સૌરાષ્ટ્રમાં ઘરે આવેલા મહેમાનોએ આત્મહત્યા કરી લીધી, પોલીસ પણ કેસ જાણીને ચોંકી ઉઠી

જિલ્લાના ભાણવડ ગામે ગાયત્રીનગરમાં સામુહિક આત્મહત્યાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી છે. ત્રણ મહિલાઓના મોત ઝેરી દવા પી આત્મહત્યા બાદ પોલીસે ફોરેન્સિક પીએમ અંતે જામનગર મૃતદેહોને ખસેડાયા છે. હાલ પ્રાથમિક તપાસના અંતે તો અકસ્માતે મોતનો ગુન્હો નોંધી પાડોશીઓ અને સંબંધીઓની પૂછપરછ કરી તપાસ શરૂ કરાઇ છે. 
સૌરાષ્ટ્રમાં ઘરે આવેલા મહેમાનોએ આત્મહત્યા કરી લીધી, પોલીસ પણ કેસ જાણીને ચોંકી ઉઠી

દિનેશ વિઠ્ઠલાણી/દેવભૂમિ દ્વારકા : જિલ્લાના ભાણવડ ગામે ગાયત્રીનગરમાં સામુહિક આત્મહત્યાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી છે. ત્રણ મહિલાઓના મોત ઝેરી દવા પી આત્મહત્યા બાદ પોલીસે ફોરેન્સિક પીએમ અંતે જામનગર મૃતદેહોને ખસેડાયા છે. હાલ પ્રાથમિક તપાસના અંતે તો અકસ્માતે મોતનો ગુન્હો નોંધી પાડોશીઓ અને સંબંધીઓની પૂછપરછ કરી તપાસ શરૂ કરાઇ છે. 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા ઇબ્રાહિમ સમાંના ઘરે જામનગરના શંકર ટેકરીના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતી મહિલાઓ અંદાજે 8 દિવસ પહેલા આવ્યા હતા. સંબંધી હોઈ ત્યારે તેના જ ઘરે રહેતા હતા. જ્યારે જેનમબાનું કાસમ ખાન પઠાણ 63 તેની પુત્રી નૂરજહાંબાનું નૂરમામદ શેખ 43 અને તેની દીકરી સહિસ્તા નૂરમામદ શેખ જે 16 વર્ષ અને 5 માસની હોઈ તેઓએ જામનગરથી ભાણવડ ખાતે રહેવા આવ્યા હતા. ઇબ્રાહિમ સમાંના જ ઘરે ગાયત્રી નગર ખાતે રહેતા હતા. જો કે આજે અગમ્ય કારણોસર આજ સવારે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. 

ભાણવડ પોલીસે સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી, ત્યારે ભાણવડ ખાતે Dy.SP સહિત જિલ્લા એલસીબી અને ભાણવડ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તમામ મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે જામનગર ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પંચનામું કરી ઘટના સ્થળ આસપાસ રહેતા લોકો અને સબંધીઓની ઝીણવટ ભરી પૂછપરછ કરવામાં આવી હતી. આત્મહત્યા પાછળના કારણોને શોધવા માટે તપાસ શરૂ કરી હતી. જ્યારે મોત થવા પાછળ કઈ દવા અને ઝેરી પદાર્થનું સેવન કર્યું તે બાબતે ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે તેથી હાલ પોલીસ રિપોર્ટની રાહ જોઇ રહી છે. 

જો કે જામનગરથી ભાણવડ આવી અને એક પરિવારની ત્રણ મહિલાઓ દ્વારા આ પ્રકારે આત્મહત્યા કરવા પાછળ અન્ય કારણો હોવાની શક્યતાઓને જોતા તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. ભાણવડ પોલીસ મથકે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી જામનગર ખાતે રહેતા અન્ય સબંધીઓ અને પડોશીની પણ આ મામલે પૂછપરછ શરૂ કરી છે. ભાણવડમાં સમગ્ર બનાવને લઈ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે. જ્યારે માતા પુત્રી અને દોહીત્રીના આ બનાવને લઈ આત્મહત્યા કરવા પાછળના કારણો જાણવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news