જીટીયુના 5 ઈનોવેટર્સની કમાલ, કોરોના અટકાવવા સેનેટાઈઝર વોચ બનાવી
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :કોરોનાથી બચવા માટે સેનેટાઈઝર મહત્વનું શસ્ત્ર સાબિત થયું છે. આવામાં ઘરમાંથી સેનેટાઈઝર લઈને નીકળવું એટલે તમારું સુરક્ષાકવચ હાથમાં લઈને નીકળવા જેવું છે. પરંતુ વારંવાર પર્સમાં હાથ નાંખીને સેનેટાઈઝર લેવું જોખમી પણ બની જાય છે. ત્યારે જીટીયુના ઈનોવેટર્સે એવુ ઈનોવેશન કર્યું છે, જેના માટે તમારે પર્સમાં હાથ નાંખવાની જરૂર નહિ પડે. હવે સેનેટાઈઝર તમારી ઘડિયાળમાં જ ફીટ કરી દીધું છે.
વડોદરા : પોલીસ કમિશનરના ગનમેન-ડ્રાઈવરને કોરોના, સયાજી હોસ્પિટલના 5 તબીબો પણ ઝપેટમાં
જીટીયુના ઈનોવેટર્સ દ્વારા જી-બેન્ડ નામનું હેન્ડ સેનેટાઈઝ કરવા માટે બેન્ડ બનાવવામાં આવ્યું છે. આત્મનિર્ભર ભારતને અનુલક્ષીને જીટીયુના ઈનોવેટર્સ દ્વારા સંપૂર્ણપણે સ્વદેશી ઉપકરણનું નિર્માણ કરાયું છે. હાથ સેનેટાઈઝ કરવા માટેની આ હેન્ડ બેન્ડથી કોરોનાના સંક્રમણને વધતું અટકાવી શકાશે. થર્મો પ્લાસ્ટિક ઈલાસ્ટોમરનો ઉપયોગ કરીને સેનિટાઈઝર વોચ બનાવાઈ છે. હેન્ડ સેનિટાઈઝર માટે હેન્ડ બેન્ડનું સાર્થક બક્ષી, કાર્તિક શેલડિયા, સાગર ઠક્કર, કરણ પટેલ અને જાગૃત દવે નામના જીટીયુના ઈનોવેટર્સ દ્વારા આ ઉપકરણનું નિર્માણ કરાયું છે.
સામાન્ય માણસો માટે સપના જેવું બન્યું સોનુ, રેકોર્ડબ્રેક ભાવ પર પહોંચી ગયું
ઈનોવેટર્સ દ્વારા આ હેન્ડ સેનિટાઈઝર વોચનું નિર્માણ 2 મહિનાના સમયમાં કરાયું છે. જેનો મુખ્ય ઉદ્દેશ યોગ્ય પ્રકારે અને દરેક સ્થળ પર હાથને સેનેટાઈઝ કરીને કોરોના સંક્રમણને અટકાવવાનો છે. આ વોચમાં દરેક પ્રકારના લિક્વિડ સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકાય છે. તેના ઉપયોગથી સેનિટાઈઝરનો બગાડ થતો પણ અટકાવી શકાય છે. આ હેન્ડ બેન્ડમાં સેનિટાઈઝર ઉમેર્યા પછી 15 થી વધુ વખત સ્પ્રે કરીને હાથ સેનિટાઈઝ કરી શકાય છે. ઈનોવેટર્સ દ્વારા આ જી-બેન્ડની પેર્ટન અને ટ્રેડમાર્કના રજીસ્ટ્રેશન માટેની પ્રકિયા પણ હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે