શિસ્તબદ્ધ પાર્ટીમાં પડેલી તિરાડોથી દબાયેલા અવાજ બહાર આવ્યા, વધુ એક સિનિયર નેતાનો બળાપો

Loksabha Election 2024 : વડોદરા ભાજપ સંગઠનમાં આંતરિક વિખવાદ સામે આવ્યો.... પૂર્વ MLA અને સિનિયર નેતા જીતેન્દ્ર સુખડીયાએ બળાપો ઠાલવ્યો.... સિનિયરોની અવગણના થતો હોવાનો પક્ષ પર ગણાવ્યો આરોપ

શિસ્તબદ્ધ પાર્ટીમાં પડેલી તિરાડોથી દબાયેલા અવાજ બહાર આવ્યા, વધુ એક સિનિયર નેતાનો બળાપો

Vadodara News : ગુજરાત ભાજપમાં રોજેરોજ નવા નવા ભૂકંપ આવે છે. એક તરફ રૂપાલાના વિરોધની આગ વધી રહી છે. કેટલીક બેઠકો પર હજી પણ ઉમેદવારો બદલવાની માંગ ચાલુ છે. આવામાં ભાજપના કોરણે મૂકાયેલા સિનિયર નેતાઓ પાર્ટીની નવી નીતિ સામે બળાપો કાઢી રહ્યાં છે. વડોદરામાં ભાજપમાં જૂથવાદ સામે આવ્યો છે. વડોદરા શહેર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીનો વિરોધ ચાલુ જ છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય જિતુ સુખડિયાએ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે. 

વડોદરા ભાજપમાં જૂથવાથ વકર્યો છે. લોકસભાના નવા ઉમેદવાર ડો હેમાંગ જોશી જાહેર થયા બાદ પણ પક્ષમાં વિરોધનો વંટોળ ઓછો નથી થયો. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા જીતેન્દ્ર સુખડીયાએ મીડિયા સામે બળાપો ઠાલવ્યો છે. તેમણે કહ્યું કે, શહેર ભાજપની સિચ્યુએશન બદલાઈ ગઈ, કોઇ કોઇને પુછનારું નથી. બેનર લગાવનારા જ પાર્ટીનું સંચાલન કરતાં હોય એ ગંભીર બાબત છે. વડોદરા શહેર ભાજપનું સંગઠન નિષ્ફળ નીવડ્યું છે. ભાજપમાં કોઇ જૂથ નથી, પણ વ્યક્તિ મહત્વાકાંક્ષા સંતોષવા રાજકીય ચાલ રમે છે. ઉમેદવારના કાર્યક્રમની જાણ અમને કરવામાં આવતી નથી. 

તેમણે વધુમાં કહ્યું કે, વડોદરા ભાજપમાં કોમ્યુનિકેશન ગેપ છે. અમને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવી રહ્યા છે. ભાજપના નવા ઉમેદવાર સક્ષમ છે, સંગઠનની કામગીરી યોગ્ય નથી, અમે પ્રભારી અને પ્રદેશ મોવડી મંડળને જાણ કરો. 

કવિ પરેશ ધાનાણીની વધુ એક પોસ્ટ 
ગુજરાત વિધાનસભાના પુર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વધુ એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે લોકસભાની ચૂંટણીમાં અસલી અને નકલી ઓળખાઇ જશેનો મેસેજ આપ્યો છે. મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનો પણ પોતાની પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે. સાથે જ કોંગ્રેસ છોડી પક્ષ પલટો કરનાર નેતાઓ પર પણ કટાક્ષ કર્યો છે. પરેશ ધાનાણીનીની શબ્દશ પોસ્ટ પર એક નજર કરીએ.  

"અસલિયત, ઓળખાય જશે"
ખાલી ખુર્સીના સ્વાર્થ ખાતર,
સરદાર સ્ટેડિયમ ના પાટીયેથી,
જે બાપના નામ ભુંસાવે એને
પોંખાય નહી, પરચો જ અપાય,
અસલી હોય ઈ ઠોકી નાખજો,
નકલી હોય ઈ કમલમે જાજો.!
#સ્વાભિમાન_યુધ્ધ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news