હસમુખ પટેલના આ એકાઉન્ટથી ભરતીની જાહેરાત થાય તો સાચી ન માનતા

IPS Hasmukh Patel : ADGP હસમુખ પટેલનું ફેક અકાઉન્ટ બન્યું... સોશિયલ મીડિયામાં ફેક અકાઉન્ટ બનાવવામાં આવ્યું... હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી

હસમુખ પટેલના આ એકાઉન્ટથી ભરતીની જાહેરાત થાય તો સાચી ન માનતા

Gandhinagar News : એડિજીપી અને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલનું ફેક અકાઉન્ટ બન્યું છે. ફેસબુકમાં ફેક અકાઉન્ટ મામલે એડીજીપી હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે. આ સાથે જ તેમના ફેક ફેસબૂક અકાઉન્ટ મામલે સેક્ટર 21 પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે. સેક્ટર ૨૧ પોલીસે ફેક ફેસબૂક અકાઉન્ટ મામલે તપાસ શરૂ કરાઈ છે. 

હસમુખ પટેલે આ અંગે ટ્વીટ કરીને ઉમેદવારોને માહિતગાર કર્યા છે. તેઓએ ટ્વીટમાં જણાવ્યું કે, મારું બનાવટી facebook એકાઉન્ટ શરૂ કરનાર વિરુદ્ધમાં ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મારા નામે બનાવટી એકાઉન્ટ શરૂ કરી કોઈપણ પ્રવૃત્તિ કરવાનું ધ્યાન પર આવે તો મને તરત જ જાણ કરવા વિનંતી.

 

મારા નામે બનાવટી એકાઉન્ટ શરૂ કરી કોઈપણ પ્રવૃત્તિ કરવાનું ધ્યાન પર આવે તો મને તરત જ જાણ કરવા વિનંતી

— Hasmukh Patel (@Hasmukhpatelips) September 8, 2023

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પીએસઆઇ અને લોકરક્ષક ભરતી માટે ગૃહ વિભાગે બનાવેલા અલગ ભરતી બોર્ડનો ચાર્જ પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલને સોંપ્યો છે. હસમુખ પટેલની છબી સ્વચ્છ અને પ્રામાણિક અધિકારીની છે. ભરતી પરીક્ષાના ઉમેદવારોને હસમુખ પટેલની કામગીરી પર અતૂટ વિશ્વાસ છે. તેથી તેઓને આ જવાબદારી સોંપાઈ છે. હસમુખ પટેલ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી સરકારી ભરતી, સરકારી ભરતીની પરીક્ષા તથા ઉમેદવારોને લગતી મહત્વની જાહેરાતો સતત કરતા રહે છે, જે ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે. ત્યારે જો તેમનુ ફેસબુકનું ફેક એકાઉન્ટ બનાવાયું છે, તેના પરથી સરકારી ભરતીની ખોટી માહિતી જઈ શકે છે. તેથી જો હસમુખ પટેલના ફેક એકાઉન્ટ પરથી ભરતી અંગે કોઈ પણ જાહેરાત થાય તો તેને ધ્યાનમાં ન લેવી. તેમનુ એકાઉન્ટ ઓફિશિયલ છે કે નહિ તે પહેલા ચેક કરી લેવુ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news