ગુજરાતના આ 19 જળાશયો હાઇ એલર્ટ પર : 10 જળાશયો માટે એલર્ટ જાહેર

રાજ્યના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સોમવારના રોજ સવારે 8 વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના 19 જળાશયો હાઇએલર્ટ, 10 જળાશયો એલર્ટ તેમજ 11 જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતના આ 19 જળાશયો હાઇ એલર્ટ પર : 10 જળાશયો માટે એલર્ટ જાહેર

ગાંધીનગર: રાજ્યના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સોમવારના રોજ સવારે 8 વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના 19 જળાશયો હાઇએલર્ટ, 10 જળાશયો એલર્ટ તેમજ 11 જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યમાં નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું પુના, ઉન્ડ-૩ અને ફુલઝર-૧, ભાવનગરનું રોજકી અને બાગડ, ગિર સોમનાથનું મચ્છુન્દ્રી, હિરણ-૧ અને હીરણ-૨, જૂનાગઢનું મધુવંતિ અને અંબાજળ, પોરબંદરનું અમીરપુર, તાપીનું દોસવાડા રાજકોટનું મોતીસર, ભરૂચનું ઢોળી, જામનગરનું કંકાવટી એમ કુલ ૧૯ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. 

આ ઉપરાંત રાજયના કુલ 10 જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય 11 ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે.સરદાર સરોવર જળાશયમાં હાલમાં 1,33,017 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિની 39.82 ટકા છે. જયારે રાજયના કુલ 204 જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ 3,28,586 એમ.સી.એફ.ટી. છે જે કુલ સંગ્રહ શક્તિના 36.89 ટકા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news