રાજકોટના માર્કેટ યાર્ડમાં હોદ્દેદારોની નિમણૂંકમાં ડખો, યુવા ચહેરાનું નામ જાહેર થતા સિનિયર્સના પેટમાં તેલ રેડાયું

રાજકોટના માર્કેટ યાર્ડ (rajkot Market yard) માં આજે હોદ્દેદારોની વરણી કરવામા આવી હતી. 11 વાગ્યે પ્રદેશમાંથી આવેલું કવર ખોલવામાં આવ્યુ હતું. જેમાં ચેરમેન તરીકે જયેશ બોઘરા (jayesh boghra) અને વાઈસ ચેરમેન તરીકે વસંત ગઢીયાનું નામ જાહેર કરાયુ હતું. પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા આ વિશેની સત્તાવાર જાહેરાત કરી હતી. જોકે, આ નામ પહેલેથી જ લગભગ ફાઈનલ હતા. રાજકોટ બેડી માર્કેટયાર્ડમાં નામો જાહેર થતાં જ વિવાદ સર્જાયો હતો. સીનિયર નેતાઓની નારાજગી (gujarat politics) સામે આવી હતી. 
રાજકોટના માર્કેટ યાર્ડમાં હોદ્દેદારોની નિમણૂંકમાં ડખો, યુવા ચહેરાનું નામ જાહેર થતા સિનિયર્સના પેટમાં તેલ રેડાયું

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટના માર્કેટ યાર્ડ (rajkot Market yard) માં આજે હોદ્દેદારોની વરણી કરવામા આવી હતી. 11 વાગ્યે પ્રદેશમાંથી આવેલું કવર ખોલવામાં આવ્યુ હતું. જેમાં ચેરમેન તરીકે જયેશ બોઘરા (jayesh boghra) અને વાઈસ ચેરમેન તરીકે વસંત ગઢીયાનું નામ જાહેર કરાયુ હતું. પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા આ વિશેની સત્તાવાર જાહેરાત કરી હતી. જોકે, આ નામ પહેલેથી જ લગભગ ફાઈનલ હતા. રાજકોટ બેડી માર્કેટયાર્ડમાં નામો જાહેર થતાં જ વિવાદ સર્જાયો હતો. સીનિયર નેતાઓની નારાજગી (gujarat politics) સામે આવી હતી. 

જયેશ બોધરાનું ગાંધીનગર કનેક્શન 
રાજકોટ બેડી માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે જયેશ બોધરાનું નામ તથા વાઇસ ચેરમેન તરીકે વસંત ગઢીયાનું નામ પણ લગભગ ફાઇનલ હતું. જેની આજે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના ખાસ અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા (bharat boghra) ના નજીકના જયેશ બોઘરા પર ચેરમન તરીકેનો કળશ ઢોળવામાં આવ્યો છે. જયેશ બોધરા રાજકોટના યુવા વકીલ અને બિલ્ડર છે. તેમના પત્ની રામનગર ગામના સરપંચ છે. વસંત ગઢીયાનું નામ પણ વાઈસ ચેરમેન તરીકે લગભગ નક્કી હતું. 

15 દિવસથી લોબિંગ ચાલ્યું 
બંને પદ માટે જિલ્લા ભાજપના અલગ અલગ જુથે પ્રદેશમાં લોબિંગ કર્યું હતું. છેલ્લા 15 દિવસથી જિલ્લા ભાજપના નેતાઓ પ્રદેશ સુધી લોબિંગ કરી રહ્યા હતા. વાઇસ ચેરમેનના પદ માટે પણ ભારે ખેંચતાણ હતી. પ્રદેશ ભાજપ દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનના નામ બંધ કવરમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યુ હતું.

પરસોત્તમ સાવલિયાનું પત્તુ કપાયું 
રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં ચેરમેન તરીકે યુવા ચહેરો આવતા સિનિયર નેતાઓ નારાજ થયા હતા. યુવા ચહેરો જયેશ બોધરાનું નામ જાહેર થતા જ વિવાદ થયો હતો. આ મામલે સિનિયર ડિરેકટર પરસોતમ સાવલિયા નારાજ થયા હતા. કારણ કે, પરસોતમ સાવલિયા ખુદ ચેરમેન પદની રેસમાં હતા. સેન્સમાં પુરુષોત્તમ સાવલિયાનું નામ સૂચવવામાં આવ્યું હતું, જેને કારણે તેઓ ડિરેક્ટર તરીકે ફાઈનલ હોવાનું મનાઈ રહ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીમાં ફેરફાર થયો એમાં આંતરિક રાજકારણ જવાબદાર હોવાની સહકારી જગતમાં ચર્ચા છે. જોકે છેલ્લી ઘડીએ જયેશ બોઘરા અને વસંત ગઢિયાનાં નામો આવ્યાં હતાં, જેને કારણે સહકારી જગતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, આ મામલે ગઈકાલે રાત્રે બળવો થયો હતો અને ડિરેક્ટરોને એકત્ર કરાયા હતા. જયેશ રાદડિયા અને મનસુખ ખાચરીયાએ નારાજગી ઠારવાના પ્રયાસો કર્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news