ગુજરાતની આ 25 બેઠક પર દલિત મતદાર છે નિર્ણાયક, જાણો કેવી રીતે બગાડી શકે છે ભાજપ-કોંગ્રેસ અને આપની ગેમ

Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષ પોત-પોતાના રાજકારણ રમવા માટે જોડાઈ ગયા છે. એવામાં ગુજરાતમાં દલિત સમુદાયની વસ્તી માત્ર 8 ટકા છે. અને તેમના માટે 8 બેઠક રિઝર્વ છે. પરંતુ આ મતદારોને 25 બેઠકો પર પ્રભાવ છે. ગુજરાતમાં દલિત મતદારો પર બીજેપીની પકડ 2017માં નબળી પડી છે. એવામાં જોવાનું રહેશે કે દલિત સમુદાયના કારણે પહેલી પસંદ બની રહેશે?

ગુજરાતની આ 25 બેઠક પર દલિત મતદાર છે નિર્ણાયક, જાણો કેવી રીતે બગાડી શકે છે ભાજપ-કોંગ્રેસ અને આપની ગેમ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ રાજકારણમાં ગરમાવો અત્યારથી શરૂ થઈ ગયો છે. બીજેપી સત્તામાં ફરી આવવા માટે એક્ટિવ છે તો કોંગ્રેસ પુનરાગમન માટે મરણિયા પ્રયાસો કરી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટી મુકાબલાને ત્રિકોણીય બનાવવામાં જોડાઈ ગઈ છે. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ જાતિગત મતદારોનું અલગ જ મહત્વ છે. બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં દલિત મતદારો ઘણા ઓછા છે પરંતુ બે ડઝન કરતાં વધારે બેઠક પર રાજકીય પક્ષોનો ખેલ બગાડી અને બનાવવાની તાકાત રાખે છે. એવામાં જોવાનું એ રહેશે કે આ વખતે દલિત મતદારોની પહેલી પસંદ ગુજરાતમાં કોને પસંદ કરે છે.

ગુજરાતમાં દલિત સમુદાય:
ગુજરાતમાં દલિત સમુદાયની વસ્તી માત્ર 8 ટકા છે. જેના કારણે રાજ્યની કુલ 182 વિધાનસભા બેઠકમાંથી 13 બેઠક તેમના માટે રિઝર્વ છે. જોકે દલિત સમુદાયનો પ્રભાવ તેનાથી વધારે બેઠકો પર છે. રાજ્યની લગભગ 25 બેઠકો પર દલિત મતદારો પોતાની મહત્વની ભૂમિકામાં છે. ગુજરાતની 13 સીટ રિઝર્વ છે, તેના પર દલિતોની વસ્તી 25 ટકા છે અને બાકી અન્ય 12 બેઠક પર 10 ટકાથી વધારે દલિત મતદારો છે.

13 દલિત રિઝર્વ સીટોનું પરિણામ:
2017ની વિધાનસભાની ચૂંટણીમાં દલિત સુરક્ષિત 13 બેઠકનું પરિણામ જોઈએ તો તેમાં બીજેપીનું પલડું ભારે રહ્યું હતું. દલિતો માટે 13 રિઝર્વ સીટમાંથી 7 ભાજપે જીતી હતી. જ્યારે પાંચ બેઠક કોંગ્રેસે જીતી હતી. જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે જિગ્નેશ મેવાણી ધારાસભ્ય બન્યા હતા, જેને કોંગ્રેસનું સમર્થન હતું. જ્યારે 2012ની વિધાનસભાની ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો દલિત બેઠક પર બીજેપીનો દબદબો હતો. જેમાં 13માંથી 10 બેઠક પર બીજેપીએ કબજો કર્યો હતો. જ્યારે કોંગ્રેસે 3 બેઠક જીતી હતી. તેનાથી સ્પષ્ટ લાગે છે કે છેલ્લી ચૂંટણીમાં દલિત મતદારો પર બીજેપીની પકડ નબળી બની છે. જ્યારે કોંગ્રેસ તેમાં છીંડુ પાડવામાં સફળ રહી છે. આ વખતે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણેયની નજર દલિત મતદારો પર છે.

ગુજરાતમાં દલિત પ્રભાવિત બેઠક:
1. અસારવા
2. રાજકોટ ગ્રામીણ
3. ગઢડા
4. વડોદરા શહેર
5. બારડોલી
6. કડી
7. ઈડર
8. ગાંધીધામ
9. દાણીલીમડા
10. દસાડા
11. કાલાવડ
12. કોડીનાર
13. વડગામ

13માંથી ભાજપે 7 બેઠક અને કોંગ્રેસે એક બેઠક જીતી હતી. આ સિવાય 12 સીટો પર દલિત મતદારો 10 ટકાથી વધારે છે. તે બેઠકમાં અમરાઈવાડી, બાપુનગર, ઠક્કરબાપાનગર, જમાલપુર, ધોળકા, પાટણ, ચાણસ્મા, સિદ્ધપુર, કેશોદ,અબડાસા, માણાવદર અને વાવ બેઠક છે.

દલિત સમુદાય ભાજપ પાસેથી કોંગ્રેસ પાસે ગયો:
બીજેપીને વિશ્વાસ છે કે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં દલિત સમુદાય તેમને મત આપશે તો કોંગ્રેસને આશા છે કે દલિત મતદારો તેમને છેલ્લી ચૂંટણી વખતે વધારે મત મળશે. વર્ષ 1995થી દલિત માટે આરક્ષિત 13 સીટમાંથી વધારે પર જીત હાંસલ કરી છે અને 2007માં બીજેપી 11 અને 2012માં 10 બેઠક જીતી હતી. જ્યારે કોંગ્રેસ બે અને ત્રણ સીટો જીતી હતી. જોકે 2017થી બીજેપી દલિત મતદારોને મજબૂત કરવામાં લાગી છે. કેમ કે 2017માં કોંગ્રેસે 5 બેઠકો અને એક સમર્થનથી જિગ્નેશ મેવાણીના ખાતામાં ગઈ હતી.

દલિત ત્રણ પેટાજાતિમાં વહેંચાયેલો છે:
ગુજરાતમાં દલિત સમુદાય માત્ર 8 ટકા છે. પરંતુ તે પેટાજાતિમાં વહેંચાયેલો છે. રાજ્યમાં દલિત વણકર, રોહિત અને વાલ્મિકી ઉપજાતિના નામથી ત્રણ પેટાજાતિ છે. વણકર સમુદાય બીજેપીની સાથે મજબૂતીથી જોડાયેલો છે. જેમની વસ્તી દલિતોમાં સૌથી વધારે છે. તેના પછી બીજા નંબરે વાલ્મિકી સમુદાય છે. જે શહેર અને નગરી ક્ષેત્રોમાં સાફ-સફાઈનું કામ કરે છે.

ગુજરાતમાં દલિત ચહેરો:
ગુજરાતની રાજનીતિમાં જિગ્નેશ મેવાણીનું નામ હવે મુખ્ય વિધારધારાના નેતાઓમાં જોડાઈ ગયું છે. ગુજરાતની દલિત રાજનીતિમાં તે એક મોટો ચહેરો બનીને સામે આવ્યો છે. ગુજરાતની ચૂંટણીમાં તેને સંપૂર્ણ રીતે અવગણી શકાય નહીં. જિગ્નેશ દલિત રાજનીતિને લઈને સજાગ છે અને હાલમાં તે કોંગ્રેસમાં છે. ગુજરાતમાં દલિત રાજકારણના મોટા ચહેરા માયાવતીની પાર્ટી બીએસપી પણ ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારીમાં છે તો દિવંગત રામવિલાસ પાસવાનના રાજકીય વારસા તરીકે પોતાને સ્થાપિત કરવામાં લાગેલા તેમના પુત્ર ચિરાગ પાસવાન પણ ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે ગુજરાતમાં 2022ની ચૂંટણીમાં દલિત મતદારો કોના પર પસંદગી ઉતારે છે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news