આ વર્ષે પાસની ચિંતા કરતા જ નહીં! GMDCમાં યોજાશે ભવ્ય 'વાયબ્રન્ટ નવરાત્રી', જાણો કઈ તારીખે કયા કલાકારો મચાવશે ધૂમ
દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા GMDC ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના GMDC ખાતેથી તા. 03 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ-2024’નું શુભારંભ કરાશે.
Trending Photos
Ahmedabad GMDC Garba: ગુજરાતનાં ગરબાને વિશ્વ ફલક પર સ્થાન મળ્યું છે. થોડા સમય પહેલા યુનેસ્કો દ્વારા પણ ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું હતું. નવરાત્રીને હવે એકાદ દિવસ બાકી રહ્યો છે. ત્યારે ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા GMDC ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના GMDC ખાતેથી તા. 03 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ-2024’નું શુભારંભ કરાશે.
અમદાવાદ શહેરમાં પાર્ટી પ્લોટો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણતાનાં આરે છે. બીજી તરફ ખેલૈયાઓ ગરબાનાં અવનવા સ્ટેપ્સ શીખવા માટે ક્લાસીસોનો સહારો લઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે GMDC ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ સહિત કઈ કઈ જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ક્યાં ક્યાં કલાકારો ધૂમ મચાવવાના છે તેની તમામ માહિતી આપવામાં આવી છે.
વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ
ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા વર્ષ-2022માં GMDC અમદાવાદ ખાતે આયોજિત 'વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ'માં અંદાજિત 11.52 લાખથી વધુ નાગરિકોએ મુલાકાત લીધી હતી, જ્યારે વર્ષ-2023માં અંદાજિત 12.71 લાખથી વધુ નાગરિકોએ મહોત્સવ સ્થળની મુલાકાત લીધી હતી, એટલે કે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં છેલ્લા બે વર્ષમાં મુલાકાતીઓની સંખ્યામાં અંદાજિત 11 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે