ગુજરાતમાં PIની પરીક્ષાને લાગ્યું Coronaનું ગ્રહણ, ખાસ સમાચાર જાણવા કરો ક્લિક
આ પહેલાં પરીક્ષા 29 માર્ચે લેવાનું પ્લાનિંગ હતું પણ લોકડાઉનના પગલે આ સમયે પણ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.
Trending Photos
અમદાવાદ : ભારતભરમાં કોરોના મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. જેને લઇ દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ કોરોના (Corona)ના કારણે સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. આ લોકડાઉનને ધ્યાનમાં લઇને રાજ્યમાં આગામી 26મી એપ્રિલના દિવસે યોજાનારી પોલીસ ઇન્સપેક્ટરની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.
રાજ્યમાં આગામી 26 એપ્રિલના રોજ GPSCદ્વારા લેવામાં આવનારી પોલીસ ઇન્સપેકટરની પરીક્ષ રદ કરવાની નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંકટના કારણે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાં પરીક્ષા 29 માર્ચે લેવાનું પ્લાનિંગ હતું પણ લોકડાઉનના પગલે આ સમયે પણ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.
ગુજરાતાં લોકડાઉનના સમયને વધારવાની કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. આ સંજોગમાં જ્યારે 14 એપ્રિલના રોજ લોકડાઉન પુરુ થવા જઇ રહ્યું છે ત્યારે 26મીની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે જેના કારણે લોકડાઉનની સમયમર્યાદામાં વધારો થવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે