ગુજરાત યુનિવર્સિટી બાદ GTU દ્વારા તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય

રાજ્ય (Gujarat) માં વધતા જતા કોરોના (Corona) સંક્રમણના લીધે સરકાર કડક પગલાં ભરી રહી છે. ત્યારે એક પછી યુનિવર્સિટીઓ દ્રારા પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી રહી છે.

ગુજરાત યુનિવર્સિટી બાદ GTU દ્વારા તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય

અમદાવાદ: રાજ્ય (Gujarat) માં વધતા જતા કોરોના (Corona) સંક્રમણના લીધે સરકાર કડક પગલાં ભરી રહી છે. ત્યારે એક પછી યુનિવર્સિટીઓ દ્રારા પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી રહી છે. આજે 1 પેપર લીધા બાદ ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્રારા પરિપત્ર જાહેર કરી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો અને  નવો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા પણ પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. 

ત્યારે તાજેતરમાં મળતી માહિતી અનુસાર ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી દ્રારા પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે અને આગામી આદેશ સુધી પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. PG કોર્ષ અને પ્રેક્ટિકલ ઓફલાઈન મોડમાં યથાવત રહેશે. 22 માર્ચથી યુજી અને ડિપ્લોમા કોર્ષના વિદ્યાર્થીઓના ઓનલાઈન વર્ગ શરૂ થશે.

Gujarat University એ મોકૂફ રાખી પરીક્ષાઓ, નવો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરાશે
 રાજ્ય (Gujarat) માં વધતા જતા કોરોના (Corona) સંક્રમણના લીધે સરકાર કડક પગલાં ભરી રહી છે. ત્યારે ગુજરાત (Gujarat) ના 8 મહાનગરોમાં શાળાઓમાં ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે ફક્ત ઓનલાઇન પરીક્ષા લેવાશે. તો તરફ ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્રારા તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. આજે 1 પેપર લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. યુનિવર્સિટીઓની હોસ્ટેલ પણ ચાલુ રહેશે અને વિદ્યાર્થી હોસ્ટેલ રૂમમાં રહીને શિક્ષણ મેળવવાનુ રહેશે. પીજીના તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. આ નિર્ણય સરકારી તેમજ ખાનગી યુનિવર્સિટીઓને લાગુ પડશે. 

Saurashtra University નો નિર્ણય, 20 તારીખ પછીની તમામ પરીક્ષાઓ રદ્દ
 કોરોના (Corona) ની વધતી મહામારીમાં ગુજરાત (Gujarat) રાજય સરકારની ગાઈડલાઈન મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી (Saurashtra University) ના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી દ્વારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે પરીક્ષાઓ ચાલુ છે તેમાં આવતીકાલનું છેલ્લુ પેપર યથાવત રાખી લેવામાં આવશે.

ગુજરાત રાજય સરકારની ગાઈડલાઈન અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી 20 માર્ચ પછી શરુ થનાર તમામ પરીક્ષાઓ મોકુફ રાખવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ સ્થિત ભવનો તથા સંલગ્ન કોલેજોમાં આવતીકાલથી ઓનલાઈન શૈક્ષણીક કાર્ય ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news