ગુજરાતમાં શિક્ષણનું આ છે સૌથી ડરામણું સત્ય, 30 વિદ્યાર્થીઓ સામે એક જ શિક્ષક

Teachers In Gujarat : ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં 30 વિદ્યાર્થીઓ સામે એક જ શિક્ષક છે. રાજ્યમાં 25:1ના રેશિયો પ્રમાણે 4,61,691 શિક્ષક હોવા જોઈએ, પરંતુ હાલ 30:1 પ્રમાણે 3,84,742 શિક્ષક છે

ગુજરાતમાં શિક્ષણનું આ છે સૌથી ડરામણું સત્ય, 30 વિદ્યાર્થીઓ સામે એક જ શિક્ષક

Gujarat Education : ગુજરાત શિક્ષણનું સ્તર દિવસેને દિવસે નીચે જઈ રહ્યું છે. ગુજરાતમાં શિક્ષણ હવે મજાક બની ગયું છે. ફીના નામે તોતિંગ રૂપિયા વસૂલાય છે, પરંતુ શિક્ષણના નામે મીંડુ હોય છે. આજે પણ લાખો વિદ્યાર્થીઓ એવા છે જેઓને લખવા-વાંચવાના ફાંફા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ, દર 25 વિદ્યાર્થીની સંખ્યાની સામે 1 શિક્ષક હોવો જોઈએ. પરંતું ગુજરાતમાં ચિત્ર કંઈક અલગ જ છે. લેટેસ્ટ આંકડા અનુસાર, ગુજરાતમાં ધોરણ 1 થી 5 માં વિદ્યાર્થીઓ અને શિક્ષકનો રેશિયો 30:1 છે. જે બતાવે છે કે, ગુજરાતમાં શિક્ષકોની સંખ્યા ઘટી છે. 

આ આંકડા મુજબ, ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં 30 વિદ્યાર્થીઓ સામે એક જ શિક્ષક છે. રાજ્યમાં 25:1ના રેશિયો પ્રમાણે 4,61,691 શિક્ષક હોવા જોઈએ, પરંતુ હાલ 30:1 પ્રમાણે 3,84,742 શિક્ષક છે. આ ગણતરી માંડીએ તો, ગુજરાતમાં 76,949 શિક્ષકોની ઘટ છે. આ ઘટ કેમ છે તેનો જવાબ તો શિક્ષણ વિભાગ જ આપી શકે છે. જો આવુ ને આવુ ચાલતુ રહ્યું તો ગુજરાતમાં શિક્ષણ વધુ ખાડે જશે.

આ આંકડાનો અર્થ એ પણ ખરો કે, જો શાળામાં શિક્ષકોની ઘટ છે, મતલબ કે, શિક્ષકો હવે ટ્યુશન ક્લાસીસ તરફ વળી રહ્યાં છે. ગુજરાતમાં શાળા કરતા ટ્યુશન ક્લાસીસનુ પ્રભુત્વ વધારે છે. એક માહિતી મુજબ, ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસનો વાર્ષિક બિઝનેસ 500 કરોડ જેટલો છે. શાળા કરતા શિક્ષકો ખાનગી ટ્યુશન તરફ વળ્યા છે તેના પણ અનેક કારણો છે. ગુજરાતમાં આશરે 30 હજારથી વધુ કમર્શિયલ ટ્યુશન ક્લાસીસ છે. જ્યારે 50 હજારથી વધુ નોન કમર્શિયલ ટ્યૂશન ક્લાસીસ ચાલે છે.  આ તમામ ક્લાસિક ધોરમ 1 થી 12 સુધીના છે. જે તરફ વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઝુકાવ વધારે છે. 

વાલીઓનો એવો મત છે કે, શાળામાં વધુ બાળકો સામે શિક્ષકો યોગ્ય ધ્યાન આપી શક્તા નથી. જેથી તેમના સંતાનો યોગ્ય રીતે શિક્ષણ મેળવતા નથી. આ કારણે જ તેઓ ટ્યુશન ક્લાસ પર વધુ આધાર રાખે છે.

કેટલાક જિલ્લાઓની હાલત વધુ ખરાબ
ગુજરાતના કેટલાક જિલ્લાઓની સ્થિતિ વધુ ખરાબ છે. કેટલાક જિલ્લાઓમાં 35 તો કેટલાકમાં 43 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જણાવ્યું છે કે, શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ધોરણે સમયબદ્ધ રીતે ભરવામાં આવશે, દરેક શાળામાં વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર 30:1થી ઓછો હોય તેવો પ્રયત્ન કરાશે અને એવા ક્ષેત્ર કે જ્યાં મોટી સંખ્યામાં સામાજિક આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ છે ત્યાં રેશિયો 25:1થી પણ નીચે રાખવાનું લક્ષ્ય રખાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news