરી સ્થાન
ગયા વર્ષે વારલી પેઇન્ટિંગ સાથે શરૂ થયેલ હસ્તકલા સાથેના બજેટ પોથીની પરંપરાને પ્રતિકાત્મક સ્વરૂપે ફરી સ્થાન આપતા વારલી પેઇન્ટિંગને આ વર્ષની બજેટ પોથી થીમ ‘ખાટલી ભરત‘થી ગૂંથવામાં આવ્યું.
બજેટમાં સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતીકને બજેટ પોથીમાં સ્થાન
ગુજરાત બજેટ પોથીમાં સ્થિત ગુજરાતના નકશામાં દર્શાવેલ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક જેમ કે, કૃષિ અને પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, ઉર્જા, ઉદ્યોગ અને પ્રવાસન વગેરે ક્ષેત્રોની ડિઝાઈન બજેટમાં સમાવિષ્ટ વિકાસના ક્ષેત્રોની પ્રાથમિકતા દર્શાવે છે.
સંસ્કૃતિ, સ્થાપત્ય અને સૌર ઉર્જાનો સુભગ સમન્વય એવા મોઢેરાના સુર્યમંદિરને બજેટ પોથીમાં સ્થાન
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સમાવિષ્ટ મોઢારાનું સુર્યમંદિરનો બજેટ પોથીમાં સમાવેશ એ આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે.
મોઢેરા દેશનું પ્રથમ ચોવીસ કલાક અને સાતેય દિવસ સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે, ત્યારે આ બાબતને ધ્યાનમાં લઈ, તેના સન્માન સ્વરૂપે પોથીમાં મોઢારાના સુર્યમંદિરનો સમાવેશ કરવામાં આવ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે