ભૂષણ ભટ્ટે જગન્નાથ અને જગદીશ વિશ્વકર્માએ પંચદેવના દર્શન કરીને ભર્યું ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ

ભૂષણ ભટ્ટે વધુમાં જણાવ્યુંકે, મતદાર પરિવારોએ જે ભૂલ 2017માં કરી, એનું પ્રાયશ્ચિત આ વખતે 5 ડિસેમ્બરે મતદાન કરીને કરશે. 

ભૂષણ ભટ્ટે જગન્નાથ અને જગદીશ વિશ્વકર્માએ પંચદેવના દર્શન કરીને ભર્યું ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ

અતુલ પટેલ, અમદાવાદઃ આજથી બીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અમદાવાદની બહુચર્ચિત ગણાતી જમાલપુર-ખાડિયા બેઠક પરથી ભૂષણ ભટ્ટ અને અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠક પરથી જગદીશ વિશ્વકર્માએ ભાજપ તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી. નિકોલ ભાજપના ઉમેદવાર જગદીશ વિશ્વકર્માએ પંચદેવ મંદિરે દર્શન કરીને રેલી કાઢી અને ઓઢવ ખાતેની નવરંગ સ્કૂલમાં ઉમેદવારી નોંધાવી. 

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ તેમની સાથે રેલીમાં જોડાયા હતા અને તેમણે જગદીશ વિશ્વકર્માને મત આપવા અપીલ કરી. જગદીશ વિશ્વકર્માએ જણાવ્યુંકે, નિકોલની જનતા ભાજપની સાથે છે. મતદારો પીએમ મોદીની કાર્યશૈલી અને વિકાસની રાજનીતિને પસંદ કરે છે. તેથી અહીંથી ભાજપની ભવ્ય જીત નક્કી જ છે. દરેક ઉમેદવાર પોતાના આસ્થાના સ્થાનકો પર જઈને દર્શન કરીને ઉમેદવારી નોંધાવી જીતના આશીર્વાદ મેળવતા હોય છે. ત્યારે જમાલપુર-ખાડિયા બેઠક પરથી ભાજપના ભૂષણ ભટ્ટે ઉમેદવારી નોંધાવતા પહેલાં અમદાવાદ સ્થિતિ અને હિન્દુઓની આસ્થાના પ્રતિક સામન ભગવાન જગન્નાથના મંદિર દર્શન કર્યાં. જગન્નાથના દર્શન કરીને ત્યાર બાદ બહેરામપુરા વોર્ડમાં આવેલાં મેલડી માતાના મંદિરો દર્શન કર્યા બાદ ભૂષણ ભટ્ટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું. ભૂષણ ભટ્ટની સાથે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ભાજપના સિનિયર નેતા અને પૂર્વ સાંસદ હરીન પાઠક પણ જોવા મળ્યાં હતાં.

ભૂષણ ભટ્ટે પોતાના સમર્થકો સાથે બહેરામપુરા વોર્ડમાં આવેલા મેલડી માતાના મંદિરથી શરૂ કરી જમાલપુર વોર્ડ થઈ ખાડિયા ચારરસ્તા સુધી રેલી યોજી. ઉલ્લેખનીય છેકે, ભૂષણ ભટ્ટે કહ્યું કે, જમાલપુર ખાડિયા બેઠક 2017માં તેમણે ગુમાવી હતી. જોકે, તે સમયે સંજોગો અલગ હતાં. આ વખતે તેમને મોકો મળ્યો છે તો તેઓ આ બેઠક પરથી જીત હાંસલ કરીને ખાડિયામાં કમલ ખિલવીને પીએમ મોદીને આ બેઠકની ભેટ ધરશે.

ભૂષણ ભટ્ટે વધુમાં જણાવ્યુંકે, મતદાર પરિવારોએ જે ભૂલ 2017માં કરી, એનું પ્રાયશ્ચિત આ વખતે 5 ડિસેમ્બરે મતદાન કરીને કરશે. કોરોનામાં અમારા વિરોધીઓ રાજસ્થાનમાં હતા, ટુરિઝમ કરી રહ્યા હતા. એમની MD ડ્રગ્સ, કફ સિરફ, ગરીબોના મકાન ખાલી કરાવવા જેવી પ્રવૃત્તિઓ વિશે સૌ જાણી ગયા છે. રાજ્યમાં 27 વર્ષથી જે શાસનની ધુરા ચાલી રહી છે, એમાં દરેક સમાજના લોકોને એનો અહેસાસ છે. લઘુમતી સમાજ પણ જાણે છે કે કોંગ્રેસ અમારો ઉપયોગ મત માટે જ કરે છે.

 

વધુમાં ભૂષણ ભટ્ટે કહ્યુંકે, આપ અને AIMIM નાં ઉમેદવાર વિશે કહેતા કહ્યું કે, જેને આવું હોય આવે, અહીં એમના વાયદા વચનોનો વેપાર ચાલી રહ્યો છે, ચોમાસામાં જીવાત આવે અને જાય. કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલા વિશે વાત કરતાં કહ્યું કે, હાથનો સાથ અમારી ભૂલ જમાલપુર અને ખાડિયાના લોકો કહી રહ્યા છે. ઇમરાન ખેડાવાલાનો વિરોધ NSUI અને યુથ કોંગ્રેસ કરી રહ્યું છે, એ વિશે સવાલ પર જવાબ આપતા કહ્યું કે, કર્યા કરમ ભોગવે, કયા નેતા, કઈ જનતા એમની સાથે છે. અસામાજિક તત્વો અને ગુંડાઓ સિવાય કોઈનો સાથ એમની પાસે નથી. 5 ડિસેમ્બરે ભાજપને લોકોનો મત મળશે અને 8 ડિસેમ્બરે વિજયી બનીશું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news