કર્ણાટકની કારમી હારથી ડર્યું ભાજપ, ગુજરાતમાં કર્ણાટકવાળી ન થાય તે માટે નવી રણનીતિ બનાવી

Gujarat BJP : આગામી લોકસભા ચૂંટણીને લઇ ભાજપે તૈયારી શરૂ કરી... ગુજરાતમાં લોકસભાની 26 સીટ પર વધુ મતથી જીતવા તૈયારી... 5 લાખથી વધુ મતો સાથે જીત મેળવવા રોડમેપ તૈયાર...

કર્ણાટકની કારમી હારથી ડર્યું ભાજપ, ગુજરાતમાં કર્ણાટકવાળી ન થાય તે માટે નવી રણનીતિ બનાવી

Loksabha Election 2024 : આગામી લોકસભા ચૂંટણીને લઇ ગુજરાત ભાજપ તખ્તો તૈયાર કરી રહી છે. ગુજરાતમાં લોકસભાની 26 સીટ ઉપર 5 લાખથી વધુ મતો સાથે જીત મેળવવા રોડમેપ તૈયાર કરી રહ્યું છે. હાલમાં જ ભાજપનો કર્ણાટકની ચૂંટણીમાં ભૂંડો પરાજય થયો હતો. આ ચૂંટણીમાં ગુજરાત મોડલ ફેલ ગયુ હતું. તો સાથે જ પેજ પ્રમુખનો પ્લાન પણ નિષ્ફળ રહ્યો. ત્યારે હવે ગુજરાત ભાજપને લોકસભાની ચૂંટણીનો ડર લાગી રહ્યો છે. આવામાં અત્યારથી જ પ્લાનિંગ શરૂ કરી દેવાયું છે. ગુજરાતની 26 લોકસભા સીટ 5 લાખના માર્જિનથી જીતવા ભાજપે અત્યારથી પ્રચારનું રણશિંગુ ફૂક્યું છે. સોશિયલ મીડિયા અને બુથ સશક્તિકરણ ભાજપનું મુખ્ય ટાર્ગેટ હશે. આ માટે ભાજપ 30 મેથી મહાસંપર્ક અભિયાન શરૂ કરશે. જેથી ગુજરાતમાં કર્ણાટકવાળી ન થાય. 

ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદીપસિંહએ પત્રકાર પરિષદ કરીને લોકસભા 2024 માટેના રોડમેપની માહિતી આપી. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વિશે પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ટાગોર હોલમાં ભારતીય જનતા પાર્ટીની કારોબારી મળવા જઈ રહી છે. આ બેઠકમાં CM, મહારાષ્ટ્રના ભાજપના જનરલ સેક્રેટરી  વિનોદ તાવડે ઉપસ્થિત રહેશે. સાંસદો,  ધારાસભ્યો, મેયર, હોદ્દેદારો રહેશે ઉપસ્થિત રહેશે. જનસંપર્ક કરવામાં આવશે, રેલીઓ યોજવામાં આવશે. દેશભરની અંદર 51 મોટી જનસભાઓ થશે. ગુજરાતની અંદર સંમેલન, રેલીઓ, જનસભાઓ થશે. 

આગામી 29 મે થી તમામ રાજ્યોમાં પ્રેસ કોન્ફ્રન્સથી શરૂઆત કરવામાં આવશે. 30-31 મે પ્રધાનમંત્રી જનસંપર્ક અભિયાન શરુ કરાવશે. 30 મે 22 જૂન સુધી દેશભરમાં ચાલશે જનસંપર્કના કાર્યક્રમો કરાશે. ગુજરાતમાં દરેક લોકસભા સાંસદ  પોતાના વિસ્તારોમાં જનસંપર્ક કાર્યક્રમો કરશે. લોકસભા મત વિસ્તાર અને ધારાસભ્યો તેમજ હોદ્દેદારો સાથે ટીમ બનાવી કેન્દ્ર સરકારે 9 વર્ષમાં કરેલી કામગીરીનો સંદેશ લોકો સુધી પહોચાળવામાં પહોચાડવામાં આવશે. જુદા જુદા ફિલ્ડના કલાકારો, પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક કરવામાં આવશે. ઘરે ઘરે જઈ જનસંપર્ક કરવામાં આવશે. વેપારીઓ, તબીબો અને જુદા જુદા વ્યવસાયો સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરવામાં આવશે. 

વધુ માર્જિનથી જીતવાનો ટાર્ગેટ
આમ, ભાજપે અત્યારથી જ લોકસભાના જીતની કમાન હાથમાં લઈ લીધી છે. જે માટે મતદારોને આકર્ષવા માટે વિવિધ કાર્યક્રમો કરવામા આવશે. સીઆર પાટીલ પ્લાનિંગ કરી રહ્યા છે કે, ગુજરાતની લોકસભાની સીટો પર વધુ માર્જિનથી જીત મળે. આ માટે રણનીતિ ઘડવાની જરૂર છે. આ માટે સોશિયલ મીડિયાને મજબૂત કરાશે. સાથે જ જનસંપર્ક વધારાશે. બુધ સશક્તિકરણ કરાશે. આ માટે ભાજપે બુથ સશક્તિકરણ અભિયાન પણ શરુ કર્યું છે અને તેઓ સોશિયલ મીડિયાને મજબૂત કરવાના પ્રયાસો પણ કરી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news