વાવાઝોડાએ બનાસકાંઠાના ખેડૂતની વર્ષોની મહેનત પર પાણી ફેરવ્યું, 80 ચંદનના વૃક્ષોનો સોંથ વળી ગયો

Gujarat Weather Forecast : બિપરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાં ભારે પવન ફૂંકાતા ખેતરમાં ઉભેલા 70થી 80 ચંદનના વૃક્ષો તૂટી પડ્યા... ખેડૂતને 20થી 25 લાખનું નુકસાન 

વાવાઝોડાએ બનાસકાંઠાના ખેડૂતની વર્ષોની મહેનત પર પાણી ફેરવ્યું, 80 ચંદનના વૃક્ષોનો સોંથ વળી ગયો

Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : ગુજરાત પર ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાની અસર આખા રાજ્યમાં થઈ હતી. ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યા હતો. ત્યારે બનાસકાંઠામાં ભારે પવન ફૂંકાતા થરાદના જાદલા ગામે ચંદનના વૃક્ષ થયા ધરાસાયી થયા છે. ખેડૂત નાગજીભાઈ ચૉધરીના ખેતરમાં 4 વીઘા જમીનમાં ઉભેલા 550 વૃક્ષો માંથી 70-80 ચંદનના વૃક્ષો ધરાશાયી થયા છે. ભારે પવનના કારણે ફક્ત 20 સેકન્ડમાં ચંદનના વૃક્ષો ધરાસાયી થતાં ખેડૂતને 20-25 લાખનું નુકશાની થયાનો અંદાજ છે. 7 વર્ષની આકરી મહેનત કરી જતન કરેલા ચંદન વૃક્ષ તૂટી પડતાં ખેડૂતને લાખોનું નુકસાન થતાં ખેડૂતે સરકાર પાસે સહાયની કરી માંગ..

બિપરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાં ભારે પવન ફૂંકાતા થરાદના જાદલા ગામના ખેડૂતના ખેતરમાં ઉભેલા 70થી 80 ચંદનના વૃક્ષો તૂટી પડતાં ખેડૂતને 20થી 25 લાખનું નુકસાન પહોંચતા ખેડૂતે સરકાર પાસે સહાયની માંગ કરી છે.

બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતના અનેક વિસ્તારમાં વિનાશ વેર્યો છે. જોકે બીપરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક થરાદમાં ભારે પવન ફૂંકાતા થરાદના જાદલા ગામના ખેડૂત નાગજીભાઈ ચૌધરીના 4 વિઘા ખેતરમાં ઉભેલા 550 ચંદનના વૃક્ષોમાંથી 70 થી 80 જેટલા વૃક્ષો તૂટીને પડી ગયા હતા. જેથી આ ખેડૂતને 20થી 25 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ખેડૂતે 7 વર્ષોની આકરી મહેનત કરી ચંદનના વૃક્ષોનું જતન કરી તેનું પાલન કર્યું હતું. પરંતુ ભારે વાવાઝોડાના કારણે ફક્ત 20 સેકન્ડમાં જ ખેડુતને લાખો રૂપિયાનું નુકસાન થતાં ખેડૂતની હાલત કફોડી બનતા ખેડૂત સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. 

આ નુકસાની વિશે નાગજીભાઈ ચૌધરીએ જણાવ્યું કે, મેં સાત વર્ષ મહેનત કરી ચંદનના વૃક્ષોનું જતન કર્યું હતું, પણ ભારે પવનના કારણે 20 સેકન્ડમાં જ મને 20 થી 25 લાખનું નુકસાન થયું છે.  

બનાસકાંઠામાં બીપરજોય વાવાઝોડાના પગલે જિલ્લામાં ભારે પવન અને વરસાદે સર્જયું નુકશાન. નડાબેટ ટુરિઝમ પર સોલર પ્લેટો સહીત શેડ ધારાશાયી થયો. ગઈ કાલે મોડી રાત્રે થયેલા ભારે પવનએ નડાબેટ ખાતે સર્જી તારાજી. સરહદી વિસ્તારમાં હજુ પણ ભારે પવન યથાવત...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news