દાદાએ પૌત્રીના 7 ટુકડા કરીને 7 જુદા જુદા ખાડામાં દાટ્યા, આખી ઘટના વાંચી કંપારી છૂટી જશે

ભારતમાં હજી પણ અનેક ઠેકાણે અંધશ્રદ્ધા વ્યાપેલી છે. આ અંધશ્રદ્ધામાં રાચતા લોકો બીજાને ઈજા પહોંચાડવાનું, તેમજ હત્યા સુદ્ધા કરવાનું ચૂકતા નથી. ત્યારે ગુજરાતમાં પણ હજી પછાત વિસ્તારો અંધશ્રદ્ધાના દૂષણમાં સબડી રહ્યાં છે. ત્યારે દાહોદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક દાદાએ પોતાની વ્હાલસોયી પૌત્રીના ટુકડા કરીને જમીનમાં દાટી દીધા હતા. આ સમગ્ર મામલો ધાનપુર પોલીસ મથકે પહોંચતા દાદાની ધરપકડ કરાઈ છે. ત્યારે આખરે કઈ અંધશ્રદ્ધાને કારણે દાદાએ આવું કર્યું તે જાણીએ... 
દાદાએ પૌત્રીના 7 ટુકડા કરીને 7 જુદા જુદા ખાડામાં દાટ્યા, આખી ઘટના વાંચી કંપારી છૂટી જશે

દાહોદ : ભારતમાં હજી પણ અનેક ઠેકાણે અંધશ્રદ્ધા વ્યાપેલી છે. આ અંધશ્રદ્ધામાં રાચતા લોકો બીજાને ઈજા પહોંચાડવાનું, તેમજ હત્યા સુદ્ધા કરવાનું ચૂકતા નથી. ત્યારે ગુજરાતમાં પણ હજી પછાત વિસ્તારો અંધશ્રદ્ધાના દૂષણમાં સબડી રહ્યાં છે. ત્યારે દાહોદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક દાદાએ પોતાની વ્હાલસોયી પૌત્રીના ટુકડા કરીને જમીનમાં દાટી દીધા હતા. આ સમગ્ર મામલો ધાનપુર પોલીસ મથકે પહોંચતા દાદાની ધરપકડ કરાઈ છે. ત્યારે આખરે કઈ અંધશ્રદ્ધાને કારણે દાદાએ આવું કર્યું તે જાણીએ... 

દાહોદના પીપેરા ગામે 19 ડિસેમ્બરના રોજ જ્યોતિકાબેન મેડાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકીને જન્મથી જ ગુદાનો માર્ગ ન હતો. તેમજ તેને મોટા કાન, મોટા વાળ, મોટી આંખો હોવાથી તે સામાન્ય બાળકો કરતા થોડી અલગ લાગતી હતી. ત્યારે બાળકીના દાદા શંકરભાઈએ જ્યોતિકાબેનને બહારગામ મોકલીને 28 જાન્યુઆરીના રોજ બાળકીની હત્યા કરી હતી. આ દાદા એટલા ક્રુર બની ગયા હતા કે, તેમણે તીક્ષ્ણ હથિયારથી બાળકીના સાત ટુકડા કર્યા હતા. આ વાતની જાણ પરિવારમાં થઈ હતી. તેથી શંકરભાઈનો દીકરો ભાવેશ પોલીસ મથકે પહોંચ્યો હતો. 

દાદા પૌત્રીને માનતા હતા શેતાન
શંકરભાઈ આ બાળકીને શેતાન ગણતા હતા. તેઓ માનતા હતા કે, બાળકી આવી રીતે જન્મી હોવાથી તેના શરીરમાં શેતાનનો આત્મા પ્રવેશ્યો છે. જો ઘરમાં આવા બાળકનું જન્મ થાય તો તે પરિવારની કોઈ વ્યક્તિને ખાઈ જાય અથવા તો કોઈનું મરણ થાય. આવા શેતાનને મારીને જમીનમાં દાટી દો તો પણ તે ફરીથી જીવિત થાય છે. તેના બે કટકા કરો તો પણ તે ફરી જીવિત થાય છે. તેથી આ અંધશ્રદ્ધાને કારણે દાદાએ તીક્ષ્ણ હથિયારથી પૌત્રીના સાત ટુકડા કર્યા હતા. શેતાન જીવિત ન થાય તે માટે તેના ટુકડાને જુદા જુદા સાત ખાડામાં દાટી દીધા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news