સીઆર પાટીલ પહોંચ્યા સુરત, 1000 કારની રેલી યોજીને ભવ્ય સ્વાગત કરાશે

દિલ્હીમાં ભાજપના હાઈકમાન્ડને મળીને ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ પરત ફર્યાં છે. ત્યારે સુરતમાં પહોંચેલા સી.આર પાટીલનું ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. નવા પ્રદેશ અધ્યક્ષના સ્વાગત માટે સુરતમાં રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. દિલ્હીમાં વડાપ્રધાન અને અમિત શાહને મળીને સુરત પહોંચ્યા હતા. 1000 કાર સાથેની રેલી યોજીને તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં 1 કિલોમીટર લાંબો ભાજપનો ધ્વજ લગાવવામાં આવ્યો છે. તો સાથે જ ભાજપનું કાર્યાલય રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે.

સીઆર પાટીલ પહોંચ્યા સુરત, 1000 કારની રેલી યોજીને ભવ્ય સ્વાગત કરાશે

ઝી મીડિયા/સુરત :દિલ્હીમાં ભાજપના હાઈકમાન્ડને મળીને ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ પરત ફર્યાં છે. ત્યારે સુરતમાં પહોંચેલા સી.આર પાટીલનું ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. નવા પ્રદેશ અધ્યક્ષના સ્વાગત માટે સુરતમાં રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. દિલ્હીમાં વડાપ્રધાન અને અમિત શાહને મળીને સુરત પહોંચ્યા હતા. 1000 કાર સાથેની રેલી યોજીને તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં 1 કિલોમીટર લાંબો ભાજપનો ધ્વજ લગાવવામાં આવ્યો છે. તો સાથે જ ભાજપનું કાર્યાલય રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે.

એક્સપર્ટનો મત, કચ્છના ફોલ્ટ લાઇન પર 1000 વર્ષથી મોટો ભૂકંપ આવ્યો ન હોવાથી જમીની ઊર્જા વધી રહી છે

સીઆર પાટીલની રેલી માટે રથ સજાવવામાં આવ્યો હતો. આ રથની પાછળ 1000 કારની રેલીનો કાફલો નીકળશે. કુલ 4000 કાર્યકર્તાઓ સ્વાગત રેલીમાં જોડાશે. ભાજપાના નવા અધ્યક્ષ સી.આર.પાટીલના સ્વાગત માટે યોજાયેલ રેલીનો રુટ ટૂંકાવી દેવાયો હતો. રેલી કતારગામ, ચોકબજાર, નાનપુરા વિસ્તારમાં રેલી નહિ નીકળે તેવું નક્કી કરાયું હતું. જોકે, રૂટ ટુકાવવાનું કારણ જણાવાયું ન હતું. 

ગુજરાતના નવા પોલીસવડા માટે 13 નામની યાદી કેન્દ્રને મોકલાઈ

આવતીકાલે નવસારીમાં સ્વાગત કરાશે 
તો નવસારીના સાંસદ અને નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું આજે સુરત બાદ આવતીકાલે નવસારીમાં ભવ્ય સ્વાગત કરાશે. જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો સહિત હોદ્દેદારો કાર્યકરો વચ્ચે આ મામલે આજે બેઠક યોજાઈ હતી. તેમના સ્વાગત માટે જિલ્લામાં 1000 થી વધુ કારો સાથે ભવ્ય રેલીનું આયોજન કરાયું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પોતાના સંસદીય મત જલાલપોર, નવસારી, ગણદેવી, ચીખલી તાલુકાના વિસ્તારમાં વિશાળ કાર રેલી સાથે ફરશે. કોરોનાની મહામારી વચ્ચે સાવચેતીના તમામ નિયમો સાથે રેલીનું આયોજન કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news