GSSSB, Exam: બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિટન્ટની પરીક્ષા મોકૂફ, જાણો કેમ લીધો આ નિર્ણય?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત બિનસચિવાલય કલાર્ક અને સચિવાલયના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ -૩ ની સ્પર્ધાત્મક પરીક્ષા આગામી તા. ૧૩ ફેબ્રુઆરી, રવિવારે યોજાવવાની હતી પરંતુ વહીવટી કારણોસર આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

GSSSB, Exam: બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિટન્ટની પરીક્ષા મોકૂફ, જાણો કેમ લીધો આ નિર્ણય?

બ્રિજેશ દોશી, ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત બિનસચિવાલય કલાર્ક અને સચિવાલયના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ -૩ ની સ્પર્ધાત્મક પરીક્ષા આગામી તા. ૧૩ ફેબ્રુઆરી, રવિવારે યોજાવવાની હતી પરંતુ વહીવટી કારણોસર આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ અગાઉ બે વખત પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 
Image

10 લાખથી વધુ વિદ્યાર્થીઓ બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિટન્ટની પરીક્ષા આપવાના હતા. બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિટન્ટની 3,901 જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવવાની હતી. પરંતુ હાલમાં વહીવટી કારણોસર પરીક્ષા રદ કરવામાં આવી હોવાનું માહિતી પ્રાપ્ત થઇ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news