ભાજપમાં ભળી જશે અડધુ અડધ કોંગ્રેસ! રાહુલ ગાંધીના ગુજરાત આવતા પહેલા ભાજપ લાવશે રાજકીય સુનામી

Gujarat Congress : ભાજપે વિપક્ષના નેતાઓને પાર્ટીમાં લાવવાનો તખતો ગોઠવી દીધો છે. ફેબ્રુઆરીના પહેલા સપ્તાહથી કોંગ્રેસના અનેક નેતાઓ, ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈને કેસરિયો કરી શકે છે

ભાજપમાં ભળી જશે અડધુ અડધ કોંગ્રેસ! રાહુલ ગાંધીના ગુજરાત આવતા પહેલા ભાજપ લાવશે રાજકીય સુનામી

Rahul Gandhi Bharat jodo nyay yatra : ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મોટા ફટકા પડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા અને ગુલાબસિંહ ચૌહાણને લઈને અનેક વાતો શરૂ થઈ છે. ત્યારે હવે ફરી એકવાર ગુજરાત કોંગ્રેસમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી પહેલા ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં આ યાત્રાના આગમન પહેલા જ બીજેપી મોટો ખેલ રમવાની તૈયારી કરી રહી છે. ચર્ચા છે કે, રામ મંદિરના મુદ્દા પર નારાજ નેતાઓ બીજેપીમાં સામેલ થઈ શકે છે. 

કોંગ્રેસ પર કાતર ચલાવશે ભાજપ 
ગુજરાતમાં 15 મહિના પહેલા યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182 માંથી 156 સીટ જીતીને કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 17 સીટ પર સમેટાઈ ગઈ હતી. કોંગ્રેસ હજી આ સદમાથી બહાર આવ્યુ નથી, ત્યાં નવા વર્ષની શરૂઆતમાં જ કોંગ્રેસના બે ધારાસભ્યો ચિરાગ પટેલ અને સીજે ચાવડાએ પાર્ટી છોડવાનો ઝટકો આપ્યો. રાજ્યની વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને હવે માત્ર 15 રહી છે. 

ભાજપનો માસ્ટર પ્લાન 
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો વાયદો પૂરો કર્યા બાદ હવે ભાજપ ચૂંટણી મોડમાં આવી ગયું છે. પાર્ટીએ ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત પહેલા જ કાર્યાલયો ખોલી દીધા છે. આ વચ્ચે રાજકીય ગલિયારામાં ચર્ચા છે કે, રાહુલ ગાંધીના ગુજરાત યાત્રા પહેલા કોંગ્રેસના અનેક ધારાસભ્યો અને નેતાઓ પાર્ટી છોડી શકે છે. તેમાં પોરબંદરના દિગ્ગજ નેતા અર્જુન મોઢવિડાયાનું નામ પણ સામેલ છે. જોકે, અર્જુન મોઢવાડિયાએ ખુદ આ વાતનું ખંડન કર્યું છે.  

કોંગ્રેસને મોટો ઝટકો આપવાની તૈયારી
રાજકીય ગલિયારામાં ચર્ચા છે કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ બીજેપી કોંગ્રેસના નારાજ નેતાઓને લઈને ખાસ રણનીતિ બનાવી રહી છે. પાર્ટીના બીજા દળથી આવનારા નેતાઓની પાર્ટીની સદસ્યા ગ્રહણ  કરાવવા પ્રદેશ કાર્યાલયમાં એક ટીમ બનાવાઈ છે. બે વાર 1000-1000 નેતાઓ અને કાર્યકર્તાઓએ કેસરિયો કરી લીધો છે. રાજકીય સૂત્રો કહે છે કે, કોંગ્રેસમાંથી જે નેતાઓ ભાજપમાં જઈ શકે છે તેમાં અર્જુન મોઢવાડિયા, બાબુ બેજા, લલિત વસોયા, અમરીશ ડેર, ભીખાભાઈ જોશી, વિમલ ચુડાસમા, બળદેવજી ઠાકોર, રઘુ દેસાઈની સાથે અમદાવાદ શહેર કોગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલનું પણ નામ સામેલ છે. ચર્ચા છે કે, ભાજપ રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા પહેલા રાજકીય ભૂકંપની તૈયારી કરી રહ્યું છે. 

આજે અપક્ષ ધારાસભ્યનું રાજીનામુ પડશે
વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી શકે છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે, અને તેઓ ભાજપમાં જોડાશે. તેમના રાજીનામાથી વાઘોડિયા બેઠક પર લોકસભાની ચૂંટણી સમયે પેટાચૂંટણી આવવાની સંભાવના છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત પણ કરી હતી. ઉત્તરાયણ પછી ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી. 

ભાજપમાં ભળી જશે અડધુ અડધ કોંગ્રેસ
રાજકીય સૂત્રો કહી રહ્યાં છે કે, ભાજપે વિપક્ષના નેતાઓને પાર્ટીમાં લાવવાનો તખતો ગોઠવી દીધો છે. ફેબ્રુઆરીના પહેલા સપ્તાહથી કોંગ્રેસના અનેક નેતાઓ, ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈને કેસરિયો કરી શકે છે. અર્જુન મોઢવાડિયાની સાથે લગભગ અડધોઅડધ ટીમ ભાજપમાં પ્રવેશ કરશે એવો દાવો કરાઈ રહ્યો છે. હવે જ્યારે રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાંથી પસાર થવાની છે ત્યારે ભાજપ તેમની યાત્રા પહેલા જ કોંગ્રેસ પર કાતર ચલાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news