કોરોના કાળ દરમિયાન મોટી રાહત, તબીબો હાજર થશે તો બોન્ડની રકમ નહી વસુલાય

પ્રવર્તમાન પરિસ્થિતિમાં કુશળ તબીબી માનવબળની જરુરિયાતને પહોંચી વળવા માટે બોન્ડેડ તબીબો પાસેથી બોન્ડની રકમ વસૂલ ન કરવા અને તમામ બોન્ડેડ તબીબોને ફરજ પર તાત્કાલિક હાજર થવા આરોગ્ય કમિશનરનો આદેશ આપ્યો છે. બોન્ડેડ તબીબો તાત્કાલિક હાજર નહીં થાય તો એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાશે. 
કોરોના કાળ દરમિયાન મોટી રાહત, તબીબો હાજર થશે તો બોન્ડની રકમ નહી વસુલાય

ગાંધીનગર : પ્રવર્તમાન પરિસ્થિતિમાં કુશળ તબીબી માનવબળની જરુરિયાતને પહોંચી વળવા માટે બોન્ડેડ તબીબો પાસેથી બોન્ડની રકમ વસૂલ ન કરવા અને તમામ બોન્ડેડ તબીબોને ફરજ પર તાત્કાલિક હાજર થવા આરોગ્ય કમિશનરનો આદેશ આપ્યો છે. બોન્ડેડ તબીબો તાત્કાલિક હાજર નહીં થાય તો એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાશે. 

પ્રવર્તમાન કોવીડ-૧૯ મહામારીની પરિસ્થિતિમાં દર્દીઓની સારવારમાં સહેજ પણ કચાશ ન રહે અને તબીબી સ્ટાફની ઘટ ન વર્તાય તે હેતુસર રાજ્યના આરોગ્ય કમિશનર  જયપ્રકાશ શિવહરેએ અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બોન્ડેડ તબીબો પાસેથી બોન્ડની રકમ વસૂલ ન કરવા અને તમામ બોન્ડેડ તબીબોને ફરજ પર તાત્કાલિક હાજર થવા આદેશ કર્યો છે.

રાજ્યમાં કોવીડ-૧૯ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રાજ્યના દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે આ સ્થિતિમાં વધારાના માનવબળની આવશ્યકતા ઉભી થઈ છે. આ બાબતને ધ્યાનમાં લઈ રાજ્યના આરોગ્ય કમિશનરએ આ આદેશ જારી કર્યો છે. 

રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજના બોન્ડેડ તબીબોને ફરજિયાતપણે તાત્કાલિક હાજર થવા તથા અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બોન્ડેડ તબીબો પાસેથી બોન્ડની રકમ વસૂલ ન કરવાનો રાજ્યના તબીબી શિક્ષણ અને સેવાઓના કમિશનર  જયપ્રકાશ શિવહરે દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. બોન્ડેડ તબીબો તાત્કાલિક તેમની નિમણુંકના સ્થળે હાજર ન થાય તો તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરઓને એપેડેમિક એક્ટની કલમ-૩ની જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવા માટેની સૂચના આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news