ગામડાઓમાં આતંક મચાવતો દીપડો ગુજરાતના બજેટમાં ઘૂસ્યો, જાણો શું થઈ જાહેરાત

ગામડાઓમાં આતંક મચાવતો દીપડો ગુજરાતના બજેટમાં ઘૂસ્યો, જાણો શું થઈ જાહેરાત
  • ગુજરાતમાં સતત વધી રહેલા દીપડાઓના આતંક અંગે બજેટ 2021 માં ખાસ જાહેરાત કરાઈ
  • જાહેરાત કરાઈ કે, સિંહોના ખોરાક વધારવા સાંભર બ્રિડિંગ સેન્ટર 10 કરોડના ખર્ચે બનશે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના સિંહો હવે જગવિખ્યાત છે. પણ ગુજરાતના દીપડા કુખ્યાત બની રહ્યાં છે. ગ્રામ્ય અને જંગલી વિસ્તારમાં દીપડાનો આતંક (leopard attack) સામાન્ય બની ગયો છે. ગુજરાતમા રોજેરોજ કોઈને કોઈ ખૂણે દીપડો દેખાય જાય છે, તો સમયાંતરે દીપડાના આતંકના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે ગુજરાતમાં ગમે ત્યારે એટેક કરતા દીપડાઓ અંગે બજેટ (gujarat budget) માં મોટી જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં દીપડાના મેગા રેસ્ક્યુ સેન્ટર (leopard rescue center) બનાવવાની જાહેરાત બજેટમાં કરાઈ છે. 

ગુજરાતના બજેટમાં નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે, ગુજરાતમાં દીપડા માટે મેગા રેસ્ક્યૂ સેન્ટર બનશે. 7 કરોડના ખર્ચે ગુજરાતમાં દીપડા માટે રેસ્ક્યૂ સેન્ટર બનાવવામા આવશે. આ ઉપરાંત એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્રના લાયન પ્રોજેક્ટના પહેલા તબક્કા માટે બજેટમાં 11 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે અંતર્ગત જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહેસુલી, વીડી વિસ્તારમાં સિંહોનું સંરક્ષણ કરવામાં આવશે. સિંહોના ખોરાક વધારવા સાંભર બ્રિડિંગ સેન્ટર 10 કરોડના ખર્ચે બનશે. 

આ પણ વાંચો :  ગુજરાત બજેટ Live : દિવાળી-જન્માષ્ટમીએ ગરીબ પરિવારોને એક-એક લીટર કપાસિયા તેલ અપાશે

આ ઉપરાંત પશુપાલન વિભાગ માટે પણ અનેક જાહેરાતો કરવામા આવી છે. જે નીચે મુજબ છે. 

  • ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના , બકરાં એકમની સ્થાપના માટે રૂપિયા ૮૧ કરોડની જોગવાઇ
  • ૧૦ ગામદીઠ ૧ ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂપિયા ૪૩ કરોડની જોગવાઇ
  • ગૌશાળાઓ કે પાંજરાપોળો માટે ગૌચર સુધારણા જેવી વિવિધ યોજનાઓની કામગીરી કરવા ગૌ - સેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે રૂપિયા 25 કરોડની જોગવાઇ
  • મુખ્યમંત્રી નિ : શુલ્ક પશુ સારવાર યોજના માટે રૂપિયા ૨૦ કરોડની જોગવાઇ
  • રાજ્યમાં પશુઓ માટે દાણ ખરીદીની સહાય માટે રૂપિયા ૨૦ કરોડની જોગવાઇ
  • કરુણા એનિમલ એમ્બુલન્સ -૧૯૬૨ હેલ્પ લાઇનની સેવાઓ માટે રૂપિયા ૭ કરોડની જોગવાઇ
  • દૂધાળા ગીર - કાંકરેજ ગાયોના પશુના ફાર્મની સ્થાપના અને દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ દ્વારા સ્વરોજગારી ઉભી કરવાની યોજના માટે ૩ કરોડની જોગવાઇ

આ પણ વાંચો :  બજેટ વચ્ચે નાણામંત્રીની ટકોર, ખેડૂતોના નામે ફરનારા અને ચરનારા કેટલાય આવ્યા અને કેટલાય ગયા...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news