GSEB Board Result 2023: ધોરણ. 10-12ના પરિણામોને લઈ સૌથી મોટા સમાચાર, જાણો ક્યારે આવશે પરિણામ
GSEB SSC, HSC Result 2023 Date and Time: ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ જૂન મહિનામાં જાહેર થઈ શકે છે. જાણવા મળતી વિગતો મુજબ ધોરણ 10 અને 12ના પરિણામો જૂનના પ્રથમ અઠવાડીયામાં જાહેર થઈ શકે છે.
Trending Photos
GSEB SSC, HSC Result 2023 Date and Time: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જલદી જાહેર કરવામાં આવી શકે છે. પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામની તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે.
ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ જૂન મહિનામાં જાહેર થઈ શકે છે. જાણવા મળતી વિગતો મુજબ ધોરણ 10 અને 12ના પરિણામો જૂનના પ્રથમ અઠવાડીયામાં જાહેર થઈ શકે છે.
GSEB ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ Bseb.org પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકશે. નોંધનીય છે કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 2મેના રોજ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 65.58 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે, મે મહિનાના ચોથા સપ્તાહમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ પણ ત્યારે જાહેર થઈ શકે છે. જોકે, હવે આ મામલે નવું અપડેટ આવ્યું છે.
આ મહિનાના અંત સુધીમાં તૈયાર થશે માર્કશીટ
ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામના જૂનના પ્રથમ અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે. હાલ વિદ્યાર્થીઓના માર્ક્સની ડેટા એન્ટ્રીનું કામ ચાલી રહ્યું છે. મે મહિનાના અંત સુધીમાં ડેટા એન્ટ્રી અને માર્કશીટ તૈયાર થઈ જશે. આ તમામ પરિણામો ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.
GSEB ધોરણ 10 અને 12નું પરિણામ ચેક કરવા માટે સ્ટેપ્સ
- સ્ટેપ 1- ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org ઓપન કરો
- સ્ટેપ 2- હોમપેજ પર જીએસઈબી બોર્ડ એસએસસી/એચએસસી રિઝલ્ટ 2023 પર ક્લિક કરો
- સ્ટેપ 3- સ્કૂલ ઇંડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરો
- સ્ટેપ 4- સબમિટ બટન પર ક્લિક કરો
- સ્ટેપ 5- જીએસઈબી એસએસસી/એચએસસી રિઝલ્ટ 2023 સ્ક્રીન પર આવી જશે.
- સ્ટેપ 6- રિઝલ્ટ ડાઉનલોડ કરીને સેવ કરી શકો છો.
વાળને ઝડપથી ઘૂંટણ સુધી લાંબા કરવા હોય તો અજમાવો આ સરળ દેશી નુસખો
GSEB ધોરણ 10 તથા 12માં પાસિંગ માર્ક્સ
જીએસઈબી બોર્ડ એસએસસી, એચએસસી 2023ની યોજનાઓ અનુસાર વિદ્યાર્થીઓએ પાસ થવા માટે દરેક વિષયોમાં ઓછામાં ઓછો ગ્રેડ ડી પ્રાપ્ત કરવો પડશે. વિષયોમાં ગ્રેડ ઈ1 કે ગ્રેડ ઈ2 પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને જીએસઈબી પૂરક પરીક્ષાના માધ્યમથી અંક સુધારવાની તક મળશે.
GSEB 10 અને 12ના બોર્ડ રિઝલ્ટ માર્કિંગ સ્કીમ
જીએસઈબી 2023 માર્કિંગ સ્કીમ ગુજરાત બોર્ડ અનુસાર એ1 ગ્રેડ પ્રાપ્ત કરવા માટે 90 ટકાથી વધુ અંક પ્રાપ્ત કરવા પડશે, એ ગ્રેડ પ્રાપ્ત કરવા માટે 80 અને 90 ટકા માર્ક્સ વચ્ચે. જ્યારે 70થી 80 ટકા સુધી અંક મેળવનાર વિદ્યાર્થીઓને બી ગ્રેડ મળે છે. સૌથી નિચલો ગ્રેડ-ડી, 40 કે તેનાથી ઓછા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે