અમદાવાદ: વિદ્યાર્થીઓને પરીક્ષા ન આપવા દેવાતા વાલીઓએ મચાવ્યો હોબાળો

કામેશ્વર સ્કૂલના ડાયરેકટર રવિ સોલંકીએ જણાવ્યું હતું કે વારંવાર બાકી રહેલી ફી ભરવા માટે વાલીઓને જાણ કરવામાં આવતી હોવા છતાં વાલીઓ તરફથી બાકી રહેલી ફી ભરવામાં આવતી નથી.

અમદાવાદ: વિદ્યાર્થીઓને પરીક્ષા ન આપવા દેવાતા વાલીઓએ મચાવ્યો હોબાળો

અતૃલ તિવારી, અમદાવાદ: અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં આવેલી કામેશ્વર વિદ્યામંદિર સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા ન દેવાતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. બાકી રહેલી ફી ન ભરી હોવાથી કામેશ્વર શાળા દ્વારા વિદ્યાર્થીને પરીક્ષામાં ન બેસવા દીધાનો વાલીઓએ આક્ષેપ લાગાવ્યો હતો. જેને પગલે વાલીઓએ શાળા પર એકઠા થઇને વિરોધ દર્શાવ્યો હતો.

કામેશ્વર સ્કૂલમાં ધોરણ 5થી 12ના આશરે 365 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દીધી ન હોવાનો વાલીઓએ આક્ષેપ લગાવ્યો હતો. જે મામલે પ્રતિક્રિયા આપતા કામેશ્વર સ્કૂલના ડાયરેકટર રવિ સોલંકીએ જણાવ્યું હતું કે વારંવાર બાકી રહેલી ફી ભરવા માટે વાલીઓને જાણ કરવામાં આવતી હોવા છતાં વાલીઓ તરફથી બાકી રહેલી ફી ભરવામાં આવતી નથી.

વાલીઓ સ્કૂલ પર આવીને ફી ભરે તે માટે જે વિદ્યાર્થીઓની ફી બાકી છે. તેમના વાલીઓને શાળામાંથી ફોન કરવામાં આવ્યો હતો અને વાલીઓને શાળા પર બોલાવવામાં આવ્યા હતા. પરંતુ કામેશ્વર સ્કૂલના ડાયરેક્ટર તરફથી કોઈ વિદ્યાર્થીને પરીક્ષા આપવાથી રોકવામાં ન આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news