કારમી હાર બાદ ફૌજ લઈને કર્ણાટક પહોંચનારા ગુજરાતના નેતાની આવી પ્રથમવાર પ્રતિક્રિયા, જાણી લો શું કહ્યું

Gujarat BJP : આગામી લોકસભા ચૂંટણીને લઇ ભાજપે તૈયારી શરૂ કરી... ગુજરાતમાં લોકસભાની 26 સીટ પર વધુ મતથી જીતવા તૈયારી... 5 લાખથી વધુ મતો સાથે જીત મેળવવા રોડમેપ તૈયાર...

કારમી હાર બાદ ફૌજ લઈને કર્ણાટક પહોંચનારા ગુજરાતના નેતાની આવી પ્રથમવાર પ્રતિક્રિયા, જાણી લો શું કહ્યું

Loksabha Election 2024 : આગામી લોકસભા ચૂંટણીને લઇ ગુજરાત ભાજપ તખ્તો તૈયાર કરી રહી છે. ગુજરાતમાં લોકસભાની 26 સીટ ઉપર 5 લાખથી વધુ મતો સાથે જીત મેળવવા રોડમેપ તૈયાર કરી રહ્યું છે. હાલમાં જ ભાજપનો કર્ણાટકની ચૂંટણીમાં ભૂંડો પરાજય થયો હતો. આ ચૂંટણીમાં ગુજરાત મોડલ ફેલ ગયુ હતું. તો સાથે જ પેજ પ્રમુખનો પ્લાન પણ નિષ્ફળ રહ્યો. ત્યારે હવે ગુજરાત ભાજપને લોકસભાની ચૂંટણીનો ડર લાગી રહ્યો છે. આવામાં અત્યારથી જ પ્લાનિંગ શરૂ કરી દેવાયું છે. સાથે જ કર્ણાટકમાં કારમી હાર બાદ પ્રથમવાર ફૌજ લઈને કર્ણાટક પહોંચનારા ગુજરાતના નેતા પ્રદીપસિંહ વાઘેલાની પ્રતિક્રિયા સામે આવી છે. જાણી લો શું કહ્યું

કર્ણાટકની ચૂંટણીમાં થયેલી હાર મામલે મહામંત્રી પ્રદીપસિંહએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, કર્ણાટકમાં પહેલા પણ સરકાર કોંગ્રેસની હતી. પણ તેમની પાર્ટી સરકાર બરાબર ચલાવી શકી ન હતી. એટલે જ ભાજપે સરકાર બનાવી. ભાજપે સારી સરકાર આપવાનો પ્રયત્ન કર્યો હતો. ભાજપને હાર પચાવતા આવડે છે. અમારો વોટ શેર વધ્યો છે. ભાજપના દેશમાં સૌથી વધુ સાંસદો, ધારાસભ્યો, નગરપાલિકા અને મહાનગરપાલિકાની સીટો છે.

તેમણે વધુમાં કહ્યું કે, વિષેશ જનસંપર્ક અભિયાન અંતર્ગત આવતીકાલે પ્રદેશ કક્ષાએ મહત્વની બેઠક મળશે. 2014 પહેલા દેશમાં UPA નું શાશન હતું, દેશ ચારેબાજુથી સમસ્યાઓથી ઘેરાયેલું હતું. જયારે નરેન્દ્ર મોદીએ દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા ત્યારે દેશવાસીઓની દરેક અપેક્ષાઓ પુરી કરી. દરેક ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલા દરેક ચૂંટણી ઢંઢેરાઓના વચનો 9 વર્ષમાં પુરા કર્યા. 

તો લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વિશે પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ટાગોર હોલમાં ભારતીય જનતા પાર્ટીની કારોબારી મળવા જઈ રહી છે. આ બેઠકમાં CM, મહારાષ્ટ્રના ભાજપના જનરલ સેક્રેટરી  વિનોદ તાવડે ઉપસ્થિત રહેશે. સાંસદો,  ધારાસભ્યો, મેયર, હોદ્દેદારો રહેશે ઉપસ્થિત રહેશે. જનસંપર્ક કરવામાં આવશે, રેલીઓ યોજવામાં આવશે. દેશભરની અંદર 51 મોટી જનસભાઓ થશે. ગુજરાતની અંદર સંમેલન, રેલીઓ, જનસભાઓ થશે. 

આગામી 29 મે થી તમામ રાજ્યોમાં પ્રેસ કોન્ફ્રન્સથી શરૂઆત કરવામાં આવશે. 30-31 મે પ્રધાનમંત્રી જનસંપર્ક અભિયાન શરુ કરાવશે. 30 મે 22 જૂન સુધી દેશભરમાં ચાલશે જનસંપર્કના કાર્યક્રમો કરાશે. ગુજરાતમાં દરેક લોકસભા સાંસદ  પોતાના વિસ્તારોમાં જનસંપર્ક કાર્યક્રમો કરશે. લોકસભા મત વિસ્તાર અને ધારાસભ્યો તેમજ હોદ્દેદારો સાથે ટીમ બનાવી કેન્દ્ર સરકારે 9 વર્ષમાં કરેલી કામગીરીનો સંદેશ લોકો સુધી પહોચાળવામાં પહોચાડવામાં આવશે. જુદા જુદા ફિલ્ડના કલાકારો, પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક કરવામાં આવશે. ઘરે ઘરે જઈ જનસંપર્ક કરવામાં આવશે. વેપારીઓ, તબીબો અને જુદા જુદા વ્યવસાયો સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરવામાં આવશે. 

આ નેતાઓની ફોજ ઉતારી હતી 
કર્ણાટક ચૂંટણી પ્રચારમાં ગુજરાત ભાજપના ઢગલાબંધ નેતાઓ ગયા હતા. ગુજરાતથી ભાજપના નેતાઓની આખી ફૌજ કર્ણાટક ગઈ હતી. સરકાર સંગઠનના 6 મોટા નેતાઓ સતત કર્ણાટક પ્રવાસમાં હાજર રહી હતી. 15 એપ્રિલ બાદ પ્રદેશ ભાજપના નેતાઓનો કર્ણાટક પ્રવાસ ગોઠવાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કર્ણાટક ચૂંટણી માટે સહપ્રભારી હતા. આ ઉપરાંત પ્રદીપસિંહ વાઘેલા, બળવંતસિંહ રાજપૂત, જગદીશ વિશ્વકર્મા, પ્રવીણ માળી, ઉદય કાનગડ, ગણપત વસાવા, જીતુ વાઘાણી, ત્રિકમ છાંગા, અનિરુદ્ધ દવે, પ્રવીણ ઘોઘારી, રમેશ મિસ્ત્રી, કૌશિક વેંકરિયા, મહેશ કસવાલા, સંજય કોરડિયા, હાર્દિક પટેલ સહિત 22 થી વધુ ધારાસભ્યોને કર્ણાટકમાં ભાજપને જીતાડવાની જવાબદારી સોંપાઈ હતી. 

ગુજરાતથી ગયેલા નેતાઓને બેંગલુરુ શહેર અને તેની આસપાસના શહેરી વિસ્તારોના 39 થી 20 મતવિસ્તારોની જવાબદારી સોંપાઈ હતી. પરંતુ આખરે ભાજપનો ધબડકો થયો હતો.  ગુજરાત ભાજપના અનેક નેતાઓ એવા છે જેઓને સ્પષ્ટ હિન્દી બોલવામાં પણ ફાંફા હતી, તેઓએ પોતાની સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કન્નડ ભાષામાં કરી હતી. છતા કંઈ ન થયું.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news